ફલકું અને જયરાજ

0
36
ફલકું  અને જયરાજ
    કચ્છ દેશના માંડવી બંદર પાસે ગુંદીઆળી ગામમાં દલ જાડેજાની ઠકરાત હતી . આ ઠકરાતમાં ઠાકોર દેવરાજજીને બે કુંવર થયા. બન્ને કરમી . મોટા ઉસતીયરજીએ રંગપટ્ટણ નામના પોતાને મળેલા ગરાસમાં રહેવાનું રાખ્યું. હવે એના આ દરબારગઢને ચારે બાજુ ચાર કોઠા, વજેરી અને મુખ્ય દરવાજા ઉપર માઢમેડી મનાવી. રોજ સવારે પહોંર દી ચડે ને એ આ માઢમેડીએ ડાયરો થાય ને આનંદમંગળ થાય.

ઠાકોરના કુંવર જયરાજજીને નહાવાનો બહુ શોખ. બાજુમાં જ દરિયો, એટલે કુંવર રોજ પોતાના મિત્રમંડળ સાથે સમંદર સ્નાન કરવા જાય. દરિયામાં આવે આવે મોટી લહેરૂં ઉપર હીચકા ખાય , આજે તો આપણે તળાવમાં પણ નહાવા જતા નથી કેમ ? બાજુમાં જ બંદર, એટલે સલાયાના ખારવા વહાણવટીઓ પણ જયરાજની તરવાની કળા જોઈ ખુશ થાય.

એક દિવસના સમે ઠાકોરે કહ્યું કે: “બેટા ! તને સમંદર સ્નાનનો બહુ શોખ લાગ્યો છે તો વહાણવટું કરજે, એટલે દરિયો ડોળવાની મજા આવશે.” એક તો દરિયાઈ મિત્રોનો આગ્રહ, એમાં પોતાના બાપુએ કહ્યું, એટલે સલાયાના મારામાં ત્યાંના કુશળ કારીગરો પાસે શુભ ચોધડિંયે પઠાણ નખાવી બે સઢ ચડે એવાં બે જબબર સથયાંવાળાં વહાણ બનાવ્યાં. આલાધ વસાવી નવા સઢ ચડાવ્યા. મખચોખ વાટું ભરાવી , વધારાની વલ નાખી, મૂરત જોવરાવી, પોતાના કુટુંબને પગે લાગી વહાણ લઈને એ તો નીકળી પડ્યો . જયરાજને તો આ બહુ ગમ્યુ . બે-ચાર મહિના સુધી દરિયાઈ મુસાફરી ચાલે. દેશ પરદેશના બંદરે જાય-આવે ને મજા કરે. પરદેશયી કંઈક અવનવી ચીજો લાવી સૌને આપે. એક તો જુવાની, બીજુ દરિયાઈ હવા, સારૂ ખાવાપીવાનું, એટલે આ કુંવરને સૌંને જોયા કરવાનું મન થાય. પછી માવતરના રાજીપાની શી મણા ? ચોમાસાની ત્રણ માસની બંધી મટી ગયા બાદ સહુ પોતપોતાના વહાશો તૈયાર કરે છે. જયરાજે પણ પોતાનાં બે વહાણ બાજ અને વનરાજ તૈયાર કર્યાં. ત્યાં ઠાકોર જયરાજને કહે: “બેટા, આ વખતે તમારે વહાણ સાથે જવાનું નથી . ” જયરાર્જે પૂછપું: “કેમ બાપુ ?” “હવે સંબંધ-લગનનું કાંઈક વિચારશું ને ?” નીચું જોઈને જયરાજ કહે: ‘ ‘બાપુ ! આવું કાંઈ કરવુ નથી.
આ પણ વાંચો : ગુજરાતી બાળ સાહિત્યનું અમર પાત્ર ! બકોર પટેલ !!!
     મને તો સફરમાં બહુ મજા આવે છે.” પણ ઠાકોરે ભાર દઈને કહ્યું એટલે જયરાજ ચૂપ રહીને ચાલતો થયો. દરબારગઢમાં આવી પોતાનાં માતાજીને બધી વાત કહી ને…કહ્યું કે : ‘ ‘મારે પરણવું નથી. ” માંડવી બંદરમાં અઢારેય વરણ વસે પણ ભાટિયાઑનું બહુ જોર. ભાટિયાઓનું વહાણવટું પણ જબરૂં. આખા કચ્છમાં વખણાય. એક એક શેઠિયાને ત્યાં સાત સાત વહાણ. રાજા મહારાજાખોને પણ ર્ધીરધાર કરે. એમાંના એક ધનાઢય શેઠને આ એક દીકરી. એનું નામ ફલકુ . ફલકું પણ જુવાન થઈ છે. એનાં યાવતર પણ સારા પર તે વરની પૃચ્છા કરે છે. આ વાતની જયારે ફલકુને જાણ થઈ એટલે પોતાની બહેનપણીઑ સાથે માને કહેવરાબું કે: ‘ ‘મને પૂછયા વગર મારૂં સગપણ કરે નહિ.”આથી માવતરને દુઃખ થયું. પણ એકની એક્ દીકરી, એટલે સમજવા માટે સમય આપ્યો. ‘ ફલકુની જુવાનીએ પણ કુંપળો કાઢયાં છે… લોહીએ થોડીક ગરમી પકડી એટલે બહૈનપણીઓ સાથે રોજ સમંદર-રનાન કરવા જાય. એ તો, તરે, ડૂબકિયું ખાય અને બહેનપણીઑ સાથે મસ્તી ચાલ્યા કરે. ક્યારેક બહેનપણિમું કહે કે : ‘ ‘ફલફુ ! તારે સાસરે જાવું છે કે રોગુ દરિયે જ નાહવું છે ?” ત્યાં તો બોલનારીના મોઢા ખાડો ફલકુ હાથ દઈ દયે. બરાબર નાળિયેરની પૂનમ આવી. સહુ વહુ-દીકરીઓ દરિયો મૂક્યા આવી. દૂધે-દહીંએ દરિયો પૂજી, ફૂલડે વધાવી, રેતીમાં ધૂપસળી ભરાવી સહુ કિનારે બેસી નાસ્તૉ મીઠાઈ ખાય-ખવરાવે. સૌ ગજા પ્રમાણે ગરીબોને દાન દે. આ બધી વિધિ પતી જતાં સ્ત્રીવૃંદ શહેરમાં આવ્યું. ફલફુ તો મોટા શેઠની દીકરી, એટલે એકલી મુકાય નહિ. થોડી બહેનપણીઓ રોકાણો છે. માથે શ્રાવણનાં સરવડિંયાં આવ્યા કરે. કાંઠે બેઠેલ બહેનો પણ પલળે. નવાં લૂગડાં ભીંજાય એટલે ફલકુને કહે: ‘ ‘હવે બહાર નીકળને બહેન. ‘ અમને ટાઢ પડે છે ને તારી ગરમી શમતી નથી તે મોજાં સાથે બથોડાં લેશ. ” અરધીક બહાર નીકળી આંગળીઓથી માથાની લટોને સમારી ચંદ્રમુખીએ હસીને કહ્યું: “હવે હાલો હાલો ! આટલી બધી ઉતાવળ કરો છો તે ગામમાં છે શું ? મને તો અહી… બહુ મજા આવે છે. ઊભા રહો, એક શેલારો મારી આવું. ” આમ કહી પાણી માથે તરતું મૂક્યું… દરિયામાં ઊંડી ઊતરી ગઈ ને મોટા મોજામાં ફસાર્ણી, કિનારે બેઠેલી બહેનપણીઓ ફલફુ આવી નહિ એટલે ઊભી થઈ ઝીણી નજરે જોવા માંડી. માથે ઝીણો ઝીણો મેં વરસે. આવે જોવાય નહિ, તેમ ફલફુને આવતી યે જોઈ નહિ. સમય થયો એટલે બહેનપણીઓએ મોટે સાદે રાડો પાડી. બરાબર એ જ વખતે રાવળપીરનાં દર્શન કરવા જયરાજ આવેલ તેને જાણ થઈ . દોડીને રાડો પાડતી બહેનો પાસે આવ્યો. વાત જાણી લઈને તરત દરિયામાં ઝંપલાવ્યુ . તોફાની દરિયામાં જવું જયરાજ માટે રમત જેવું હતું. મોટા શેલારા મારતો બહેનપણીઓએ ચીંરૈલ નિશાન તરફ ગયો. તરતો, ડૂબકીઓ દેતો, ભાભર પાણી વટીને ઊંડો પાણીમાં આવ્યો. જરાક સ્વસ્થ થઈને જોયું તો કોઈ નવોઢાને મોટા લોઢયાંથી કિનારે પહોંચવા મથતી જોઈ … પણ બધું નકામું. જેટલું કિનારા તરફ આવવા કરે એટલું જ મોટાં મોજાં એને આઘે લઈ જાય. કિનારે પહોંચવું અશક્ય લાગતાં બને એટલી જોરથી એક બે બૂમો પાડી ત્યાં તો થાકથી બેભાન થઈ ગઈ . જયરાજે આ જોયું. બને તેટલા જોરથી તરીને નવોઢાને પકડવા ગયો. બૂડી કે બૂડશે ! ત્યાં તો જયરાજ પહોંચ્યો ને ફલકુંને ખભે લઈ લીધી. ઓળખે કે ન ઓળખે એવી આંખે ફલફુએ પોતાને બચાવનારને જોયો. જયરાજ કિનારે પહોંચ્યો. એની બહેનપણીઓ પાસે ફલફુને ઊતારીનેં જયરાજ ચાલતો થયો. ફલકુના સમાચાર ગામમાં પહોંચ્યાં. માણસ ટોળે વળ્યાં, ફલકુના માવતર આવી પહોંચ્યાં. જતા જયરાજને રોકી શાબાશી આપી, ગામમાં આવ્યાં. આ વાત માથે વખત વીત્યો ન વીત્યો ત્યાં ગોડુળિયા લગ્ને ફલફુને પરણાંવી દેવાની ગતિ શરૂ થઈ . ફલકું રોઈને માના ખોળામાં પડી કહે: “મા, મારાં લગ્ન થઈ ગયા છે…” એની મા કહે: “ આ તું શું બોલે છે ? તને કંઈ ભાન બાન છે ?” ફલફુ કહે: ‘ ‘હું તો મને જીવતદાન આપનાર સાથે મનથી પરણી ચૂકી છું…” માવતર વિંમાસણમાં પડી ગયાં. એકની એક લાડઘેલી પુત્રી. માવતરે છેવટે હા પાડી. જયરાજૈ પણ્પ્ ફ્લ્ફ઼ને જોઈ ત્યારથી થવા માંડ્યું કે ‘ ‘ગોળ વિના મોળો કંસાર તેમ નારી વિના સૂનો સંસાર . ” જયરાજે પણ રાજના કવિ મારફત પોતાના પિતાને કહૈવરાવ્યુ કે : ‘ ‘આ દેહે જેનો મેં હાથ પકડ્યો એ છોડીશ નહિ. આપે મારા લગ્ન માટે ઘણું કહૈવરાવ્યુ ત્યારે મેં હા પાડી હતી. હવે આપ રાજીખુશીવી રજા આપો .”
માવતરે બે ય બાજુની વાત જાણી. ફલકુ સાથે જયરાંજનાં લગન કર્યા, પણ રૂઢિચુસ્ત પિતા ઠાકોર ઉસતીયારજીને આ ગમ્યું નહિ. એથી વહાણો સાથે જયરાજને વિદાય દીધી. ભીની આંખે આ નવદંપતિએ રજા લીધી. પણ પોતાની જન્મભૂમિથી ઝાઝે દૂર જવું ગમ્યુ નહિ. સૌરાષ્ટ્રમાં જોડિયા આવ્યા. દરબારગઢ બંધાવીને રહ્યા. થોડા જ સમયમાં સાથે આવેલા ભાઈબંધોને થાળે પાડી પોતે ફરતા પંથકમાં નામ કાઢવા માંડ્યો. જોડિયા રહેતા મેમણોને મેમાણાના મેમણો અવારનવાર હેરાન કર્યા કરે… એથી જોડિંયાના મેમણોએ જયરાજની શરણાગતી સ્વીકારી. આથી મેમાણાના મેમણો વધારે ઉશ્ક્રેરાયા અને જોડિયા આવી મેમણો સાથે તકરાર કરી. જયરાજને ખબર પડતાં તે મેમાણાના મેમણો પાછળ પડ્યો અને વીસ ગાઉ તગડી પેલી મેમાણા ને ખાલસા કરી પોતાને કબજે કર્યું. મેમાણાના મેમણે કોઈ રીતે જયરાજને પાછો પાડવા યુક્તિ લડાવ્યા કરે. એમણે પોતાના સાગરીતોને પૂછ્યું કે આપણું વસાવેલું મેમાણાં પાછું મળે એવી કોઈ યુક્તિ ખરી ? ત્યારે જાણવા મળ્યું કે જયરાજનું દિલ તૂટી જાય તો જ એ બને. મેમર્ણો કહે: ‘ ‘એનું દિલ કેવી રીતે તૂટે ?” તો કહે એના પ્રિય પાત્ર ફલફુનું મરણ થાય તો જયરાજનું દિલ તૂટે. જયરાજના દરબારગઢમાં તો કોઈ રીતે જવાય તેમ ન હતું… જયરાજ ગામતરે ગયેલા. એમાં અફવા ઉડાડી કે મેમા’શાના મેમાણો સાથે લડતાં જયરાજ કામ આવી ગયા. એક બાઈને રડતી રડતી દરબારગઢમાં મોકલી. ફલર્કુએ પૂછ્યું કે ‘ ‘આ શું છે ?” ત્યારે પેલી બાઈ રોતાં રોતાં કહે: ‘ ‘બાપા, કરમ ફૂટી પડ્યા. બાપુ કામ આવી ગયા.” ફલકુંએ જેવા આ સમાચાર સાંભળ્યા કે ઓરડાની દીવાલ સાચે માથું અફાળીને પ્રાણ કાઢી નાખ્યા. આ સમાચાર જયરાજને મળતાં મારતે થોડે જોડિયા આવ્યો. પોતાના પ્રિય પાત્રના દશા જોઈ ઘેરા શોકમાં ડૂબી ગયો. અંતિમ વિધિ કરી. જાણવા મળ્યું કે દુશ્મનોના કાવતરાથી ફલફુએ પ્રાણ ખોયા છે. ત્યારે મનોમન પ્રતિજ્ઞા કરી કે જે ગામ અને પંથક માટે ફલફુને પ્રાણ ખોવા પડ્યા છે એ ગામ અને એ પંથકમાં ફલફુનું નામ ચિરંજીવ કરી ને જંપીશ . છએક માસ ફલફુના વિયોગે જયરાજ ઝૂરતો રહ્યો. ત્યાં આમરણ જીતીને જામ રાવળ જોડીઆ ઉ૫૨ આવ્યા. જયરાજને ખબર પડતાં તે સામો ગયો. જામ રાવળ સાથે કગ્છથી આવેલા ઉસતીયારજીએ જયરાજની પોતાના પુત્ર તરીકે ઓળખ આપી. જયરાજે જમાવેલી સત્તા જોઈ જામ રાવળ ખુશી થયા. જોડીઆ સર કરી જામ રાવળ ધ્રોળ આવ્યા. હરભમજી ચાવડા સાથે નાગના આવી નાગજી જેઠવા પાસેથી નાગના બંદર લઈ , પશ્ચિમે એક મોટુ સરોવર બંધાત્યું. એનું નામ રાવળસર આખું. જયરાજે જામ રાવળના સૈન્ય સાથે રહી ઘણાં પરાક્રમો કર્યાં. જામ રાવળે પોતાના પૂર્વજ હાલાજીના નામ ઉપરથી જીતેલા મુલકને હાલારનું નામ આપ્યું તે પોતે ખંભાળિયાયાં રાજગાદી સ્થાપી. જયરાજે જામ રાવળ પાસે મેમાણા અંગેની પોતાની પ્રતિજ્ઞા જણાવી. ત્યાં સુધીમાં મેમાણાના મેમણો સંધી, સૂમરા, કાઠી વગેરે લડાયક કોમોને પોતાની મદદમાં ભરતી કરતા રહેલા જામ રાવળે જયરાજને પૂરતી સામગ્રી આપી. જયરાજે મેમણોને પરાસ્ત કર્યાં… મેમાણા કબજે કરીને આસપાસનો મુલક પણ કબજે કર્યો. જામ રાવળે એ બધો મુલક જયરાજને જાગીર રૂપે આપ્યો. જયરાજે મેમાણામાં સુંદર ગઢ બનાવ્યો. પોતે મેળવેલ ડુંગરોનું નામ પોતાના પૂર્વજ હૃપરથી દલાશાન ડુંગર પાડ્યું. આડુંગરમાંચી વહીને મેમાણાને પાદરથી નીકળતી નદીનું નામ ફલકુ પાડ્યું…….અને એ ફલકુના આજે પણ નિશાન જોઈ શકાય છે …. કોઈ ધૂળધોયા મળી આવશે તો જગતને જાણવા મળશે કે વસુંધરા ઉપર પેટ પાથરીને પડેલી સરિતાઓના પેટમાં કેટકેટલા કરૂણ, વીર, અદ્ભુત અને શાંત રસોની ગાથાઓ ધરબાયેલી પડી છે ! એ સવા શેર કોથળીવાળા માનવી તો ક્યાંથી જાણે ? એ બસ ક્યારેક ક્યારેક આમ ઉપર તરી નીકળે ત્યારે જ નજરે ચડે છે .

લેખક : જયમલ્લ પરમાર
સરિતાઓની લોકકથાઓ પુસ્તકમાંથી આ રચના લેવામાં આવી છે .

જો તમે આવી જ સાહિત્ય રચના , લોકસાહિત્ય , ઇતિહાસ અને ગુજરાતની યશગાથાઓ વાંચવા માંગતા હોય તો આજે નહીં અત્યારે જ અમારા ફેસબુક પેજ ‘ યશગાથા ગુજરાતની ‘ ને લાઈક અને શેર કરજો . અમારી વેબસાઈટ ‘ ‘ યશગાથા ગુજરાતની ‘ ને સબ્સ્ક્રાઇબ કરો અને પ્રકાશિત થતાં લેખ સૌથી પહેલાં મેળવો. લેખ ગમે તો લાઈક અને શેર કરજો . કોઈ અન્ય પ્રશ્ન કે માહિતી માટે કમેન્ટ કરો . આપનો કિંમતી સમય આપવા બદલ આભારી છીએ .

Leave a Reply