બાજઠ અને વરમાંચીની અજાણી વાતો

0
34
“માંડવડે કઈં ઢાળોને બાજોઠી,

કે ફરતી મેલૌને કંકાવટી;

તેડ઼ાવો રે કઈં જાણપરનાં જોષી,

કે આજ મારે લખવી છે કંકોતરી . ”

તમને ભાગ્યે જ એવી ગુજરાતણ મળશે કે જેણે લગ્નપ્રસંગે બાજઠ ઉપર બેસીને પરણવાનો લ્હાવો લીધો ન હોય! સૌરાષ્ટ્ર કચ્છના ગામડાંઓમાં ભાગ્યે જ એવું, ઘર મળશે કે જે ઘરમાં બાજઠ ન હોય. બેઠાપાટનો રૂડોરૂપાળો બાજઠ એના નીજી નમણા રૂપને લઈને લોકજીવનમાં બાજોઠ કે બાજોઠી તરીકે પ્રચલિત થયો છે. લગ્ન પ્રસંગે વરકન્યા ઊંચેરા આસને બેસીને પરણે એ હેતુથી વરમાંચી અને બાજઠનો ઉપયોગ શરૂ થયો હોવાની કલાના કરી શકાય. પરિણામે બાજઠ એ લગ્નપ્રસંગનું એક આગવું પ્રતીક બની રહ્યો છે. લોકહૈયાંઓએ સાજનમહાજન અને મહેમાનોને સદાયે આવકાર્યા છે. જૂના કાળમાં ખુરશી-ટેબલનું રાચરચીલું નહોતું ત્યારે મોંઘેરા મહેમાનોને જમાડવા માટે પણ બાજઠ અપાતી. લાકડામાંથી બનાવાતા આવા બાજઠને લોકકલાના કસબીઓએ આગવાં ઘાટઘડતર અને નયનસોહામણાં જડતર આપ્યાં છે, તેથી બાજઠ સંઘેડિંયા, સુથાર અને સોનીની સહિયારીકળાનું પ્રતીક બની રહ્યો છે. .

‘વર વિનાની જાન હોય તો બાજોઠી વિનાના લગ્ન હોય.’ કુંવારી કન્યાનાં લગ્ન લેવાતાં હોય ત્યારે માંડવે બાજઠની જરૂર પડે જ છે. વરરાજા માટે કાયો કે ગેરૃથી રંગેલી સામાન્ય પ્રકારની વરમાંચી ચાલે પણ યુવાનીના ઉંબરે અલપ-ઝલપ કરતી દીકરી તો રંગત રૂપાળા બાજઠ માથે બેસીને પરણે છે. લગ્નના અવસરે ભલીભાતે શણગારેલા માંડવા હેઠ વરમાંચી મુકાય છે. તેની જોડાજોડ બાજઠ ઢળાય છે. ઉપર લગ્નનું દોબદન (ગોદડું) નાખી એના પર સફેદ કપડું પાથરી પરણાવનાર ગોંર મહારાજ વરઘોડિંયાનેં કુમકુમનો ચાંદલો કરે છે. વરરાજા ચોંરીએ ચડે ત્યારે વરમાંચી ઉપર બેસે છે, અને કન્યા બાજઠ ઉપર આસન લે છે. ચોથા ફેરે વરમાંચીંની જગ્યાએ બાજઠ અને બાજઠની જગ્યાએ વરમાંચી ગોઠવાય છે. આમ બાજઠ વરકન્યાના સંસાર પ્રવેશનુ પણ માધ્યમ બને છે.

લોકજીવનમા બાજઠનો અન્ય ઉપયોગ :

મંદિરોમાં તેમ જ લોક્જીવનમાં ધાર્મિક પ્રસંગે બાજઠનો બહોળો ઉપયોગ થતો જોવા મળે છે. કેટલાંક મંદિરોમાં દેવોની સ્થાપના બાજઠ ઉપર કરવામાં આવે છે. લગ્નપ્રસંગ નિર્વિઘ્ને ઉકેલવા માટે કામના ગણેશની સ્થાપના પણ બાજઠ ઉપર જ થાય છે. આપણાં ઘર્મશાસ્રોમાં દેવદેવીઓના આસનનો નિર્ણય કરવામાં આવેલો છે. તેના પરથી જ બાજઠ જેવા માપ દશાંવતાં આસનપ્રતીકો કદાચ તૈયાર થયાં હોય!

કેટલાંક દેવદેવીઓના પૂજન પ્રસંગે બાજઠ ઉપર વિવિધ દેવદેવીઓના ગુણકર્મ દશાંવનારાં જુદા જુદા રંગનાં કપડાં પાથરી યંત્રો તૈયાર કરવામાં આવે છે. તેથી બાજઠ એ વરિષ્ઠ સ્થાન દશાંવનારૂ પ્રતીક ગણાય છે.

ગામડાઓમાં આજે પણ રાંદલ તેડવાનો રિવાજ છે. આ પ્રસંગે ગામના ગોંર કે રાંદલના ભૂઈ જેને ઘેર રાંદલ તેડવાના હોય ત્યાં જાય છે અને બહુરંગી બાજઠ ઢાળી તેના પર લીલું કપડું પાઘરી ત્રાંબાના બે લોટા લઈ એના માથે નાળિયેરના બે ગોટાના મૂકી એને આંખો લગાડી ઘરેણાંગાંઠાં પહૈરાવી ચૂંદડી ઑઢાડીને રાંદલમાની સ્થાપના કરે છે. બાજઠ ૫૨ ચોખાની ઢગલી કરી સોપારી, પૈસા ઇત્યાદિ મૂકી અખંડ દીવો કરે છે.

આ પ્રસંગે ગોરણીઑ આવીને રાંદલનાં ગીતો ગાય છે. રાંદલનો ભૂઈ માથે ઈઢોણી, લોટો અનેં દીવો મૂકે છે. ગોરણીઓ ગીતો ગાતી ગાત્તી રાંદલનો ઘોડો ખૂદે છે.

વૈશાખ સુદ ચોથને દિવસે ગુજરાતને ગામડે ગામડે ખેડૂતો ગણેશચોથની ઉજવણી કરે છે. આ દિવસે સવારે ચોથ રહી નાહીધોઈને કુટુંબની એક વ્યક્તિ ઘરમાં બાજઠ ઢાળી તેના પર કપડું પાથરી કપડા ઉપર ઘઉંની ઢગલી કરે છે, અને દુંદાળા દેવ ગણપતિ દાદાની મૂતિને દૂધથી નવરાવી બાજઠ પર પધરાવી દીવો પ્રગટપ્વી ‘મોદકપ્રિય’ દેવને લાડુના નૈવેદ્ય ધરાવે છે. નોરતાંના નવલાં પર્વ પ્રસંગે રૂપની રૂડી રમણીઓ માતાની માંડવડી બનાવી તેમાં ગરબો મૂકીને ગરબા ગાય છે અને શક્તિનું પૂજન કરે છે. નોરતાંના પ્રથમ દિવસે માતાના જવારા વાવવામાં આવે છે અને ગરબા (છિદ્રો પાડેલા સફેદ ઘડમ્ગ્ની સ્થાપના પણ બાજઠ ઉપર જ કરવામાં આવે છે. નોરતાં પ્રસંગે કેટલીક બહેનો જાગ તો છે. ગુજરાતના આ વિખ્યાત લોકનૃત્ય જાગ પ્રસંગે બાજઠનો ઉપયોગ કરવામાં આવે છે. બાજઠના ચાર પાયે ખપાટો (વાંસની પટીઑ) બાંધી ઉપરના. છેડા બાંધી દઈ તેના ઉપર ચૂંદડી ઓઢાડી રૂપાળી ઉપર લોટંપ્ ઊંધીવાળી માંડવી તૈયાર કરી તેમાં માતાના જ્વારા ને દીવો મૂકે છે. એક્ સુવાસણ સ્ત્રી એને માથે મુકે છે. ફરતી સ્ત્રીઓ ગરબા ગાય છે અને વચ્ચે જાગ લેનાર સ્ત્રી ગરબે ઘૂમે છે.આ જાગ નૃત્ત્ય જોવુ એ જીવનનો એક લહાવો ગણાય છે.

ગામડાઓમાં અને શહેરોમાં શ્રદ્ધાળુ લોકો કાર્યની સિદ્ધિ માટે સત્યનારાયણ ભગવાનની કથા માને છે અને વારતહેવારે કથા કરે છે. આ પ્રસંગે સત્યનારાયણ ભગવાનની સ્થાપના બાજઠ ઉપર કરવામાં આવે છે અને પડખે દીપ પ્રગટાવી કેળનાં પાંદડાંથી સુશોભિત કરવામાં આવે છે.

બાજઠનાં ઘડતર ને જડતર

સંઘેડાં ઉપર ઉતારેલ નાના રંગીન પાવાવાળા લાકડાના બાજઠનૌ લંબાઈ-પહોળાઈ દોઢેક ફૂટ (જેટલી હોય છે. લાકડાની માંચીને વચ્ચે સૂતરની દોરીંથી ભરવામાં આવે છે જયારે બાજઠને વચ્ચે પાટિયાં જડવામાં આવે છે. બાજઠનો આકાર સમચોરસ હોય છે. પ્રાચીનકાળમાં બાજઠ ઉપર સોનાચાંદંપ્ અને પિત્તળનાં નકશીવાળાં પતરાંનું જડતર કરવામાં આવતું. આજે પણ જૈન મંદિરોમાં ચાંદીનાં પતરાં જડેલ અને મીનાક્રારીવાળા બાજઠ જોવા મળે છે. જૂના જમાનામાં રાજા મહારાજાઑ સોનાચાંદીનાં પતરાંના ઘડતરવાળા અને હીરામાણેકના જડતરવાળા સિંહના પંજા આકારના પાયાવાળા રજવાડી બાજઠ વાપરતા તેવાં ચિત્રો મળી આવે છે.

હવે તો સુથાર અને સંથાડિંયા લોકો લગ્નના બાજઠ પર વાનિંશ કરે છે અને પોતાની સૂઝ અનુસાર ચિત્રો આલેખે છે. આવાં તાસક મુકીને તેમાં કંસાર પીરસે છે. વરકન્યા એકબીજાત્રે કંસારના કોળિવા આપે છે. (૪) જૂના સમયમાં જાન પરણવા જાય ત્યારે જાનૈયાતે માંડવા હેઠ ઘી પાવામાં આવતું. આ વખતે માંડવા નીચે બાજઠ મૂકીને તેના પર તાસક મૂકવામાં આવતી. તેની ફરતા પાંચ-છ જાનૈયા ઘી પીવા બેસતા. તેમના માથે એક કપડું ઓઢાડી દેવામાં આવેલું અને પછી બોધરણાં ભરીને ઘી પીરસાતું તે જાનૈયા ખોબા ભરીને બશેર બશેર ઘી પી જતા. (પ) પરણવા જતાં પહેલાં વરરાજાતે ચોખા , ગોળ ને ઘી જમાડવાની વિધિ માંડવા નીચે કરવામાં આવે છે. એ વખતે પણ તાસક તો બાજઠ ઉપર જ મુકાય છે. (૬) લગ્ન ઊકલી ગયા પછી પરણીને સાસરવાટે જતી કન્યાને મામાટલું, રામણદીવડો વગેરે આપવામાં આવે છે તેમાં બાજઠ પણ હોય છે. આ લોકરિંવાજતે લઈને ગુજરાતના ગામોમાં ઘરેઘરે બાજઠ જોવા મળે છે. (૭) જમાઈરાજ જ્યારે પોતાની સાસરીમાં જાય છે ત્યારે તેમને ખૂબ માનપાન મળે છે. બાજઠ માથે કંસારનો થાળ મૃફી વાઢી વડે ધી પીરસવામાં આવે છે. આ પ્રસંગે સસરો અને જમાઈં સાથે બેસીને હેતપ્રીતથી સામસામા કોળિયા જમે છે. આ રિવાજ બનાસકાંઠા જિલ્લાના રાજપૂત-દરબારોમાં ખૂબ જાણીતો છે. (૮) સુવાવડ પછી પ્રસૂતા નારી દસમે દિવસે નાહીધોઈને બાજઠ ઉપર બેસીને સૂર્વનારાયણને પગે લાગે છે. (૯) જૂના વખતમાં બાજઠ ઉપર બાજીઓ મૂકી રમત રમાતી. લોકગીતોમાં એના ઉલ્લેખો મળી આવે છે. (૧૦) સીમંત પ્રસંગે કન્યાનો ખોળો ભરવાની વિધિ કરવામાં આવે છે. આ વિધિ કન્યાને બાજઠ ઉપર ઊભી રાખીને જ કરાય છે. આ પ્રસંગે સીમંતિની કન્યા નાહીને પ્રથમ બાજઠ ઉપર જ ઊભી રહે છે; ત્યાર પછી એને સાત પગલાં ભરાવવામાં આવે છે. (૧૧) વરકન્યાને પસ ભરાવત્તી વખતે તેમને બાજઠ ઉપર ઊભા રાખી ચાંલ્લા કરાય છે. સગપણ વખતે પણ. વરકન્યાને બાજઠ ઉપર બેસાડીવે ચાંલ્લા કરવામાં આવે છે. (૧ ૨) જૂના વખતમાં બાજઠ નાહવાના ખપમાં પણ લેવાતો… જૂનાં ચિત્રો અને પોથીઓમાં બાજઠ પર બેસીને સ્નાન કરતી સુંદરીઑનાં ઘણાં ચિત્રો ઉપલબ્ધ થયાં છે.

– જોરાવરસિંહ જાદવ ( લોકજીવનનાં મોતી )

Leave a Reply