સૌથી જૂની સભ્યતા કઈ છે ? ( નિ:શંકપણે ભારતીય વૈદિક સભ્યતા )

0
87

કહેવાય છે કે ઇતિહાસ એટલે આ આમ જ હતું એવા વિશ્વાસ સાથેની વાત . હવે આમ જોવા જઈએ તો આપણે પોતે પોતાની દસ પેઢીના નામ જાણતા હોતા નથી ને વાત કરતા હોઈએ છીએ 5000 હજાર વર્ષ પહેલાંની ! પણ પેઢીના નામ ન જાણવા માટે આપણે જવાબદાર નથી કેમકે એની ક્યાંય જરૂર જ નથી પડતી . જ્યારે ઇતિહાસ એ કોઈપણ દેશનાં અસ્તિત્વનો પાયો છે . જોકે માનવજાતની વાત કરીએ તો પુરી જિંદગી માનવી પોતાનાં શરીરનો પાછળનો ભાગ પણ જોઈ શકતો નથી તો ઇતિહાસ તો ખૂબ જ ઊંચી કક્ષાનો વિષય છે . આજનો ઇતિહાસ ક્યાંકથી મળી આવેલાં હાડકાંના ટુકડા , કેટલીક લાશો ને કેટલાક વિદેશીઓ પઢાવેલા પોપટ જેવાં ઇતિહાસકારો દ્વારા લખાયેલ કાટલાછાપ પુસ્તકો વાંચી સમજાવવામાં આવે છે . જોકે એ અલગ વાત છે કે એ પૂરેપૂરો ખોટો , મનસ્વી , પૂર્વગ્રહ ઉક્ત અને જુઠ્ઠો છે . કેમકે વિજ્ઞાન અને ઇતિહાસ અલગ નથી . કેમકે બન્ને સાથે અસ્તિત્વ ધરાવે છે .

આજનાં કેટલાક ઇતિહાસ અને વિજ્ઞાનની વાતો કરીએ ..

★ આજનું વિજ્ઞાન કહે છે કે માનવી વાનર માંથી ઉતરી આવ્યો છે. પણ આજ સુધી એક પણ વાનરને માનવી બનતાં કોઈએ જોયો નથી . ડાર્વિન નામનો ઉસ્તાદ કહે છે કે એક સમયે માનવી વાનર હતો . જોકે આજ સુધી આ સાબિત થયું નથી. તોયે આખી દુનિયાની યુનિવર્સિટી માં આ જ વાક્યો બ્રહ્મવાક્ય ની જેમ ઠપકારવામાં આવી રહ્યા છે. એનો સિદ્ધાંત કહે છે કે મકોડો પણ ઉત્ક્રાંતિ વડે હાથી બની શકે છે. જ્યારે વિજ્ઞાન ખુદ કહે છે કે માનવી જ્યારે જન્મે કે તરત જ એને માનવી જ મળવો જોઈએ નહિતર એ માનવી ન બનતા પશુ બની જાય છે. તમને નવાઈ લાગશે પણ આ જ હકીકત છે. હવે જરા સૌ પેહલા માનવીની કલ્પના કરો . જેનો જન્મ થયો . હવે જો એને માનવ જ મળ્યો હોય તો એ પશુ જ રહે. માનવી ન બની શકે . કેમકે એ કેળવણી દ્વારા માનવી બને શકે નહિ કે જમનથી ! કહેવાતા મહાન અકબર બાદશાહે આ માટે પ્રયોગ પણ કરેલો . જેમાં પણ એ જ સાબિત થયું કે માનવી ને જન્મતા ની સાથે જ માનવીની હૂંફ , કેળવણી ને માનવીય સ્પર્શ જોઈએ જ . નહિતર એ માનવ જ ન બની શકે. એ તમામ વાનરની વાતોને ખોટી સાબિત કરે છે.

★ કેટલાક વિદેશીઓ ભારતમાં આવી ભારતને એના વિશે સમજાવે છે . જોકે એ પોતે કેટલા જ્ઞાની છે એ એમનો ઇતિહાસ જાણવાથી જાણી શકાય છે. કેટલાક પથ્થર , કેટલીક લાશ , કેટલાક હાડકાના ટુકડા દ્વારા એ સાબિત કરે છે કે માનવીની જૂનામાં જૂની સભ્યતા 5000 હજાર વર્ષથી 6000 હજાર વર્ષ જૂની છે.

હવે આ તેમણે કહ્યું કેટલાક હાડકા , કેટલીક કબર ને કેટલીક ભૌગોલીક સ્થિતિના આધારે ! પણ જ્યારે અનેક સાબિતી મળે છે કે માનવીની સભ્યતા લાખો વર્ષ જૂની છે. અને તે એક માત્ર વૈદિક સભ્યતા છે. જેના અનેક પ્રમાણ મળી આવ્યા હોવા છતાં આ પ્રમાણ એ અકલકથ્થા ધ્યાનમાં લેતા નથી. એટલે આપણે ભારતીય પોતે પણ ધ્યાનમાં લેતા નથી . હવે તમને પ્રશ્ન થશે કે એવા તો ક્યાં પ્રમાણ છે. તો હૃદય ને હાથમાં રાખી ( મતલબ થોડી હિંમત , બુદ્ધિ અને સત્ય સ્વીકારવાની ભાવના સાથે વાંચો એમ કહેવું છે. …) ને વાંચો પુરી દુનિયાની એક માત્ર વૈદિક સભ્યતાની ( સંસ્કૃત ભાષા ની ) અજાણી ને સાચી વાત ! તો ગણતા જાવ ને વાંચતા જાવ ! આ કોઈ ગપગોળા કે ઉપજવી કાઢેલી માહિતી નથી. આધાર પુરાવા , સંદર્ભ સાહિત્યની માહિતી પણ આપવામા આવશે…

” એક નગ્ન સત્ય – વિશ્વની સૌથી પ્રાચીન સભ્યતા વૈદિક સભ્યતા છે…”

આધાર પુરાવા અને સાબીતિઓ જે આજે પણ અસ્તિત્વ ધરાવે છે.

★ જે હાડકા ને લાશ ઉપર આજનો ઇતિહાસ ઉભો છે એ જ ઇતિહાસ રશિયામાંથી જ્યારે 32,000 ( ફરી વાંચો 32,000 ) વર્ષ જૂની નૃસિંહ ભગવાનની મૂર્તિ મળી આવે છે ત્યારે કોઈ જવાબ આપતો નથી. હા , રશિયામાંથી 32 000 વર્ષ જૂની નૃસિંહ ભગવાનની પ્રતિમા મળી આવી છે.

★ ઇ.સ. 1974 માં ટ્રાન્સસિલિવેનિયાની મુર્સ નદીમાંથી એક હાડકું મળી આવ્યું જેમાં 20,000 વર્ષ જૂની એલ્યુમિનિયમની ખીલી મળી આવી . જોકે ઇ.સ. 1808 પેહલા તો એલ્યુમિનિયમનો આવિષ્કાર જ નોહતું થયું તો હવે ? કોઈ જવાબ નથી .

હવે કેટલીક ઐતિહાસિક તથ્યો ની વાત …

દિલ્લીમાં કુતુંબમીનાર નીચે શેષ શાયી ભગવાન વિષ્ણુ ની મૂર્તિ મળી આવી હતી. જેનો ક્યાંય અછડતો પણ ઉલ્લેખ ક્યાંય થતો નથી . આ શિલ્પ એટલું ભવ્ય અને વિશાળ હતું કે આ શિલ્પ એક નહોય પૂરું મંદિર જ હોવું જોઈએ . તમને નવાઈ લાગશે કે આ મૂર્તિ માં ભગવાન વિષ્ણુ ની નાભિમાથી નીકળેલા કમળ સમાન હતું ને એને આજે મિનાર કહેવાય છે. બોલો જો મિનાર આટલું ઊંચું છે તો મંદિર કેટલું વિશાળ રહ્યું હશે. ગણતરી કરતા માલુમ પડ્યું કે એ તો સાત માળનું હોવું જોઈએ.

બ્રિટન ( આજનું ઇંગ્લેન્ડ ) માં મળી આવેલા ભગ્ન અવશેષો મળી આવેલા . જેમાં સ્તંભ , વર્તુળ , અને સાપ ની આકૃતિઓ હતી . ( આધારભૂત પુસ્તક A complete history of the Druids ) પુસ્તકના પૃષ્ઠ ન. 6 પર લખ્યું છે કે સર્પ પ્રકાશ અને જ્ઞાનનું પ્રતીક હતું. તેનું નામ છે Seraph . આ વૈદિક મંદિરના અવશેષો હતા .

કાબાના શેષશાયી વિષ્ણુ ભગવાન

અરબસ્તાનના મક્કામાં વિશાળ દેવ મંદિર હતું જેનો ઉલ્લેખ હરિહરેશ્વર માહાત્મ્ય નામની પ્રાચીન સંસ્કૃત પોથીમાં મળી આવે છે જેનો ઉલ્લેખ આ મુજબ છે :

एकम पदम् गयायं तू मकायां तू द्वितीयकम ।

तृतीयं स्थापितं दिव्यम मुक्त्यै शुक्लस्य सन्निध्यो ।।

( અર્થ : પવિત્ર પાદચિહ્ન વિશ્વના ત્રણ પ્રમુખ સ્થાન પર હતા – એક ભારતના ગયા નગરમાં , બીજું મક્કા નગરમાં અને ત્રીજું શુકલતીર્થ પાસે ! )

આ માત્ર ઝલક છે ….આગળ વિસ્તૃત લેખો આવશે. …

વૈદિક દેવભાષા સંસ્કૃતના અવશેષ રુપે બચેલા અપભ્રંશો જે આખી દુનિયામાં છે .

◆ શુન્ડા ઓસ્ટ્રેલિયા પાસે island of sunda છે જેનો ઉલ્લેખ રામાયણમાં આવે છે.

◆ ચીન ; ચીન દેશનો ઉલ્લેખ મહાભારતમાં છે. જેમાં ચીન , બર્બર , તારતર જેવા ઉલ્લેખ આવે છે.

◆ જાપાન : જાપાન તો આપણે કહીએ છીએ બાકી એ લોકો તો પોતાના દેશને ‘ નિપ્પોન ‘ કહે છે જે નિપુણ શબ્દનું અપભ્રંશ છે.

◆ રશિયા : રશિયાનો એક મોટો વિસ્તાર સાઈબેરિયા તરીકે ઓળખાય છે જે હકીકતમાં પૂર્ણતઃ ‘ શિબિર ‘ નું અપભ્રંશ છે.

◆ ઋષીય : RUSSIA એવું લખાય છે બાકી એનો ઉચ્ચાર તો ઋષિય જ છે.

◆ વાલ્મિકી : જાણી નવાઈ લાગશે પણ રશિયાના એક રાજ્યનું નામ કાલમિક છે જે વાસ્તવમાં વાલ્મિકી હોવું જોઈએ.

◆ પ્રઋષીય : Prussia કે પર્શિયા આપણે કહીએ બાકી એ છે તો પ્રઋષીય જ !

◆ દૈત્યસ્થાન : આ જર્મની નું નામ છે ભાઈ ! હા , કેમકે જર્મન પોતાના દેશને જર્મની ન કહેતા ડાઇટ્સલેન્ડ કહે છે જે પૂર્ણ રૂપે દૈત્યસ્થાન છે.

◆ રમણીય : આ રોમાનિયા એ બીજું કંઈ નહીં પણ રમણીય નું અપભ્રંશ છે .

◆ હંગેરી : આ હંગેરી દેશનું નામ હકીકતમાં શૃંગેરી શબ્દનું અપભ્રંશ છે .

◆ સ્કન્દનાવિય : સ્કેનડેનિવિયા એ શબ્દ આ સ્કન્દવિય શબ્દનું અપભ્રંશ છે જે યુરોપના સ્વીડન , ડેનમાર્ક , નોર્વે જેવા દેશો નો ભુભાગ માનવામાં આવે છે.

◆ લક્ષ્મીદુર્ગ : લક્જમબર્ગ એ લક્ષ્મીદુર્ગ નું અપભ્રંશ છે.

આ પ્રમાણે તો આખું પુસ્તક ભરાય એટલા શબ્દ લખી શકાય એમ છે…

હકીકતમાં તો આજે પણ આખા વિશ્વમાં વૈદિક સભ્યતાની સાબીતિઓ મળતી રહે છે. પછી એ અમેરિકાથી ગણેશની મૂર્તિ મળી હોય કે આફ્રિકમાંથી 6000 વર્ષ જૂનું શિવલિંગ મળ્યું હોય ! આ તમામ સિવાય અનેક પુસ્તકો પણ ઉપલબ્ધ છે જેનો અભ્યાસ કરો તો માલુમ થયા વિના ન રહે કે ભારતીય સભ્યતા જ સૌથી જૂની છે. પણ અફસોસ કે આ વિશે ક્યાંય ઉલ્લેખ થતો નથી.

હકિકતમાં સાબીતિઓ છે અને એનાં વિશે એક એક દેશ વિશે એક એક લેખ થઈ શકે એમ છે .

આજે બસ એટલું જ જાણી લો કે ભારતીય સભ્યતા વિશ્વની પ્રાચીન સભ્યતા છે અને તે જ એક સમયે પુરા વિશ્વમાં ફેલાએલી હતી.

કેવી હતી ને કઈ રીતે તે માનવીનો ઇતિહાસ છે એની ચર્ચા પણ કરીશું.

( સંદર્ભ સ્ત્રોત )

  • સાધના ( સાપ્તાહિક )

  • સંકલન શ્રેણી ( પાક્ષીક )

  • ઈન્ટરનેટ

  • કેટલાક ઓનલાઈન લેખો .

– સમજૂતી : મહેશ ગોહિલ

જો તમે આવી જ સાહિત્ય રચના , લોકસાહિત્ય , ઇતિહાસ અને ગુજરાતની યશગાથાઓ વાંચવા માંગતા હોય તો આજે નહીં અત્યારે જ અમારા ફેસબુક પેજ ‘ યશગાથા ગુજરાતની ‘ ને લાઈક અને શેર કરજો . અમારી વેબસાઈટ ‘ ‘ યશગાથા ગુજરાતની ‘ ને સબ્સ્ક્રાઇબ કરો અને પ્રકાશિત થતાં લેખ સૌથી પહેલાં મેળવો.

લેખ ગમે તો લાઈક અને શેર કરજો . કોઈ અન્ય પ્રશ્ન કે માહિતી માટે કમેન્ટ કરો . આપનો કિંમતી સમય આપવા બદલ આભારી છીએ .

Leave a Reply