હિંડોળો – લોકજીવનનું પ્રાચીન સંભારણું

0
60

મેળા રે મારગિયે ડોલર હિંડો રે બાંધ્યો રે મારગ મેળારો

રૂપિએ દૈઉ દોક્ડો હિંડો બેહારે મારગ મેળારો

આવત જાવત માનવી લેરકિયો નાખેરે મારગ મેળારો [ મેળા ને મારગે ડોલરનો હિંચકો બાંધ્યો છે. ગાડાના પૈડા જેવો દોકડો રૂપિયો ગાંઠેથી છોડી દઈને હું હીંચકાની મૉજ માણવા બેઠી ત્યાં તો મેળામાં આવતાજતા માનવીઓ મારા રોયા લેરકિયું નાખવા માંડ્યા]

હિંડોળો એ સંસ્કૃત ‘ હિંડોલ ‘ શબ્દ પરથી. મળ્યો છે.એનો અર્થ થાય છે હિંચકો ! આંનદ માણવા માનવીએ બાંધેલા હિંચકાનું રૂપ એટલે આજનો કળામય હિંચકો ! લોકજીવનમાં હિંડોળા નો મહિમા તો જગજુનો છે

દેવદેવલાનાં પોઢણ માટે પણ હિંડોળો

લોકજીવનમાં હિંડોળાનો ઉપયોગ માનવી પૂરતો જ મર્યાદિત નથી . દેવદેવીઓને ભજતા શ્રદ્ધાળુ લોકોએ મંદિરના દેવોને હીંચોળવા માટે પણ ફૂલદોલ હિંડોળા બનાવ્યા છે. એવી એક લોકમાન્યતા પ્રચલિત છે કે હિંડોળાર્મા હીંચકાવીંએ તો દેવો પ્રસન્ન રહે છે. જન્માષ્ટમી પ્રસંગે ઠાકરમંદિરોમાં વૈષ્ણવ હવેલીઑમાં અને સ્વામીનારાયણ મંદિરોમાં ઠેર ઠેર શ્રીકૃષ્ણના આવા હિંડોળા જોવા મળે છે. નાના નમણા અને કલામય હિંડોળા સોના ચાંદીનાં પતરાથી મઢેલા અને હિરલા દોરીથી ભરેલા અને ફૂલની ગૂંથણીવાળા હોય છે .

રાજમહેલોમાં હિંડોળા

પ્રાચીન, સમયના રાજામહારાજાઓ પણ હિંડોળાના ખૂબ શોખીન હતાં . રાજમહેલોમાં અને તેમના બાગબખીચાઓમાં હીંડોળા ન તોય એવું ભાગ્યે જ બનતું. આ હિંડોળાનું કાષ્ઠ શિલ્પ અનેરાં પ્રકારનું જ જોવાં મળતું . જાતજાતની અને ભાત ભાતની ફુલવેલ કોરેલા પાયા પર નર્તન કરતી પૂતળીઓ, હાથી તથા સિંહમુખની આકૃતિઑવાળા પ્રાચીન હિંડોળા આજે ક્યાંક ક્યાંક ભગ્ન હાલતમાં જોવા મળે છે.

લોકજીવનમાં હીંડોળાખાટ

લોકજીવનપાં હિંડોળાની ઉત્પત્તિ જોવી હોય તો હીંચકા તરફ નજર નાખવી પડે. હીચકો યે હિંડોળાનું તદ્દન પ્રાથમિક સ્વરૂપ છે. વાંદરાઓ અને પક્ષીઓને વૃક્ષની ડાળીએ હિલૌળતા જોઈને માનવીને સૌ પ્રથમ હિંચકાકાનો વિચાર ઉદ્ભવ્યો હશે ! તે પછી વડની વડવાઈ કે દોરડાનો હિંચકાનો બાંધીને આનંદ માણ્યો હશે. આજે અખાત્રીજના દિવસે ખેડૂતો સાંતીનું મુહૂર્ત કરે છે અને કૃષિકન્યાઓ તળાવની પાળ્યે ઝાડની ડાળીએ રાશ કે રાંઢવાના હીચકા બાંધીને દી’આખો હિંચકે હીંચે છે ને દુહાની રમઝટ બોલાવે છે. ગામડાંઓમાં છોકરાં, છોકરિંવું અને રત્રીઓ ઘરના નાટે હીચકા બાંધીને વરસ આખું કો’કની ખાધેલી ગાળો ઉતારે છે.

જેમ જેમ માનવી સુધરતો ગયો તેમ તેમ તેના ઉપભોગનીં વસ્તુઓને વધુ કલામય અને વધુ આરામદાયક બનાવવાની પ્રક્રિયા આરંભાઈં. આ રીતે હીંચકાની સાથે જાડું આડું બાંધ્ઘુ. બેવડા હીંચકા ઉપર માંચી મૂકી. એમાંથી, ખાટ આવી. આ ખાટને ત્રણ બાજુ વાડય મૂકી એના પર જાજરમાન કલાનકશીકામ કરી હિંડોળો બનાવ્યો હશે. હીંડોળાનીં ઉત્પત્તિને આ રીતે વર્ણવી શકાય . હીંડોળાને સાંકળોથી લટકાવાય છે. જ્યારે ખાટ સાદા સળિયા વડે લટકાવાય છે . ખાટમાં જેટલી સાદગી છે એટલી જ હિંડોળામાં શોભન ઠઠારો છે .

લોકજીવનમાં હિંડોળો

હિંડોળો લોકજીવનમાં ઘરોધર જોવાં મળે છે . છતાં સુખી સંપન્ન નાગર શ્રેષ્ઠીઓનાં ઘરમાં હિંડોળો ન હોય એવું ભાગ્યે જ બનતું . ગામડાના લોકો પોતાની શક્તિ અનુસાર સાગ-સીસમના હિંડોળા બનાવે છે. જૂના સમયમાં કલાત્મક નકશી અને કોતરણીવાળા હિંડોળા બનતા. ગામના સુથારો હિંડીળા ઘડવામાં પોતાની કળાકારીંગરી ઠાલવતા. સંઘેડિંયા સંઘેડા ઉપર સુંદર મજાના પાયા ઉતારતા એ ચાર પાયા ઉપર સુથારો હિંડીળો બનાવી આપતા હિંડૉળાનીં ત્રણ બાજુ ફરતી વાડય કરીને વાક્ય પર વિવિધ આકાર-પ્રકારો અને ફૂલવેલની ભાતો ઉપસાવીંને વચ્ચે વચ્ચે આભલાં અને ચિત્રો મૂકતાં. સાગસીસમથી સુંદર મજાની ભાતો ઉપસાવતા ત્રણ જણ બેસી શકે તેના આ હિંડોળાની વાક્ય બે બાજુ ફેરવી શકાય તેવી હોય છે. હિંડોળાને પિત્તળની સાંકળોથી લટકાવવામાં આવે છે. પિત્તળની સાંકળી મોર, પોપટ, દીપડા, હાથી, ઘોડાની આકૃતિઑથી અલંકૃત કરેલી હોય છે. આમ હિંડોળો હિંચકવા માટે અને સોફાની જેમ ઓરડામાં મૂકીને બેસવા માટે વપરાય છે . આજે સાંકળો સાથેનાં કલાત્મક હિંડોળાની કિંમત સહેજે પચાસ હજાર રૂપિયા થી લઈ દોઢ બે લાખની આસપાસ થવાં જાય છે .

કરિયાવરમાં હિંડોળો

સુખી ઘરની કન્યાઓને આણું વળાવવામાં આવે ત્યારે આણામાં છત્ર પલંગ અને પટારાની સાથે હિંડોળો અને ખુરશીઓ આપવાનો રિવાજ રાજપૂત ને કાઠીઓમાં આજે પણ જાણીતો છે . ગુજરાતની જેમ મૈસુરમાં પણ હિંડોળા નું ચલણ જોવાં મળે છે . એનો આકાર જોકે થોડો અલગ હોય છે . લગ્ન પ્રસંગે સફેદ ફુલોનાં હારથી શણગારેલા આ હિંડોળા પર નવદંપતિ બેસે છે . ને સગા સંબંધીઓ તથા મિત્ર પરિવાર એમને આશીર્વાદ આપે છે .

હિંડોળા નાં ગીતો

હરિ ભક્તો ભગવાનને હિંડોળે ઝુલાવતાં ગાય છે :

ઝીણી ઝીણી જૂઈનો રે હિંડોળો બાંધ્યો છે કુંજમાં ,

પહેલો હિંડોળો મેં દ્વારકામાં બાંધ્યો .

દ્વારકામાં રણછોડરાય ચાલે ચટકતી ચાલ .

વ્હાલો મારે હીંચે હિંડોળે આંબાની ડાળ.

લોકનારીઓ લોકગીતોમાંવે હિંડોળાખાટને વીસરી નથી. હોંશીલી નારીને કેવી મજાની રઢ લાગી છે !

આસોપાલવનાં ઝાડ હો રામજી,

ત્યાં મારો હિંડોળો બંધાવી રે;

હિંડોળે બેસીને એવી રઢ લાગી,

દાદા મારી ટીલડી ઘડાવોતો રે .

આંગણે આવેલા મહેમાનોને પણ પોઢણ માટે ઢોલિયા ને હિંડોળાખાટ જ દેવાય ને!

માણારાજ રે ભોજન દેશું લાપસી

એને દેશું ઘેવરિંધો કંસાર આછાં ઝરમરિયાં.

માણારાજ રે પોઢણ દેશું ઢોલિયા

એને દેશું હિંડોળાખાટ આછાં ઝરમરિયા

પરણીને સાસરે આવેલી કન્યાને મહિયરિંયાની મીઠી યાદ આવે છે. માતાને આંગણે હિંડોળે હીચકીને મોટી થયેલી કન્યાના હૈયામાં બાળપણની સ્મૃતિઓ સળવળાટ કરતી જાગી ઊઠે છે. ત્યારે એ મહિયરિંયા અને સાસરિયાની સરખામણી કરતો કહે છે:

મારી માડીના બારણે મોગરો,

હું તો ફૂલડાં વીણતી રમું રે રાજ

મારી માડીનાં ઘર કેમ વીસરૂ ?

મારી સાસુના બારણે બાવળિયો ,

હું તો કાંટા વિણતી ફરું રે રાજ

મારી માડીનાં ઘર કેમ વીસરુ‘, ?

મારી માતાના બારણે હિંડોળો,

હું તો હીંચકા ખાતી રમું રે રાજ

મારી માડીનાં ઘર કેમ વીસરું ?

હિંડોળો થાક અને પરિશ્રમને ઓગાળીનેં પ્રફુત્લતા બક્ષે છે. કામધંઘાની રઝળપાટથી થાકેલો માનવી બપોરે જમી પરવારીને બે ઘડી હિંડોળે બેસે તો દી’ આખાનો થાક દૂર થઈ જાય છે. તેથી જ હિંડોળાખાટ અને હીંચકાનું મહત્ત્વ, લોકજીવનમાં અને લોકઉત્સવમાં આગવું રહ્યું છે.

© લોકજીવનનાં મોતી

  • જોરાવસરસિંહ જાદવ
જો તમે આવી જ સાહિત્ય રચના , લોકસાહિત્ય , ઇતિહાસ અને ગુજરાતની યશગાથાઓ વાંચવા માંગતા હોય તો આજે નહીં અત્યારે જ અમારા ફેસબુક પેજ ‘ યશગાથા ગુજરાતની ‘ ને લાઈક અને શેર કરજો . અમારી વેબસાઈટ ‘ ‘ યશગાથા ગુજરાતની ‘ ને સબ્સ્ક્રાઇબ કરો અને પ્રકાશિત થતાં લેખ સૌથી પહેલાં મેળવો.

લેખ ગમે તો લાઈક અને શેર કરજો . કોઈ અન્ય પ્રશ્ન કે માહિતી માટે કમેન્ટ કરો . આપનો કિંમતી સમય આપવા બદલ આભારી છીએ .

Leave a Reply