રેશમી રજાઈ

0
79

સૌરાષ્ટ્રના લોકજીવનમા ઘરવપરાશની કલાત્મક ચીજોમાં ચાકળા, ગાલમશુરિંયાની સાથે રજાઈનું સ્થાન ઘણું મહત્ત્વનું છે. ગરીબ ઘરથી માંડીને સુખી ઘર સુધી બધે રજાઈનો બહોળો વપરાશ જોવા મળે છે. શિયાળામાં ટાઢની સામે ઢાલરૂપ બનીને રેશમી રજાઈ માનવીને રક્ષણ આપે છે. શ્રી અનિલ જોષી તેની વ્યુત્પત્તિ નોંધતા લખે છે કે રજાઈ માટે સંસ્કૃતમાં “ઉત્તરચ્છદ” જેવો શબ્દ છે. કન્નડમાં રજાઈને “”હોદિકે કહે છે. મલયાળમમાં રજાઈ માટે “મેતું ” શબ્દ છે. તમિલમાં રજાઈને “મેત્તો” કહે છે, તેલુગુમાં “બોન્ત્ત” શબ્દ છે. ઑડિંયામાં રજાઈને “રજેઈ” કહે છે. અસમિયામાં રજાઈ માટે બે શબ્દો છે . : “નિહા ” અનેં “લે ” બંગાળીમાં “લૅપ” શબ્દ છે. મરાઠીમાં “રજઈ” ઉપરાંત “ગોધડી” શબ્દ પણ વપરાય છે. કાશ્મીરીમાં “લેફ” અને “રજાય” શબ્દો છે. ઉર્દૂમાં રજાઈને “લિહાઈ” પણ કહે છે. હિન્દી. પંજાબી તેમ જ ગુજરાતીમાં “રજાઈ” શબ્દ વપરાય છે.

તમામ જાતિઓમાં જોવા મળતો રજાઈ ;

રજાઈ એટલે રૂનું ઓઢણું. ગોદડાં અને રજાઈમાં થોડો ફેર હોય છે. ગોદડામાં રૂ વઘુ હોઈ તે ભારે અને વજનદાર હોય છે. રજાઈંની લંબાઈ પહોળાઈ ૯૦” × ૫ ” તથા ૧૦૦” × ૬૦” ની હોય છે. તેમાં સામાન્ય રીતે અર્થો કીલો કે કીલો રૂ ભરવામાં આવે છે. તમામ કોમોમાં. વનવગડામાં ભટફનારપ્ ભરનાડ, વણજારા તથા ઑડ લોકોમાં પણ તે વપરાય છે. ભરવાડ લોકો રજાઈને ‘ધડકલી’ના નામે ઓળખે છે .

જૂના વખતમાં નારીઓ સવારનો સંજેરો ઉકેલી મૂકીને બપોરના નવરી પડતી. નવરાશનો ઉપયોગ લોકનારીઇએ ચાકળા. ચંદરતા, તોરણ બનાવવા પાછળ કર્યો તેમ ઘરની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રજાઈઑ પણ બનાવી. સામાન્ય રીતે ઉપરના માપનું કાપડ લઈને અથવા જૂના સાડલા લઈ તેની ખોળ બનાવીને સોટીએ ઝૂડેલું કે પીંજારા પાસે તુનાવેલું રૂ ભરીને તેના પર મોટી સોય વડે દોરપ્ ભરવામાં આવે છે. આ દોરપ્ભરણી પણ એટલી કલાત્મક અને નમણી હોય છે કે આપણને બે ઘડી જોયા જ કરવાનું મન થાય.

રજાઈને જુદા રંગની કિનારી અને એકાદ વેન્ટનો ગોટ પણ મૂકવામાં આવે છે . સુતરાઉ ઉપરાંત રેશમી અને કિનખાબના કાપડમાંથી પણ તે બનાવવામાં આવે છે. એક જ રજાઈમાં વપરાતું વિવિંધરંગી કાપડ અને રંગબેરંગી દોરાની ભાત રજાઈની શોભા સજ્જા વધારનારાં બની રહે છે.

આજેય તમે કોઈ પણ ગામડામાં જાઓ અને લોકનારીનો પટારો ઉઘડાવો તો તમને પાંચસાત રજાઈઓ તો મળવાની જ. સામાન્ય રીતે ભારે રજાઈઓ રોજબરોજ નથી વપરાતી. માત્ર સારા પ્રસંગે જ વપરાય છે. ઘેર ક્યાઈરાજ આવ્યા હોય અગર સસરોજી આણે આવ્યા હોય કે ઘેર બે સારા મહેમાનો આવ્યા હોય તો ખાટલો ઢાળીને ઉપર રજાઈ પાથરવામાં આવે છે.

રજાઈ ભારે અને હલકી બે પ્રકારની થાય છે. ભારે રજાઈ શિયાળે-ચોમાસે ઓઢવાના ઉપયોગમાં લેવાય છે, જ્યારે હલકીફૂલ રજાઈ ઉનાળામાં કે વહેલી સવારે મસ્ત ગુલાબી ઠંડી હોય ત્યારે ઑઢવાના ખપમાં લેવાય છે.

વરઘોડિયાનીં પ્રથમ મિલનરાત્રીએ પણ, ખાટલાની પાંગતે કે પલંગ્પ્ ૫૨ રજાઈ જોવા મળે છે. કન્યા પરશીને સાસરે ગયા પછી તેનું માથું વળાવવામાં આવે ત્યારે તેને ગાદલું, કિનખાબનું ઓશીકું અને અતલસનીં રેશમી રજાઈ પણ આપવામાં આવે છે. આ રજાઈ દ્રારા દીકરી અને જમાઈ સ્વરવતો શિયાળો પસાર કરી દે છે. લોફજીવનમાં કેવી ઉદાત્ત ભાવનાઓ પડેલી છે ! અભ્યાસ કરવામાં આવે તો લોક્રજીવનની આવી ભાવનાઓ સાથે લોક સંસ્કૃતિનાં અનેક પ્રતીકો પર નવો પ્રકાશ પાડી શકાય.

ગાડલિયા છાશ, વણજારા અને ડફેર કોમની નારીઓ રંગબેરંગી કાપડના ટુકડા લઈને તેને સાંધીને સુંદર મજાની ભાત ઉપસાવીંને રજાઈ તૈયાર કરે છે. તેમની રંગની મેળવણી અને દોરાનું ભરત આપણને આશ્ચર્યમુગ્ધ કરે તેવું હોય છે. ખાસ કરીને આ કોમી વનવગડામાં ભટકનારી કોમી છે. તેઓ જ્યાં પડાવ નાખે ત્યાં ખાટલો ઢાળીને ઉપર રંગીન રજાઈ પાથરે છે તે પછી તેના ૫૨ બેસે છે.

ભાલ કે કચ્છ કાઠિયાવાડમાં તમે ઉનાળામાં જાઓ તો બપોરે ડેલી, ખડકી કે બજારે ખાટલા નાખીને લોકો આડા પડખે થયેલા જોવા મળશે. ઉનાળામાં ગરમીના કારણે ગાદલાં ખૂબ ગરમ થઈ જાય છે તેથી લોકો ખાટલા ૫૨ ગાદલાં ન નાખતાં રજાઈઓ પાથરીને આરામ્પ્થી સૂએ છે . લૂ વાતી હોય ત્યારે પણ રજાઈ ગરમ આ નથી, પરિણામે શિયાળે તેમ જ ઉનાળે ઉપયોગમાં લેવામાં આવે છે.

© લોકજીવનનાં મોતી

  • જોરાવસરસિંહ જાદવ
જો તમે આવી જ સાહિત્ય રચના , લોકસાહિત્ય , ઇતિહાસ અને ગુજરાતની યશગાથાઓ વાંચવા માંગતા હોય તો આજે નહીં અત્યારે જ અમારા ફેસબુક પેજ ‘ યશગાથા ગુજરાતની ‘ ને લાઈક અને શેર કરજો . અમારી વેબસાઈટ ‘ ‘ યશગાથા ગુજરાતની ‘ ને સબ્સ્ક્રાઇબ કરો અને પ્રકાશિત થતાં લેખ સૌથી પહેલાં મેળવો.

લેખ ગમે તો લાઈક અને શેર કરજો . કોઈ અન્ય પ્રશ્ન કે માહિતી માટે કમેન્ટ કરો . આપનો કિંમતી સમય આપવા બદલ આભારી છીએ .

Leave a Reply