ભારતનું બંધારણ

0
114

આપણાં દેશમાં જ્યારે વર્લ્ડ કપની ફાઇનલ હોય ત્યારે લગભગ બધાં ઘરમાં ‘ બધા ‘ ટીવી સામે ચીપકી જતાં હોય છે . કેમકે આ રમત અનૌપચારિક રીતે આપણા દેશમાં રાષ્ટ્રીય રમત ગણાય છે. હદ બારનું ગાંડપણ આ રમત પાછળ ભારતના લોકો દાખવે છે. પણ આજે આપણે એ ક્રિકેટ ( આજે એક મોટો વ્યવસાય ! કડવું પણ સત્ય વાક્ય !) ની રમતની વાત નથી કરવાના . બસ આડકતરી રીતે તેનાં આધારે આપણાં દેશની જ વાત કરવાના છીએ . તો આ જે ક્રિકેટ રમાય છે એનાં માટે પણ નિયમ બનાવેલા હોય છે. જેના આધારે એ પુરી રમતનું આયોજન કરવામાં આવે છે. અને હકીકતમાં તો કોઈપણ કામ પછી તે ગમે તે હોય તેનાં માટે આયોજન અને નિયમો હોય છે. નિયમો ઘણીવાર આયોજન તરીકે પણ ગણી લેવામાં આવતાં હોય છે. હવે જરા વિચારો કે જો આપણાં જીવનના રોજના કામ માટે જો આયોજન અને નિયમો જરૂરી હોય તો આપણા આ ભારત જેવા વિશાળ દેશને ચલાવવા કેટકેટલા નિયમો અને આયોજન જોઈએ . આજે આપણે એ આયોજન અને નિયમોની વાત કરવાના છીએ જેની મદદથી અને જેનાં આધારે આપણા ભારત દેશને ચલાવવામાં આવી રહ્યો છે. હવે ક્રિકેટ જેવી રમત માટે તો તેનાં નિયમો હોય ઓન ભારત જેવા દેશ માટે તો આ નિયમોનો આખો એક ગ્રંથ હોય છે જેમાં તેનો વહીવટ કરવા માટે નિયમો હોય છે જેને સામન્ય ભાષમાં જે તે દેશનું ‘ બંધારણ ‘ હોય છે. કોઈપણ દેશ બંધારણ વિના ચાલી ન શકે કે એને ચલાવી ન શકાય ! પછી બંધારણ લેખિત રૂપે હોય એ જરૂરી નથી . એ લેખિત કે અલિખિત રૂપે હોઈ શકે ! પણ નિયમ હોય એ પાકું !

તો આજે આપણે આપણા ભારત દેશના બંધારણ વિશે સમજવાના છીએ. પાઠનું નામ છે ‘ ભારતનું બંધારણ ! ‘

સૌ પેહલા પાઠનું નામ ! ભારતનું બંધારણ ! મતલબ ભારત દેશનો વહીવટ ચલાવવા માટે , તેને આગળ વધારવા માટેનાં નિયમોનું લેખિત સ્વરૂપ તે આપણું બંધારણ ! આ બંધારણમાં દેશનો વહીવટ કેમ ચલાવવો , કેવા કાયદા બનવાવા , એ કાયદા નું પાલન કઈ રીતે કરાવવું , કઈ રીતે ખરડો પસાર કરવો , કોને કયો હક ને કઈ ફરજ એ તમામ બાબતોનું સંકલન એટલે આપણું બંધારણ !

તો ચાલો શરૂ કરીએ .

બંધારણ : કોઈપણ દેશને ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના સંગ્રહ ને બંધારણ કહેવામાં આવે છે. આગળ કહ્યું તેમ તે લેખિત કે અલિખિત સ્વરૂપે હોઈ શકે છે. આપણા બંધારણ પણ આવું જ છે જે લેખિત સ્વરૂપે છે. જેની શરૂઆત આમુખ થી થાય છે.

હવે પ્રશ્ન એ કે બંધારણ છે તો એનો અર્થ એ કે એને બનાવવામાં આવ્યું હશે..કેમકે આકાશમાંથી તો કઈ એ લેખિત સ્વરૂપનું પુસ્તક આવે નહિ . તો સમજી લઈએ કે આપણું

બંધારણ બન્યું કઈ રીતે ?

સૌથી પહેલાં તો એ જાણી લો કે દેશ વિકાસ પામશે કે ખાડે જશે એનો આધાર એનાં બંધારણ પર હોય છે કેમકે એનાં આધારે જ આયોજન , કાયદા , નિયમ બને છે જે પ્રજા પર લાગુ કરવામાં આવે છે . પછી એ મુજબ જ કાર્ય થયા કરે ને એ મુજબ જ ફળ પણ મળે..

આપણા દેશનું બંધારણ આપણો દેશ 15 ઓગસ્ટ , 1947 નાં દિવસે આઝાદ ( આઝાદ નહીં પણ સત્તાનું હસ્તાતરણ થયું એમ વાંચવું . કેમકે આઝાદી જો ખરેખર આપણે મેળવી હોત તો આપણી સામે કોઈ શરત રાખી શકાય ન હોત . પણ અંગ્રેજોની શરત માનવામાં આવી પછી આપણને આઝાદ કરવામાં આવ્યા અને એ પણ કેટલીક ખૂબ જ વસમી શરતો માન્યા બાદ , જેમાં :

1. આઝાદી બાદ પણ દેશનો ગવર્નર માઉન્ટ બેટન હશે..

2. દેશની આઝાદી વધે એ માટે ( ? ) દેશનાં બે ભાગ પાડવામાં આવશે. ભારત અને પાકિસ્તાન .

3. અંગેજોની દ્રષ્ટિએ જોતા લોકોને જ સત્તા આપવામાં આવશે.

4 . દેશની સેનાનો વડો પણ માઉન્ટ બેટન જ હશે. વગેરે ….).

થયો ત્યારે આ દેશમાં કોઈ કાયદો કે બંધારણ હતું જ નહિ. સાથે સાથે એ પણ જાણી લો કે આઝાદીનો દિવસ કોઈ પર્વ નોહતું. લોકો ખુશી મનાવી નોહતા શક્યા . પણ આ દિવસ એક કાળરાત્રી હતો જે દિવસે પંજાબ , અમૃતસર , લાહોર , ઉત્તર પ્રદેશ , જલંધર જેવા અનેક સ્થળોએ માનવતા ની હોળી થઈ રહી હતી . 11 કરોડ હિંદુઓને એ જગ્યાએથી પોતાની માલ મિલકત બધું છોડી માત્ર પહેરેલ કપડે ભાગવું પડ્યું જ્યા મુસ્લિમની વસ્તી 3 કરોડથી વધુ નોહતી . ભયાનક કત્લેઆમ થઈ . લાખો લોકોની હત્યા થઈ , બહેન દીકરીઓ અને સ્ત્રીઓ પર બળાત્કાર કરવામાં આવ્યા….જેનું વર્ણન ન થઈ શકે એવો હત્યાકાંડ થયો.

વાત વિષયથી અલગ થઈ ગઈ પણ આ વિશે ઘણું કહી શકાય એમ છે પણ એ ફરી ક્યારેક .
આપણે વાત કરતા હતા બંધારણ ની ! ને આ રીતે આપણને આઝાદી આપવમાં આવી . હવે પ્રશ્ન હતો કે દેશ આઝાદ થયો પણ હવે એનાં નીતિનિયમો બનાવવા આવશ્યક હતા . આથી આ નિયમો – બંધારણ માટે એક કમિટી બનાવાઈ – જેને બંધારણસભા કહેવામાં આવે છે – જેણે આપણાં દેશનું બંધારણ બનાવ્યું . ( ? )

હવે આપણા દેશનું બંધારણ લોકતંત્ર , , ધર્મ નિરપેક્ષતા , સમાજવાદ , અખંડિતતા અને બિનસાંપ્રદાયિકતા જેવા રાષ્ટ્રીય મૂલ્યોને આધાર બનાવી બનાવવામાં આવ્યું .

આ બંધારણ સભામાં દેશના ટોચના બૌદ્ધિકો હતા . જેમાં જવાહરલાલ નહેરુ , ડૉ રાજેન્દ્ર પ્રસાદ , સરદાર પટેલ , મૌલાના અબુલ કલામ આઝાદ , શયામપ્રસાદ મુખર્જી , સરદાર બળદેવ સિંહ જેવા નેતાઓ હતાં . જેમણે માર્ગદર્શન આપ્યું . ફ્રેન્ચ એંથોની અને એચ પી મોદી એ પણ પ્રતિનિધિત્વ કર્યું . અલ્લાદી કૃષ્ણસ્વામી , ડૉ ભીમરાવ આંબેડકર , કનૈયાલાલ માણેકલાક મુનશી જેવા બંધારણ ના વિશેષજ્ઞો પણ તેના સભ્યો હતાં. સરોજિની નાયડુ અને વિજયલક્ષ્મી પંડિત જેવા મહિલા સભ્યો હતાં .

ડૉ ભીમરાવ આંબેડકર આ બંધારણ સભાના અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા . બંધારણ નો ખડરો બનાવવા માટે ખરડા સમિતિ બનાવવામાં આવી , જેનાં અધ્યક્ષ પણ ડૉ ભીમરાવ આંબેડકર હતાં. બંધારણ સભાની 2 વર્ષ , 11 મહિના અને 18 દિવસમાં 166 બેઠક થઈ. તૈયાર થયેલાં ખરડાને 26 નવેમ્બર 1949 ના દિવસે બંધારણને બંધારણ સભાએ મંજૂરી આપી . જે 26 મી જાન્યુઆરી , 1950 થી પુરા દેશમાં અમલમાં આવ્યું.

[ આ માહિતી પરીક્ષામાં નહીં પુછાય…માટે પાકી ન કરવી પણ એક ભારતીય તરીકે સમજજો જરૂર . હવે એક આડવાત પણ જાણવા જેવી વાત . આ બંધારણ સભાએ જે બંધારણ અમલમાં મુક્યુ એ બંધારણ ના નિયમોનો આધાર શું ? તો જાણી લો કે 1935 માં અંગ્રેજોએ ભારતને વધુ 1000 વર્ષ સુધી ગુલામ બનાવી રાખવા માટે એક અધિનિયમ લાવેલા . જેમે ઇન્ડિયન પીનલ કોડ ( આઈપીસી ) લાવેલા . હા…ફિલ્મ માં તમે ઘણી વાર સાંભળ્યું હશે ..આઈપીસી કી ધારા 302 કે તહત અપરાધી કો ફાંસી કી સજા ડી જાતિ હૈ . હા …આ એ જ આપીસી….

બંધારણ માં આ જ આપીસી ને આધાર બનાવી બંધારણ લખવામાં આવ્યું! હા….આ જ સત્ય છે. ભારતને ગુલામ બનાવવા વાળા કાયદા જ આખરે આપણાં બંધારણમાં લખવામાં આવ્યા . અંગ્રેજીએ આયર્લેન્ડ ને પણ આ જ રીતે ગુલામ બનાવવા માટે ત્યાં પણ આવો જ અધિનિયમ લાવેલા. કહો કે આ જ નિયમો ….હવે અચરજની વાત એ કે આયર્લેન્ડ ના બંધારણ અને ભારતના બંધારણ બન્ને સાથે રાખો તો તમને દેખાય કે ભારતનું જે બંધારણ લખાયું તે અનેઆયર્લેન્ડ નું બંધારણ…બેય વચ્ચે અલ્પવિરામ ને પૂર્ણ વિરામ નો પણ ફરક નથી. ટૂંકમાં અંગ્રેજોના જ નિયમોના આધારે આ બંધારણ રચવામાં આવ્યું . વિશ્વાસ ન આવતો હોય તો આજના કાયદા અને અંગ્રેજોના કાયદા ની વાત કરતો લેખ આગાઉ થી જ પ્રકાશિત છે. અહીં વાંચો…

◆ આઝાદીની સાચી હકીકત ◆

હવે આપણે પાઠમાં પરત જઈએ. હવે તમને થાય કે બંધારણ ની જરૂર શું છે. ? તો એ તો અતિઅવશ્યક છે. બંધારણ વિના દેશનું શાસન કઈ રીતે ચાલે ? લોકોના વર્તન ને કઈ રીતે કાબુમાં રાખી શકાય ? બંધારણથી દેશના ઉદ્દશો સિદ્ધ થાય છે. લોકતંત્ર માં લોકોના હાથમાં સત્તા રહે …નેતાઓ સત્તા હાથમાં આવતા સ્વંછદ ન બની જાય એ માટેના પણ કાયદા છે ..એ માટેની જોગવાઈઓ પણ બંધારણ માં છે જે ખૂબ જ આવશ્યક છે. ટૂંકમાં બંધારણ એ મૂળભૂત આધાર છે કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે !

ભારતના બંધારણ ની મુખ્ય વિશેષતાઓ

લોકશાહી શાસનવ્યવસ્થા

ભારતમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે. ભારતનો કોઈપણ નાગરિક 18 વર્ષ ની ઉંમરે મતદાન કરી શકે છે. ચૂંટણી વગર લોકશાહી ની કલ્પના પણ ન થઈ શકે . ચૂંટણીમાં જીતેલા ઉમેદવાર 5 વર્ષ માટે દેશનું શાસન કરે છે અને એ પણ બંધારણ ના નિયમ મુજબ જ ! ભારતનો કોઈપણ નાગરિક પછી ભલે તે કોઈપણ ધર્મ , જાતિ , વર્ગ , સ્ત્રી , પુરુષ કે સંપ્રદાય નો હોય તે ચૂંટણી માં પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે. દેશમાં તમામ નાગરિકોને કોઇ પણ ધર્મ , સંપ્રદાય , વિચાર , વાણી , અભિવ્યક્તિ ની સ્વતંત્રતા છે. કોઈને પણ એ માટે અટકાવી ન શકાય ! કદાચ ભારત જેટલી સ્વતંત્રતા દુનિયામાં ક્યાંય નથી .

ધર્મનિરપેક્ષતા

ભારતમાં ધર્મ નિરપેક્ષતા છે. દેશના નાગરિકોને કોઈપણ ધર્મ , સંપ્રદાય પાળવાની , માન્યતા પાલવાની આઝાદી દે છે. તેનો પ્રચાર કરવાની પણ સ્વતંત્રતા છે. કેમકે ભારત એ ધર્મ નિરપેક્ષ દેશ છે. કોઈપણ ધર્મ પ્રત્યે ભેદભાવ રાખી શકાતો નથી.

પ્રજાસત્તાક

પ્રજાસતાક એટલે દેશના વડાનું સ્થાન વંશ પરંપરાગત નથી. દેશના કોઈપણ નગરીકને એ લોકોના પ્રત્યક્ષ કે પરોક્ષ સમર્થન દ્વારા જ એ પદ મળે છે. જેમાં લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેની ચૂંટણી કરે છે . રાજયવ્યવસ્થા પ્રજાસતાક છે આથી ભારતના કોઈપણ નાગરિક માટે કોઈપણ ધર્મ , વર્ગ , જાતિ , સ્ત્રી પુરુષ ના ભેદભાવ વગર રાજ્ય શાસનના દ્વાર ખુલા રહે છે.જેને પ્રજા ચૂંટે તે શાસન ચલાવે છે. તે પણ એકલો જ નહીં. પણ બધા ને સાથે રાખી. બહુમતી દ્વારા જ શાસન ચાલે છે.

ધારસભા , કારોબારી અને ન્યાયતંત્ર એ દેશની સરકારના અંગ છે. તેમના સહયોગથી જ વહીવટ ચાલે છે. સંસદ કાયદા ઘડે છે , સરકાર એનો અમલ કરાવે છે ને ન્યાય તંત્ર એ કાયદાનું અર્થઘટન અને ન્યાય આપવાનું કાર્ય કરે છે . જોકે એમાં પણ ઘણા પ્રશ્નો છે જ .

સંઘ રાજ્ય

ભારત એક સંઘ રાજ્ય છે. એટલે કે ઘટક રાજ્ય , કેન્દ્ર શાસિત પ્રદેશનો બનેલો સંઘ જેમાં કાયદો ઘડવાના કેન્દ્રના રાજ્યના અને સયુંકત વિષયો નક્કી થયેલા છે . સંસદ જે કાયદા ઘડે તે પુરા દેશને લાગુ પડે છે.

મૂળભૂત અધિકારો

ભારતનું બંધારણ દેશના નાગરિકોને કેટલાક મૂળભૂત અધિકારો આપે છે. જેમાં બંધારણીય ઇલાજો મુખ્ય છે. ડૉ બાબાસાહેબ આંબેડકર તેને ‘ ભારતીય બંધારણનો આત્મા ‘ કહે છે.

– સમજૂતી : મહેશ ગોહિલ

જો તમે આવી જ સાહિત્ય રચના , લોકસાહિત્ય , ઇતિહાસ અને ગુજરાતની યશગાથાઓ વાંચવા માંગતા હોય તો આજે નહીં અત્યારે જ અમારા ફેસબુક પેજ ‘ યશગાથા ગુજરાતની ‘ ને લાઈક અને શેર કરજો . અમારી વેબસાઈટ ‘ ‘ યશગાથા ગુજરાતની ‘ ને સબ્સ્ક્રાઇબ કરો અને પ્રકાશિત થતાં લેખ સૌથી પહેલાં મેળવો.

લેખ ગમે તો લાઈક અને શેર કરજો . કોઈ અન્ય પ્રશ્ન કે માહિતી માટે કમેન્ટ કરો . આપનો કિંમતી સમય આપવા બદલ આભારી છીએ .

Leave a Reply