શ્વાનનાં શુકન , અપશુકન અને લોકમાન્યતાઓ

0
19

શ્વાન એટલે કૂતરો…તો એનાં વિશે ઇતિહાસ તો એમ કહે છે કે આજથી આશરે દસ હજાર વર્ષ પૂર્વે માનવીએ પશુપાલનનો પ્રારંભ કૂતરાથી કર્યો હતો એ કૂતરાને એણે

(૧) શ્વા (૨) શ્વાન (૩) ભલ્લૂ (૪) ભષણ (૫) કૌલેયક (૬) કપિલ (૭) જાગરૂક (૮) મંડલ (૯) કુક્કુર (૧૦) યક્ષ (૧૧) શૂનક (૧૨) સારમેંય વગેરે નામે ઓળખ્યો. એની ચાર જાતો નક્કી કરવામાં આવીં તે અનુસાર સફેદ કુતરાને બ્રાહ્મણ કહ્યો. લાલ ક્રૂતરાનેં ક્ષત્રિય કહ્યો પીળા ભૂરા રંગના કૂતરાને વૈશ્ય અને કાબરચિતરા કૂતરાને શૂદ્ર તરીકે ઓળખી. કાળા કૂતરાને સર્વ કાર્ય માટે ઉત્તમ ગણ્યો. આ કૂતરાઓની ચેષ્ટાઓ ખાસિયતો અને લક્ષણોને આધારે પ્રાચીન કાળમાં ગ્રંથો રચાયા છે. કૂતરાંની કિયા પરથી એના શુકનઅપશુકન શાસ્ત્રકારોએ વર્ણવ્યાં છે. તે શુકનઅપશુકન અનેં માન્યતાઓ ધસાતી ભૂંસાતી લોકકંઠે સચવાઈ રહી છે. સંસ્કૃત સાહિત્યમાં મળતાં કૂતરાના શુકન અપશુકન

ગચ્છતાં ચ યદ્ય શ્વાનો.

અમેદયં ભક્ષવેદ યદિ

મિષ્ટાન્યશ્પ્ન માનાનિ

પ્રાપાનોતિ પુરુષો ધ્રુવમ || (૧)

મતલબ માનવી બહાર ગામ જવા માટે ઘેરથી પ્રયાણ કરે એ વખતે જો કૂતરુ’, વિષ્ટા ખાતું નજરે પડે તો મુસાફરીએ જનાર મહાનુભાવને મધુર ભોજનની પ્રાપ્તિ થાય છે.

ગરછતાં ચ યદા શ્વાનો કર્ણો ક્રણ્ડૂયતે પુન: |

દ્રવ્યલાભં વિજાનીયાત મહ્રત્ત્વં ચ પ્રજાયતે (૨)

ઘેરથી નીકળતી વખતે મુસાફરને સામે કુતરું પોતાના બંને કાન ખજવાળતું નજરે તો તેને ઘન અને પ્રતિષ્ઠા મળે છે.

ગચ્છર્તા ચ યદા શ્વાનો દક્ષિણો વાંમ વર્તતે સર્વસિધયસ્તથા નૂનં શ્વાને ક્યિતં ધ્રુવં ! (૩)

યાત્રિક્ પ્રસ્થાન કરે એ સમયે કૂતરું જમણી તરફથી ડાબી બાજુ, જતું જોવા મળે તો એના સર્વે કાર્યો અચૂકપણે સિદ્ધ થાય છે.

શકૂન મુકતાવલી માં શ્વાનનાં શુક્ન અપશુક્ન

‘શકૂન મુક્ત્તાવલિ’ નામના પ્રાચીન હસ્તલિખિત ગ્રંથમાં કૂતરાના શુકન અપશુકન આ પ્રમાણે વર્ણવાયા છે: …

હાડ’માંસ રોટી તથા મુખમે’, લિયે આહાર;

યા વિધિ સન્મુખ દેખિએ પૂર્ણહોહિ સબ કામ્ (૪)

ચલત દ્યહિનૌ ખેલત્તી, દષ્ટિ પરૈ જો શ્વાન;

લાભ વિજય કલ્યાણકી પૂર્ણ કામના માન (૫)

ભરી અન્ન કીગૌનિ પર, અન રાસી પર શ્વાન,

ચલતૈ મૂતત દૈખિયે, લાભ વિજય સુખમાન (૬)

શ્રાવણ સીસ કૈ કછહિયૌ, બાજ ખુજાવત હોય;

યહિ વિધિ જો ચલનૌ લખે… કરે લાભ સુખ સોય (૭)

ઉંચે દેવલ જાય કે, જો મૂતે નિરઘાર;

ચલતૈ મૂતત દેખિવૈ લાભ વિજય સુખ પાર ( ૮)

લખે દ્યહિનૌ સાત કો, બેઠયૌ કાઠ પાષાણ; .

સુયવો ખંટિયા ઉપરી, સ્થિત લખે મસાન (૯)

ચલતૈ એત્તી કામ પર, બૈઠવો લખિવે શ્વાન;

અશુભ જાનિવે ઘોષઘે. કીજૈ નહિ પયાન (૧0)

ચલટ મિલૈ જુ શ્વાન સમૂહ… અનિષ્ટ મહાન કરે;

યા પ્રતિષ્ઠિત નર મરે જો પુર પ્રવેશ કરે… (૧૧)

ભોગ કરન કાદવ ભર્યો, પૃથ્વી સૂંઘત સોય;

તો નિશ્ચય યહ જાનિયે વિકરાળ હાનિ હોય (૧૨)

અર્થ થાય કે : મુસાફરી કરનાર માનવીને પ્રયાણ સમયે જો હાંડકું, માંસ રોટી કે આહાર મુખમાં લઈને જતું કૂતરૂ સામું મળે તો એનાં તમામ કાર્યો સિદ્ધ થાય… પ્રયાણ પ્રસંગે જો કૂતરૂ જમણી તરફ રમતું જણાય તો લાભ વિજય મળે. કલ્યાણ થાય. અનાજના ભરેલા કોથળા ઉપર મુતરતું અને જતું કૂતરુ’, જણાય તો લાભ થાય માર્ગ માથે માથું કે કાન ખજવાળતું ફૂતરું મળે તો સુખકર ગણાય છે. ઊંચા દેવળ પર જઈને કૂતરું મુતરે કે ચાલતું ચાલતું મુતરતું નજરે પડે તો સુખકર, લાભદાયી અને વિજય અપાવે , ગમન સમયે જમણી તરફ પથ્થર કે આટલા ઉપર બેઠેલું કે સૂતેલું, દિવસે સ્મશાનમાં બેઠેલું કૂતરૂ નજરે પડે તો મહાઅનિષ્ટકારક મનાય છે. શાસ્ત્રો કહે છે કે આવા અપશુક્રને , પ્રયાણ નહિ કરવું જોઈએ. મુસાફરી વખતે જો કૂતરાનું ટોળું સામું મળે તો મુસાફર જે ગામ જવાનો વિચાર કરતો હોય એ ગામ ઉપર અનિષ્ટના ઓળા ઊતરી આવે છે, અથવા પ્રતિષ્ઠિત માનર્વીનું મૃત્યુ થાય છે. મુસાફરને કાદવ કીચડથી ખરડાયલાં, ખાડાં સૂંઘતાંકે સંભોગ કરતા કૂતરા સામા મળે તો તે અત્યંત હાનિકારક બની રહે છે.

શકુનપ્રદ્દીપ શાસ્ત્રમાં ફૂતરાનાં શુકનઅપશુકન

‘શકુનવિજ્ઞાન’માં શ્રી હીરાલાલં દુગડે આમ લખ્યું છે:

દક્ષિણ ચરણહિ શ્વાન. દક્ષિણ અંગ ખુજાવહીં;

નયન કુખકર કાન, રુદ્વિવૃદ્વિ જય સુખ કરે (૧૩)

શ્વાન દાહિને ચરણ તે, ખુરેજુ ખાજનીજ શીશ;

હાનિ લાભ કૃતિ ઉદરસુખ, કંઠ ગુદા ઘન દીસ (૧૪)

હૃદય બંધ આદર અધિકાર અધર નાયિકા મહા સુખકર

પીઠ સુહાવન લાભ હજાર ઠોડી શુભ જરા હોય અધિકાર (૧૫)

જો ઈન અંગહિ શ્વાન, ખુણદી ખાજ પદ તામસો;

તો ફલ અશુભ બખાન, ગમન નિષેધક અપશુકન … (૧૬)

ગમન સમય જો માન નિજ ફરફચઈ હૈ કાન;

મહાઅશુભ શુભ કાયકો, શકુનશાસ્ત્ર બખાન (૧૭)

મુસાફરને યાત્રા સમયે જો કૂતરૂ જમણા પગથી પોતાનું જમણું અંગ, આંખ , કૂખ, હાથ, કાન ખજવાળે તો ઘનની વૃદ્ધિ થાય, યશ અને સુખની પ્રાપ્તિ થાય એ સમયે જો કૂતરું માથું ખજવાળે તો રાજ્ય લાભ થાય. પેટ ખજવાળે તો સુખ મળેન્ ગળું, કે ગુદા ખજવાળે તો ધન મળે. પેટ અને ખભો ખજવાળે તો ખૂબ જ આદર અને માનપાન મળે. હોઠ અને કાન ખજવાળે તો ઉત્તમ પ્રકારની સવારી પ્રાપ્ત થાય. અથવા અત્યંત લાભ થાય . ઠોડી ખજવાળે તો અપાર સુયશ મળે . આ બધાં અંગો જો કૂતરું ડાબા પગથી ખજવાળે તો યાત્રિકને એનું અશુભ ફળ મળે છે. મુસાફરી વખતે ક્યા કાન કરે (કઘ્ન ફફ્ડાવે) તો એ વખતે મહાન અપશુકન મનાય છે. જો એ વખતે કૂતરું ધૂજતું કે ધૂજતું હોય, બીજા કૂતરા સાથે લડતું હોય, અથવા જમીન પર આળોટતું હોય તો એ નિશ્ચતપણે અપશુકનરૂપ ગણાય છે. એ અપશુકને જવાથી હરગિજ કાર્યની સિદ્ધિ થતી નથી…

બૃહતસંહિંતામાં શ્વાનનાં શુકન અપશુકન

ભારતના મહાન જ્વોતિષાચાર્ય અને અનુભૂત ગ્રંથોના સર્જક વરાહમિહિરાચાર્ય બૃહત્સંહિતાના નેવ્યાસીમા “શ્વચક્ર નામના અધ્યાયમાં કૂતરાના શુકનઅપશુકનનું વિશદ્ વર્ણન આપ્યું છે જે અત્યંત રસપ્રદ છે

(૧) સૂર્ય અસ્ત પામવાના જો કૂતરૂ પશ્ચિયાભિમુખ ઊભું રહે તો ખેડૂતોને ભય ઉત્પન્ન થાય છે. પ્રદોષ સમયે વાયવ્ય ખૂણામાં ઊભું રહીને રડે તો વાવંટોળ અને ચોંરોનો ભય પેદા થાય છે અર્ધી રાતે ઉત્તર તરફ મોં કરીને રડે તો બ્રાહ્મણોને પીડા ઉપજાવે છે તથા ગામની ગાયો ચોરાવાનો ભય રહે છે. રાતવરતનું કૂતરૂ ઈશાન મભિમુખ ર્મો કરીને રહે તો કુંવારી કન્યાને કલંકિત કરે છે. સ્ત્રીઓને ગર્ભપાત અને અગ્નિનો ભય કરાવે છે.

(૨) પૂર્વ દિશામાં સૂર્યોદય સમયે એક કૂતરું કે ગામના ઘર્ણાબઘાં કૂતરાં ઉગમણી દિશામાં મોં કરીને રડારોળ કરે તો એ પ્રદેશ દેશ પર બીજા રાજાનું અધિપત્ય આવવાનું સૂચવે છે. અગ્નિ ખૂણામાં ઊભેલો કુતરો સુર્યાભિમુખ રહે તો ચોર અને અગ્નિનો ઉપદ્રવ વાય છે. ખરા બપોરે આકાશ તરફ તાકીને જો કૂતરૂ રડે તો અગ્નિ અને મૃત્યુનો ભય એ. છે. આની બપોરે રડે તો લડાઈ થાય છે. લોહીની નદીઓ વહે છે. ગામ માના નગરની વચમાં ભેગા થઈને ફુતરાં રહે અને અવાજ કરે તો ગાયના ધણીને પાયે કલેશ કર આપત્તિ આવે છે. ધોકાના મારથી રડતું હોય એ રીતે કૂતરૂ રડે, ઠ્હ ઠહ ’ એમ અવાજ કરે કે ગામ આખાના કુતરા ભેગા થઈ દોડાદોડી તો તે નગરની શૂન્યતા અને મૃત્યુભય સૂચવે છે . કૂતરૂ પ્રથમ ગામમાં ૨ડે અને પછી સ્મશાનમાં જઈને રડે તો ગામના મુખ્ય માણસનો નાશ કરે છે. (૩) કુતરો ઘરનાં મધ્યમાં અથવા વાયવય ખૂણામાં અવાજ કરે તો ધાન્ય માટે ભય, ગામના ઝાંપે કે નગરનાં ’ દરવાજામાં ઊભો રહીને અવાજ કરે તો નગરને અને ઇન્દ્રકીલની પારો ઊભો રહી રડવાનો અવાજ કરે તો મંત્રીને મહાપીડા થાય છે. જો કૂતરું પોતાની ખાવાની વસ્તુ હાડકું માંસ, કે રોટલી સંતાડે તો અગ્નિનો ભય આવે છે. કૂતરાની એક આંખ આંસુ ભરેલીકે ઓછી દષ્ટિવાળી હોય અથવા કૂતરું ઓછું ખાતું હોય તો તે કૂતરૂં ઘર આખાને દુ:ખીના દાળિયા કરી મૂકે છે. જો કૂતરો ઘરનાં બારણા પર માથું અને શરીર બહાર રાખી વારંવાર ઘરધણીનીં પત્નીને જોઈ રહે તો એ ગૃહિણી બદચલન હોવાનું સૂચવે છે.

(૪) જો કુતરું ઘરનું લીપણ ઉખાડે તો ઘરમાં સંધિભેદ થાય. કૂતરું ગાયનેં બાંધવાની જગ્યાએ ખાડો ગાળે તો ગાયનું અપહરણ થાય. અનાજ ભરવાની ક્યાયે ખાડો ગાળે તો અનાજ લાભ થાય. જો કૂતરૂ સૂકા હાડકા સાથે ઘરમાં આવે તો ઘરધણીનું મૃત્યુ નિપજાવે છે. શ્વાન જો પથારીમાં બેસીને ભસે તો તેમાં સુનારને માથે ભય ઊભો કરે છે. જો કૂતરો જીભ બહાર કાઢીને હોઠ ચાટતો જણા ય તો જમવા બેસતા માણસના ભોજનમાં વિઘ્ન નાખે છે.

(૫) મુસાફરી પ્રસંગે કૂતરૂ ઈંટનો ઢગલો, છત્ર, શય્યા, ધજા, ચામર, ઘર ફૂલવાળો છોડ, દૂઘવાળા વૃક્ષ, કે છોડના થડમાં હાથી, ઘોડો કે આનો ઉપર પેશાબ કરી તેની સન્મુખ આવે તો કાર્ય સિદ્ધ થાય છે. જો કૂતરૂ લીલા છાણ્પ્ ઉપર પેશાબ કરીને આવે તો મિષ્ટાન મળે. સૂકા લાકડાં ઉપર પેશાબ કરીને આવે તો લાડવા, ગોળ અને અનાજની પ્રાપ્તિ થાય…લાકડું ,પથ્થર કાંટાળા ઝાડ, ઝેરીઝાડ અથવા સ્મશાનર્મા પડેલાં હાડકા ઉપર પેશાબ કરીને કૂતરૂ પગ વડે ફેંદીને મુસાફરની આગળ ચાલવા લાગે તો આ આપત્તિકર અને અતિષ્ટકપ્રક મનાય છે.

(૬) પ્રયાસ વખતે મોંમાં ખાસડું લઈને કૂતરૂ યાત્રિકની આગળ આવે તો કાર્યની સિદ્ધિ થાય છે. જો મોંમાં માંસનો ટુકડો લઇને આવે તો ધનલાભ , તાજું હાડકું લઈને મારે તો શુભકારીં , બળેલું લાકડું કે સુકું માંસ લઈને આવે તો ઉપદ્રવકારી . મનુષ્યનું હાડકું હોય તો જમીન લાભ, વસ્ત્ર કે વલ્કલ હોય તો મૃત્યુ, જૂનો વેલો , ચામડાની દોરી કે બેડી હોય તો યાત્રિક ને બંધનમાં નાંખે છે. મોંમાં વસ્ત્ર લઈને આવતાં કૂતરું આગમન શુભકારી મનાવું છે.

લેખક : જોરાવરસિંહ જાદવ

[ પ્રાચીન ભારતની કલા અને લોકસંસ્કૃતિ ]

જો તમે આવી જ સાહિત્ય રચના , લોકસાહિત્ય , ઇતિહાસ અને ગુજરાતની યશગાથાઓ વાંચવા માંગતા હોય તો આજે નહીં અત્યારે જ અમારા ફેસબુક પેજ ‘ યશગાથા ગુજરાતની ‘ ને લાઈક અને શેર કરજો . અમારી વેબસાઈટ ‘ ‘ યશગાથા ગુજરાતની ‘ ને સબ્સ્ક્રાઇબ કરો અને પ્રકાશિત થતાં લેખ સૌથી પહેલાં મેળવો.

લેખ ગમે તો લાઈક અને શેર કરજો . કોઈ અન્ય પ્રશ્ન કે માહિતી માટે કમેન્ટ કરો . આપનો કિંમતી સમય આપવા બદલ આભારી છીએ .

Leave a Reply