મિસ્રની સભ્યતા : સમય નિર્ધારણ અને અધ્યનના સ્ત્રોત

0
39

મિસ્રની સભ્યતા : સમય નિર્ધારણ અને અધ્યનના સ્ત્રોત
આ મિસ્ર ની સભ્યતા વિશે જાણવું હોય તો એના માટે કેટલાક અધ્યયન સ્ત્રોત અને તેના આધારે તેના સમયની નિર્ધારણની કેટલીક વાત કરીએ.
પેરી નામ ના ઇતિહાસકાર લખે છે કે મિસ્ર ની સભ્યતા વિશ્વની ખૂબ જ પ્રાચીન સભ્યતા છે. તેનાથી આગળ તે લખે છે કે પૃથ્વી પર મિસ્રમાં જ સર્વપ્રથમ સભ્યતાનો વિકાસ થયો અને તેના પછી જ ત્યાંથી જ દુનિયાના અન્ય ભાગોમાં સભ્યતા આગળ વધી. મોટા ભાગના ઇતિહાસકાર તેના આ મતને સાચો નથી માનતા . જે મહદ અંશે સાચું પણ છે. તો પણ બધા ઇતિહાસકારોનો એક મત છે કે પશ્ચિમી દેશોમાં મિશ્રણ સભ્યતાના સૌથી પ્રાચીન છે ઇતિહાસકાર જે સિરિયલ ના મત અનુસાર ત્રણ હજાર વર્ષ ઇ. પૂર્વ થી લઈને બે હજાર ઇ.પૂ . સુધીના સમયગાળામાં આ સભ્યતાને પોતાની અસર ફેલાવવા આફ્રિકા અને પૂર્વ મધ્ય સાગર પ્રદેશોમાં સર્વાધિક સફળતા મળી હતી.

મોટા ભાગના ઇતિહાસકારોનું માનવું છે કે જે સમયે પૂર્વમાં ચીન અને ભારતમાં સભ્યતાઓ નો વિકાસ થઇ રહ્યો હતો તે જ સમયે મિસ્ર અને મેસોપોટેમીયાની સભ્યતા નો પણ વિકાસ થઈ રહ્યો હતો. એક બાબત નિર્વિવાદ છે કે મિશ્રણ સભ્યતા વિશ્વની પ્રાચીનતમ સભ્યતાઓમાની એક છે.
માહિતીના સંદર્ભ સ્ત્રોત
વિશ્વના ઇતિહાસ જાણવા માટે કેટલાક મહત્વના સંદર્ભ સ્ત્રોત આ મુજબ જણાવી શકાય છે.
( ૧ ) પુરાતાત્વિક સાક્ષ્ય
મિસ્રનો ઇતિહાસ તેનાં લક્સર નામનાં શહેરના વિશાળ મંદિર અને મૂર્તિઓ તથા કાહિરા નજીકમાં આવેલા ગીઝાનો પિરામિડ મુખ્ય સાધન છે.
( ૨ ) સાહિત્યક સ્ત્રોત
ઇતિહાસકારોનું માનવું છે કે મિસ્રવાસી કવિતા પ્રત્યે ખૂબ જ લગાવ ધરાવતા હતા. તે કવિતાઓ પર અત્યાધિકતર પ્રેમ રાખતા હતા. તેમણે અનેક કાગળ અને તામ્રપત્ર પર લખાણ લખેલું છે. આ સંગ્રહિત સાહિત્ય માંથી મિસ્ર ના પ્રાચી ઇતિહાસ વિશે જાણી શકાય છે. લખેલો છે.
( ૩ ) લેખક અને ઇતિહાસકાર
ઘણા બધા લેખક અને ઇતિહાસકારોએ આ વિષયમાં અથાક પ્રયત્ન કર્યા છે દુનિયાને મેં જે કંઈ પણ અનુભવ થયો અને તે જે કોઈ નિર્ણય પર પહોંચ્યા પ્રાચીન મિશ્રણ સભ્યતા ખૂબ જ મહત્વપૂર્ણ સ્ત્રોત છે.
કેટલાક મુખ્ય યોગદાન જોઈએ .
શામ્પોલ્યો  આ ફ્રાંસીસી વિદ્વાને ૨૦ વર્ષ સુધી અથાક મહેનત કરીને રોસેટા પથ્થર પર અંકિત શિલાલેખની લિપિ ઉકેલવામાં સફળતા મેળવી હતી. આ શિલાલેખમાં ત્રણ ભાષાઓમાં લેખ લખેલા હતાં . જેમાં યુનાની ભાષા ,  મિસ્ત્રની સાધારણ ભાષા અને ચિત્રલિપિ . તેના સિવાય થોમસ યંગ અને અકેટ બ્લાદ  પણ મિસ્રની ભાષા વાંચવામાં સફળ રહયા હતા .
હાવર્ડ કાર્ટર     આ ઇતિહાસકારે ઇ.સ.૧૯૨૨ માં  સમ્રાટ તૂતાખામેનનાં પિરામિડના એક ગુપ્ત દ્વાર જેની મદદથી પ્રાચીન મિસ્રની સભ્યતા અને સંસ્કૃતિ વિષે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી મળી હતી.
નેપોલિયન બોનાપાર્ટ   હવે આ નામથી તો કોણ અજાણ હશે . તેણે મિસ્ર ઓર હુમલો કર્યો ત્યારે તેને નાઇલ નદીના મુખ પર રોસેટા નામના સ્થાન પર એક પ્રસ્તર શિલાલેખ મળી આવેલ જે 12 મીટર લાંબો અને 70 સેમી જેટલોપહોળો હતો. તેની મદદથી મિસ્રના ટોલેમી રાજાના શાસન કાળના વિષયમાં ખૂબ જ વિશેષ માહિતી મળી હતી. આ શિલાલેખ ને  બોનાપાર્ટ પોતાની સાથે પેરેસ લઇ ગયો હતો. આજે પણ આ શિલાલેખ પેરિસના સંગ્રહાલયમાં જ્યો જોઈ શકાય છે .
મેનેથો  યુનાની સમ્રાટ ટોલેમી ના દરબાર માં આ ભાઈ   શાહી ઇતિહાસકાર નો હોદ્દો પર  કાર્યરત હતાં .  જેણે મિસ્ર ના  લગભગ દરેક પ્રમુખ રાજાઓની વંશાવળી બનાવી હતી. દુર્ભાગ્યે એની અડધી સુચી નષ્ટ થઈ ગઈ હતી .પરંતુ ડીજે મળી આવે છે તેની મદદથી મિસ્રના ઈતિહાસને જાણવાં મહત્વપુર્ણ મદદ મળે છે.
હેરોડોટ્સ અને ડાયોડોટ્સ 
    હેરોડોટ્સ યુનાની તથા ડાયોડોરસ રોમન ઇતિહાસકાર હતો. એ બંને ના આધાર મેનેથોએ મિસ્રના ઇતિહાસ  વિષે લખેલું છે . જોકે તેમાં સત્યની સાથે કલ્પનાના છે.  એમના પર પૂર્ણ વિશ્વાસ કરી શકાય તેમ નથી , તો પણ આ  ઇતિહાસકારોનું વર્ણન  મિસ્ર ના ઈતિહાસને જાણવામાં ખૂબ જ ઉપયોગી બને છે.

Leave a Reply