ફૂલેકાનો રિવાજ

0
32

લગ્નનો પ્રસંગ એ લોકજીવનમાં આનંદનો અનેરો અવસર ગણાય છે. લગ્નઃપ્રસંગે ગણેશ બેસાડવા, માણેક સ્તંભની સ્થાપના કરવી, માંડવો નાખવો અને ઉકરડી નોતરવી એવી વિધિઓ થાય છે. એના જેવી જ વિધિ ફુલેકું ફેરવવાની છે. આ ફુલેકું એટલે જ વરઘોડો. હિંદુ સમાજમાં પ્રત્યેક જાતિમાં વરઘોડાની પ્રથા ખૂબ જાણીતી છે એટલું જ નહી અત્યંત પ્રાચીન પણ છે. લગ્નપ્રસંગે વરરાજાને શણગારેલા ઘોડા ઉપર બેસાડી વાજતેગાજતે ગામ આખામાં તેમનું ફુલેકું ફેરવવામાં આવે છે. ઘોડા પરની વરરાજાની સ્રનારીને લઈને વરથોડો શબ્દ વ્યાપક બન્યો હોવાનું માની શકાય.

વરઘોડાની પ્રાચીત પરંપરા

જૂના વખતમાં કેટલાંક રજવાડાંઓમાં લગ્નપ્રસંગનો વરઘોડો, ધોડાને હાથી ઉપર પણ નીકળતી. શંકર ભગતાન તો લગ્નપ્રસંગે. પોતાના પ્રિય વાહન પોઠિયા પર સવાર થઈને પાર્વત્તીજીને પરણવા ગયેલા. સાથે જાનૈયા પણ હતાં. નૈષઘ કાવ્યના પંદરમા સર્ગમાં કુંડિનપુરમાં દમયંત્તીને પરણવા જતા નળરાજાના વરઘોડાનું સુંદર વર્ણન આપ્યું છે.

વરધોડો શા માટે ? :

લગ્નપ્રસંગે વરરાજાને ઘોડા ઉપર જ શા માટે સવારી કરાવવામાં આવે છે તેનું રહસ્ય પણ જાણવા જેવું છે. પશુજાતિમાં અશ્વ પૂર્ણપુરુષ મનાય છે. વિશ્વભરમાં અશ્વ જ એક એવું પ્રાણી છે કે જેને થાનેલાં (સ્ત્તનાનાં નિશાન કે આંચળના લોળિયાં હોતાં નથી. આ વસ્તુ એના સંપૂર્ણ પુરૃષની સાબિત્તીરૂપ છે. તેથી લગ્ન કરનાર યુવાન પુરુષને સંપૂર્ણ ષુરૃષાતનની પ્રાપ્તિ માટે ઘોડે ચડવુ પડે છે. ભગવત્તીપ્રસાદ પંડ્યા ‘લગ્ન એક સંસ્કાર’માં નોંધે છે કે વરરાજાને ઘોડા ઉપર બેસાડીને ફેરવવાનો હેતુ એવો હોય છે કે આજના દિવસ માટે વર એક રાજા તરીકે અશ્વ ઉપર આરોહણ કરીને ગૌરવપૂર્વક ફરી રહ્યો છે. હિંદુ સમાજમાં થોડા ઉપર બેસવાનું ને શાનપૂર્વક કરવાનું ટાણું જીવનમાં એક જ વાર આવે છે; અને ને પણ લગ્નપ્રસંગે જ. શેરીએ શેરીએ. ગામની બજારે અને ચૌટે ભેગાં થયેલાં સ્ત્રીપુરૃષો પુરૃષના વિવાહનાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ સાક્ષી બને છે.

જે દિવસે માંડવો નંખાય ને રઢિયાળો માણેકસ્તમ્ભ રોપાય તે દિવસે રાતના વરરાજાના ખોળામાં રૂપિયો ને નાળિવેર મૂકી પસ ભરાવવામાં આવે છે. આ પ્રસંગે ફુલેકું ગામમાં ફરતું ફરતું દેવમંદિરે જવા નીકળે છે. ભાત્તીગળ હીરભરત, કટાઉકામ અને મોત્તીપરોવણથી મઢેલા સાજસરંજામ વડે પંચકલ્યાણી વછેરાને શણગારવામાં આવે છે. રંગબેરંગી વરત્રો પહેરીને વરરાજા ઘોડા પર સવાર થાય. છે. હાથમાં. નાળિવેર અને તરવાર રાખે છે. બે જણ ઘોડાની વાઘ (લગામ) ઝાલીને ચાલે છે. ઢોલી ઢોલે રમીને વિવિધ તાલ વગાડે છે. શરણાઈવાળા ગત ઉપર ગત ઉપાડે છે. વરથોડાની આગળ ગામના પુરુષો ચાલે છે. તેમની આગળ હાથમાં કાકડપ્વાળી ટીવી લઈને ગામનો વાળંદ અને પાછળ પાછળ રત્રીઓ ચાલે છે અને હરખભર્યાં ગીતો ગાય છે :

વરઘોડો રે કંઈ વિઠ્ઠલજીનો

ઘોડાને રે કંઈ ઓરડિયે બંઘાવો રે

ઘોડાને રે કંઈ નાગરવેલ્ય નિરાવો રે

ધોડાંને રે કંઈ ત્રાંબાકુંડિવે નીર પાવ રે

ઘોડાંને રે કઈ તેત્રીસ શણગાર સજાવો રે

બાર ગણા કંઈ ઢોલીડા વગડાવો રે

ઘોડાનેને કંઈ પવનવેગે ચલાવી રે રે

વેવાણ તું વહેલેરી આવજે રે

થાળ ભરીને મોતીડાં લાવજે રે

મદારસંગ ભાઈને તે વધાવજૈ રે

આમ વાજતેગાજતે વરધોડો દેવમંદિર તરફ આગળ વધે. છે. શંકરની દેરીઐ અગર ગામના ઠાકર મંદિરે જઈને વરરાજા ઘોડા પરથી નીચે ઊતરી દેવદર્શન કરવા જાય છે. આ પ્રસંગે ઠાકર મંદિરના બાવાજી વરરાજાને આશીર્વાદ દઈને સલુકા (શ્લોકો) બોલે છે. કોઈ વખત, રશિયા જુવાનડપ્ઓ વચ્ચે પણ સામસામા લુકાનીં રમઝટ જામી પડે પછી પૂછવું જ શું ? એક ઉપાડૅ ને બીજો હોંકારો દિયે:

સરસ્વતીમાતા અવિચળ વાણી,

આપો અકલ તો કહીએ પ્રમાણી;

અમે સલુકો કહીએ સાચે, દાસ માતાજી છીએ તમારો આવળાં વેણ કાઢીએ અમે, પાંસરા કરો માતાજી તમે કહે શારદ્ય સાંભળ સઈ, કહીએ સલુકો ચોકમાં જઈ. ચડી ચાનક ને ક્યોં ખોંખારો, કહીએ સલુકો દિયૌ હોંકારો;

બોલનાર બે ટૂક બોલીને શ્વાસ લે. સામો જણ લાંબા સાદે બોલે:

‘ભ્પ્…લ્લે….એ….એ.’

પછી રામાયણના સલુકાનૉ આગળની ટૂકો બોલાય:

રાજા જનકને વેર કુંવરી. એનું નામ છે સીતવા નારી. એને ઇચ્છા વર વરવાની થઈ, ઢાળી ધનુષ ચોકમાં જઈ.

એક એક સલુકાની સોળસો સોળસો કડિયુ કહેવાય. આવા તો કરણ લવકુશ ,બુટમાતા ,શ્રીકૃષ્ણ, હનુમાનજી અને મહાભારતના અસંખ્ય સલુકાઓના વિરડા વછૂટે , રાત ખૂટે , પ્રાગવડના દોરા ફૂટે પણ સલુકા નો ખૂટે .

દેવદર્શન પછી વરરાજા પાછા ઘેર આવવા નીકળે છે. ત્યારે ખડકી, ડેલી અને રોરિંવું વચાળે ઊભેલી રત્રીઑ વરરાજાને વધાવી દુ:ખણાં લઈ તેમના હાથમાં વ્યવહાર મુજબ રૂપિયો ને શ્રીફળ આપે છે. એક માણસ વધાવાના નાળિવેર ભરવા. માટે કોથળો લઈને સાથે સાથે ચાલે છે. રસ્તામાં ઢોલીઓ ઢોલ ૫૨ જાંગી ઢોલની રમઝટ આવે છે. હોંશીલા જુવાનિયા વરરાજાની ઘોડીને ઢોલના તાલેતાલે નચાવે છે, તો ટીખળી જુવાનિયા ઘોડીને ભડકાવીને ક્યારેક વરરાજાને બિવરાવે છેય ખરા. કોઈ વળી દેશી બંદૂકોમાં દારૂ ધરબીને ભડાકા કરે છે.

આમ ફુલેકું ફરતું ફરતું ચોકમાં આવે છે. એ વખતે બેચાર જણ. હાથમાં બબ્બે લાકડિંયું લઈને સમણે છે. બેઠા બેઠા, ઊભા ઊભા ને ફૂદરડીઑ ફરતાં ફરતાં એવી સરસ લાકડીઑ સમણે છે કે જોનારને એનો અવાજ જ સંભળાય. કોઈક વાર લાકડિયુંના બંને બાજુના છેડા સળગાવીને પણ સમણે છે. કેટલાક શૂરવીંર લોકોને આ જોઈને. શૂરાતન ચડી આવે છે. તેઓ હાથમાં બબ્બે ઉઘાડી તરવાર્યું લઈને સમણે છે… જો તેમાં સહેજ પણ ચુક થાય તો માથું ઊડીને ભોંય પડે. બુંગિયા ઢોલનો અવાજ શૂરવીરોના બાવડામાં જાદુઈ બળ પૂરે છે. જોનારનાં કાળજાંય ધકબક ધકબક થાવા માંડે છે. તરવાર્યું સમણનારને ચમક ન ચડે તે માટે ઝાઝી વાર તેને સમણવા દેવાત્તી નથી.

આ પ્રસંગે ઢોલી તાનમાં આવી જઈને ઢોલે રમે છે. તેઓ ચૌકમાંથી આઘા ખસતા નથી. લગ્નવાળા ઢોલીને બેપાંચ રૂપિયા. પાઘડી, પછેડી વગેરે આપે છે. આથી રાજી થયેલા ઢોલીઓ તોડી નાખે એવો ઢોલ વગાડે છે. પછી ફુલૈફં. ફરતું ફરતું ઘેર આવે છે. વરરાજા ઘોડેથી ઊતરીને ઓરડામાં બેસાડૅલ ગણપતિને પગે લાગે છે. ‘

ફુલેકાના વિવિધ રિવાજો

ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજેય લગ્નપ્રસંગે વરલાડાનું ફુલેકું ફેરવવાનો રિવાજ જાણીતો છે. કેટલીક સુધારક કોમોએ ફુલેકાને ખોટો ખર્ચ અને વરરપ્જાનું પ્રદર્શન માનીને આ રિંવાજને કાઢી નાખ્યો છે. ત્યાં ફુલેકાને બદલે ‘પસ’ ભરાવાય છે. આ પ્રસંગે વરરાજા થોડે બેસવાને બદલે ચાલતા ચાલતા વાજતેગાજતે દેવદર્શન જાય છે.

પ્રાચીન કાળમાં તો લગ્નપ્રસંગે ત્રણ ત્રણ. રાતો સુધી રોજ ફુલેકાં ફરતાં. રત્રીઑ માળ, મેડી કે ઝરૂખામાંથી વરરાજાને નિહાળત્તી. કેટલીક જાતિમાં તો ફુલેકપ્ પ્રસંગે વરરાજાને પાઘડી કે છોગલું મૂકેલા સાફાને બદલે મુગટ પહેરાનાતો. જૂના કાળે ફૂલેકામાં વીંણા, વાંસળી, મૃદંગ, ઘંટ, કાસાં વગેરે વાજિત્રો વગાડવામાં આવતાં હોવાના ઉલ્લેખો પ્રાચીન સાહિત્યમાંથી સાંપડે છે. પણ આજે તો આ રિવાજ હવે લોકજીવનમાંથી લુપ્ત ’ થવા લાગ્યો છે. જ્યાં આજના યુગનુ’ અજવાળું પૂરં, પહોંચ્યું નથી ત્યાં. આ રિવાજ યથાવત્ જળવાઈ રહ્યો છે.

કન્યાનું પણ ફુલેકું :

જેમ વરરાજાને થોડે બેસાડીને તેમનું ફુલેકું ફેરવવામાં આવે છે તેમ. ગુજરાતમાં કેટલીક જાતિઓમાં કન્યાનું પણ. ફુલેકું ફેરવવાનો રિવાજ જાણીતો છે. કન્યાનું ફૂલેકું પગે ચાલતાં ચાલતાં નીકળે છે… જેને ‘પસ’ ભરાવવો એમ કહે છે. આ વિધિમાં રત્રીઓ જ ભાગ લે છે.

વણઝારાનું ચાંદાબારો અને મીંદણી :

પોતાના માદરેવતન રાજરથાનને અર્લાવેદા આપી ગુજરાતને આંગણે આવીને વસેલા મહેનતું વણઝારાઓનું જીવન લગભગ ભટકતું રહ્યું છે. આ લોકો લગ્ન માટે મોટે ભાગે ચોમાસા જેવી નવરાશની મોસમ. વધુ પસંદ કરે છે. લગ્નની પાંચ-છ વરધુ (દિવસો) અગાઉ વણઝારણો વાજત્તેગાજતે કુંભારને ત્વાં માટીના ગણેશ લેવા જાય છે. ગણેશ લાવીને લગ્નવાળા ઘેર સ્થાપના કરે છે. ગણેશસ્થાપન પછી તેમના ડેરામાં વ્પ્ચ્ક્થા બંનેનાં અલગ ત્રણચાર રાતો સુધી ફુલેકાં ફરે છે. આ વખતે ટોલ અને થાળી વગાડવામાં આવે છે. વરનું કુલેકું ‘વાંદાબારો’ અને કન્યાનું ફુલેફં, મીંદર્ણી’ના નામે ઓળખાય છે. ફુલેકું ફરવા નીકળે ત્યારે વણઝારણો ગીતોની રમઝટ બોલાવે છે:

હોંવે હોંનારો વટિયો રેશમ દોરા દોરા ઘંટિયો તો.

મૈં વનારા જૈલીથી મેં વનારી નતડી તી .

પાલી ગ્યાતા બનાસા પાલી ગ્યા’તા.

વળતા સૂડલૌ લઈજો , ભૂલે ગ્યા લાડી ભલે ગ્યા મુંબઈ જાજો બનાસા, મુંબઈ જાજો. મુંબઈ બજારર્મે સુંદડી લઈજો

ભૂલે ગ્યા લાડીસા ભૂલે ગ્યા વેપાર મેં ભૂલે ગ્યા .

હળપતિઓનું ફુલેકુ

સુરત જિલ્લામાં વસતા હળપતિ દૂબળા લોકોમાં પણ ફુલેકાનો રિવાજ પ્રચલિત છે. આ પ્રસગે વરરાજાને માથે ફૂલની ટોપી ગળામા ફૂલનો હાર, હાથમાં ફુલગજરો તથા નાળિયેર આપવામાં આવે છે. વરરાજા હાથમાં સાગનાં સોટી લઈને કન્યાને વેર જવા નીકળે છે. થાળીમાં ચોખા અને હાલમાં રામણદીવડો લઈને રત્રીઓ પાછળ ગીતો ગાત્તી ચાલે છે. આમ વરઘોડો દેવદર્શનને બદલે જાનની જેમ ક’યાને ગામ જાય છે. ત્યાં જઈને રત્રીઑ ખાંડણિયા પારો બેસીને કન્યાનું માથું ઓળે છે. સેંથીમાં સિંદૂર પૂરે છે. પછી કન્યાનૌ માતા વરને વધાવે છે.આ પ્રસંગે વરરાજાનો હોંશીલો બનેવી વરને પોતાના ખભા ઉપર બેસાડીને નાચે છે. વરઘોડો માંડવે આવે ત્યારે કન્યાનો ભાઈ માંડવે ચડીને વરરાજા ઉપર ગુલાબજળ છોડે છે અને ચોખા ઉડાડે છે. વરરાજા એને સવા. રૂપિયો આપે છે.

આદિવાસીંઓનું ફુલેકું

પંચમહાલ જિક્યાની ડુંગરાળ ભોમકા માથે ભીલ , રાઠવા. ધાણકા, નાયકા વગેરે આદિવાસીઓ વસે છે. આ જાતિઓમાં પણ ફુલેકું ફેરવવાનો રિવાજ જાણીતો છે. લગ્નપ્રસંગે સારું મુહૂતં જોઈને આંગણે થાંભલી રોપે છે; અને ગોળ કે ગોળનું પાણી. વહેંચે છે. હનુમાનને તેલ ચડાવે છે અને ઇષ્ટદેવની પૂજા કરે છે. પછી વરરાજાનું ફુલેકું ફેરવવામાં આવે છે. આ ફુલેકું આખી રાત ફરે છે. આ પ્રસંગે વરરાજાને બીજા લોકોની સાથે આખી રાત નચાવવામાં આવે છે. વરરાજાનો હોંશીલો મામો ભાણેજને ખભે બેસાડીને ઢોલના તાલે તાલે નાચે છે. આમ ફુલેકાનો વિધિ ખૂબ ધામધૂમથી ઊજવાય છે. રેવાના રળિયામણ્પ્પ્ તટે વસતા માછીમારોમાં પણ આ રિવાજ એટલો જ જાણીતો છે.

જત લોકોમાં પણ ફુલેકું :

સૌંરાષ્ટ્રને અડીને રણની કાંધી માથે આવેલ કચ્છના બની પ્રદેશમાં જત નામની માલઘારી મુસલમાન જાતિ વસવાટ કરે છે. આ જાતિની તો સંસ્કૃતિ જ નિરાળી છે. હિંદુ-મુસ્લિમ બંને જાતિના સંસ્કારોનું સુભગ મિલન તેમના સમાજજીવનમાં અને લગ્નપ્રસંગર્મા જોવા મળે છે. જત જાતિના લોકો મુસલમાન હોવા છતાં લગ્ન્છાસંગે ગણેશ બેસાડીને પૂજા કરે છે. માંડવો નાખે છે. હિન્દૂ વિંધિ મુજબ વર કન્યા પીઠી ચોળે છે. અને અરબી ભાષામાં કલમા પડે છે. આ લોકોમાં લગ્નપ્રસંગે ફુલેકાનો રિવાજ જાણીતો ‘છે.

આમ લગ્નપ્રસંગે ફુલેકાનો રિવાજ ગુજરાતનાં ગામડે ગામડે અને પંથકે પંથકે જુદા જુદા પ્રકારે જોવા મળે છે.

Leave a Reply