મિસ્રની સભ્યતા : પરિચય

0
33


વિશ્વની પ્રાચીન સભ્યતાઓમાં મિસ્રની સભ્યતાનો સમાવેશ થાય છે . સભ્યતા ઉત્તરી આફ્રિકા ના ક્ષેત્રમાં નાઇલ નદીના ક્ષેત્રમાં વિકસી હતી. એક મિસ્ર કહેવત અનુસાર એવું કહેવાય છે કે , ‘ મિસ્ર એ ભૂમિ છે જેનું સિંચન નાઇલ કરે છે ને તેનું પાણી પીનારા લોકોને મિસ્રી લોકો કહેવામાં આવે છે. પ્રાચીન મિસ્ર ના લોકો નાઇલ નદી ને અસીમ શ્રદ્ધા સાથે પૂજતા હતાં . જાણે કોઈ દેવી હોય એમ ! નાઇલ નદીનું ત્યાં ખૂબ જ મહત્વ હતું.નાઇલ નદીનું મહત્વ એટલું બધું કે આખી પ્રાચીન મિસ્ર ની સભ્યતા ને જ નાઇલ નદીની દેન કહેવામાં આવે છે.
પ્રાચી મિસ્ર સભ્યતા એક ખેતીપ્રધાન સભ્યતા હતી. નાઇલ નદીના ઉપજાઉ મેદાનમાં આ સભ્યતા પાંગરી હતી . નાઇલ નદીના પુરથી આ જમીન ફળદ્રુપ બનતી હતી. ઇતિહાસ કારોની વાત માનીએ તો દર વર્ષે લગભગ દર ત્રણ મહિના માટે ઉનાળાના ( ગ્રીષ્મમાં ) સમયમાં પુર આવતા હતા. આ સમયે ઉપજાઉ માટી નદીના કિનારે જામી જતી ને આ જ જમીનમાં ખેતી થતી . ઇતિહાસકાર જૉજ એલેન ત્યાં સુધી કહે છે કે મિસ્ર ની સમૃદ્ધિ ને સપન્નતા આ નદી પર જ આધારિત હતી. માનો કે મિસ્ર દેશને મળેલું કોઈ વરદાન ! ડેવિડ નામના વિશ્વ વિખ્યાત ઇતિહાસકાર નું પણ કંઈક આવું જ કહેવું છે . એ કહે છે કે નાઇલ નદી બધા યુગમાં મિસ્ર વાસીઓના જીવન અને તેમની સંપન્નતા નું સાધન રહી છે . આ નદીનાં કારણે જ આ રણપ્રદેશ ( ! ) હર્યોભર્યો રહ્યો હતો. સદા હરિયાળી છવાયેલી રહેતી હતી. ત્યાંના નિવાસી તો આ નદીની ઉપાસના કરતા હતા . જે એચ બેસ્ટેડ અનુસાર નાઇલ આપણા માટે વિશાળ ઐતિહાસિક ગ્રંથ છે . જેના કારણે આપણે બર્બર અસભ્યતા થી માંડી સભ્યતા સુધી ના માનવીના પ્રથમ ઉત્થાન નું જ્ઞાન મળે છે ! જોકે આ થોડું વધુ પડતું નિવેદન છે કેમકે પાંચ હજાર જૂની સભ્યતા ની સામે ભારતીય સભ્યતા આદિ કાળથી અસ્તિત્વ ધરાવે છે ! જેનું અધ્યયન એ ગોરા લોકો કરતા નથી કે આપણા દેશમાં રહેલા કાળા અંગ્રેજ કરવા કે થવા દેતા નથી. !!
આગળ જોઈએ . યુનાની હેરોડોટસ મિસ્ર ને નાઇલ નદીનું વરદાન કહે છે. બીજા ઘણાં ઇતિહાસકારો એના વિશે અહોભાવ રજૂ કરી ગયા છે. જે બધાની એક વાત સમાન છે કે આ સભ્યતા વિશે હજુ પણ સંશોધન બાકી છે .
જાણીએ મિસ્ર ની સભ્યતા ને !
સભ્યતાના વિકાસ માટે યોગ્ય પરિસ્થિતિઓ

વિશ્વની અન્ય પ્રાચીન સભ્યતાઓ ની જેમ મિશ્ર પણ એક પ્રાચીન સભ્યતા છે એ આપણે આગળ જોઈ ગયા .હવે આગળ જોઈએ . કરી આફ્રિકા મહાદ્વિપ ના પૂર્વ ભાગમાં નાઈલ નદીની ઘાટીમાં મિસ્ર દેશ આવેલો છે જેને આજે ઇજિપ્તના નામે પણ ઓળખવામાં આવે છે . નાઈલ નદી પોતાના ઉદ્ગમ સ્થાનથી લઇને જ્યાં સમુદ્રને મળે છે ત્યાં સુધી લગભગ 2450 માઈલ જેટલી લાંબી છે પરંતુ તે ઘણા બધા વળાંક લેતી લગભગ ૪૦૦૦ માઈલ સુધીની લાંબી સફર કરે છે. તેની ઉત્તરમાં ભૂમધ્ય સાગર , પશ્ચિમમાં સહારાનું રેગિસ્તાન , દક્ષિણમાં ગાઢ જંગલો અને પૂર્વમાં લાલ સાગર નો વિસ્તાર આવેલો છે. તે સમયે તેની જન સંખ્યા લગભગ ૨૦ કરોડ જેટલી હતી . આજથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલા આખા વિશ્વના સર્વશ્રેષ્ઠ બંદરગાહ એટલે કે બંદર મિસ્ર ના બંદરગાહ માનવામાં આવતા હતા. નાઇલ નદીના મુખ પર વિશ્વની સૌથી ઉત્તમ કપાસનું ઉત્પાદન થતું હતું . જે સભ્યતાનો વિકાસ માટે ખૂબ જ અનુકૂળ હતી અને આજે પણ છે આ સંદર્ભમાં કેટલાક ઇતિહાસકાર કહે છે કે ભૌગોલિક પ્રભાવના કારણે મિસ્ર નો ઈતિહાસ ઓછો ખંડિત છે અને ત્યાંના લોકોનું લોહી બીજા દેશો જેટલું મિશ્રિત નથી.કેમકે આ દેશ દેશ અંદરથી બંધ હતો . અનુકૂળ પરિસ્થિતિના કારણે ધીમે ધીમે જનસંખ્યામાં વૃદ્ધિ થઈ અને સભ્યતાનો વિકાસ થયો. સિકંદરિયા , કૈરો , મેમ્ફીસ ત્યાંના પ્રખ્યાત નગર હતા, જે નાઇલ નદીના કિનારે આવેલા છે. તેની સાબિતી આ નગરોના આજે પણ ઉભા રહેલા ખંડેરો છે. ઇતિહાસકારનું માનવું છે એ નાઇલ નદીના કિનારે મીઠાના ઢગલાઓ ની અંદર પણ ઘણા બધા અવશેષો સંગ્રહેલા છે જે તેનો ઇતિહાસ કહે છે . વિશ્વની કોઈ પણ મહાન સભ્યતાના ભૌતિક અવશેષોને સંભાળીને રાખવા કુદરતે આના જેટલું યોગદાન બીજી એકેય સભ્યતામાં આપ્યું નથી.

Leave a Reply