પ્રાચીન નગર અને ગ્રંથ

0
122

અગાઉનાં પાઠમાં આપણે જાણ્યું કે આદિમાનવ ( કહેવાતાં ) માનવી થી તેનાં સ્થાયી જીવનન સુધીની સફર કેવી રહી . હવે આપણે વાત કરવાની છે કે એ માનવી સ્થાયી બન્યો પછી શુ થયું ? તો આદિમાનવ સ્થાયી બન્યો પછી ખેતી માટે તેણે અગાઉ વાત કરી એ મુજબ ગામડાં બનાવ્યા ! આ ગામડાંમાંથી કેટલીક જગ્યાએ માનવીએ પોતાની સુજ , આવડત અને બુદ્ધિથી જીવન જીવવાની કેટલીક આગવી રીત પ્રણાલીઓ બનાવી . આ રીત પ્રાણલી મુજબ જીવન જીવવાની એક પદ્ધતિ અસ્તીત્વમાં આવી જે આગળ જતા સભ્યતા કે સંસ્કૃતિ કહેવાઇ. પ્રાચીન ઇજિપ્ત નામનાં દેશમાં , રોમમાં , મેસોપોટોમિયા ( ઈરાન ઇરાક નો પ્રદેશ ) માં , ચીનમાં અને સૌથી પ્રાચીન સભ્યતા પાંગરી એવા આપણાં મહાન ભારત દેશમાં આવી સભ્યતા – સંસ્કૃતિ હતી . જોકે અન્ય સભ્યતાઓ તો કાળના પ્રવાહમાં , સમય જતા વિલુપ્ત બની – નાશ પામી પણ સનાતન સંસ્કૃતિ – ભારતીય સભ્યતા વિદેશીઓનાં આક્રમણ , લૂંટફાટ થવા છતાં આજે પણ અસ્તિત્વમાં છે. તો ગૌરવ અનુભવો કે તમે કોઈ સામન્ય દેશ કે સભ્યતાના સંતાન નથી . તમે અલૌકિક આધ્યાત્મિક શક્તિનાં આધારે ઉભેલી ભારતીય સભ્યતાના વંશજ છો . આપણે આજે આપણાં જ દેશની કહેવાતી ( જોકે એ છે તો ભારતીય સભ્યતા જ પણ આજે વિદેશીઓના કહેવાથી આપણે જ એને હડડપીય સભ્યતા કહીએ છીએ. ) હડડપીય સભ્યતા વિશે વાત કરવાના છીએ.

સૌથી પહેલા પાઠનું નામ ‘ પ્રાચીન નગર અને ગ્રંથ ‘ સમજી લઈએ. પ્રાચીન નગર એ છે કે જ્યારે કહેવાતા આદિમાનવ અહીં હતાં એનાં પેહલા જ કેટલાક મહાન નગરો અહીં હતાં . જોકે એની વાત થતી નથી . કેમકે જો કૃષ્ણ ભગવાને 5000 વર્ષ પહેલાં ગીતા કહી છે .તો એમનાથી તો એક યુગ આગળ અયોધ્યા જેવા નગરો હતાં . આ પણ એક મોટો વિષય છે . જોકે આ પાઠમાં આપણે એની ચર્ચા કરવાના નથીં. આપણે તો કહેવાતા પ્રાચીન નગર હડડપ્પા મોહેં જો દડો , લોથલ , ધોળાવીરા , કાલી બંગન ની વાત કરવાના છીએ . સાથે પ્રાચીન ગ્રંથોની જે માત્ર ને માત્ર ભારતના છે અને સંસ્કૃત ના જ છે !

તો ચાલો શરૂ કરીએ ….

હડડપા સભ્યતા ને સિંધુ ખીણની સભ્યતા પણ કહેવાય છે . કેમકે આ સભ્યતાના અવશેષ સૌથી પહેલાં સિંધુ ખીણનાં પ્રદેશોમાંથી મળી આવ્યા હતાં. ઇ.સ. 1912 માં સૌ પ્રથમ આ અવશેષો ઉત્તર પશ્ચિમ ભારતનાં હડડપ્પા , મોહ જો દડો , લોથલ , ધોળાવીરા , કાલીબંગન , રાખીગઢી જેવાં સ્થળોએ મળી આવેલાં . નકશામાં કેટલાક સ્થળો દર્શાવેલ છે . તેમાંના નગરોની નગરરચના અને સભ્યતાની વાત કરીએ .

( એક આડવાત : એક વાત જાણી લો કે ભારતીય સભ્યતા દુનિયાની સૌથી પ્રાચીન સભ્યતા છે. જે એક સમયે પુરી દુનિયામા ફેલાયેલી હતી . આ જે સભ્યતા વિશે તમે ભણવા સમજવા જઈ રહ્યા છો એ હડડપા સભ્યતા , મિસ્રની સભ્યતા , ચીનની સભ્યતા , રોમની સભ્યતા કે બીજી કોઈપણ સભ્યતા વિશે વાત કરો તો તમને જણાવવામાં આવશે કે એ વધુમાં વધુ 5000 કે 6000 હજાર વર્ષ જૂની છે . જ્યારે હકીકત એ છે કે ભારતીય સભ્યતા લાખો વર્ષ જૂની છે. જેનો એક વિસ્તૃત લેખ તા. ૧૫/૦૮/૨૦૧૯ ના રોજ પ્રકાશિત કરવાંમાં આવશે . હાલ એ માટે સંશોધન અને તેને લગતાં આધાર પુરાવા સંદર્ભ માહિતી નું સંકલન થઈ રહ્યું છે.

હવે વાંચો એ લેખ જે ખાસ લેખમાળા નો એક મણકો છે…

વિશ્વની સૌથી પ્રાચીન સભ્યતા – વૈદિક સભ્યતાની સાબીતિઓ…)

નગર રચના :

હડડપ્પા સભ્યતાની સૌથી મોટી ખાસિયત હોય તો એ છે એની નગર રચના ! કેમકે આ સમયે એટલે કે એ સમયે આવી નગર રચના પુરી દુનિયામાં ક્યાંય જોવા મળતી નથી. કેમકે આ ધોળાવીરા , ધોલેરા , કાલીબંગન અને મોહેં જો દડો ના નગરો મળી આવ્યા છે એની રચના એટલી હાઈટેક છે કે આજનાં મુંબઈ , દિલ્લી , ટોકિયો , ન્યુ યોર્ક , બેજિંગ જેવા અત્યાધુનિક નગરો પણ પાણી ભરે . કેમકે આ જુનાં નગરો જેવી રચના તો આજના આ કહેવતાં મોડર્ન નગરોની પણ નથી.

જોઈએ કેવી રચના હતી એ પ્રાચીન નગરોની !

હડડપ્પા સભ્યતામાં નગરોની એક ખાસ લાક્ષણિકતા તેમનું આયોજન બદ્ધ નગરોની રચના છે. પશ્ચિમ તરફ મોટા ભાગે કિલ્લો બાંધવામાં આવતો . પૂર્વ તરફ સામાન્ય લોકોની વસાહત રહેતી . કિલ્લો જે તરફ હોય એ કિલ્લાની ફરતે કોટ બાંધવામાં આવતો . બને ત્યાં સુધી તો આ કોટ માં આ નગરોના શાસક વર્ગ રહેતો હોવો જોઈએ . બાંધકામમાં ઈંટો નો ઉપયોગ કરવામાં આવતો . જેમાં કેટલીક ખૂબીઓ હતી . તે સમજીએ .

હડડપ્પા સભ્યતામાં નગરોની રચના ચોક્કસ માપ અને ધારાધોરણ મુજબ બનાવવામાં આવતા . અહીં મકાન પુર અને ભેજથી બચવા ઊંચા ટેકરા પર બાંધવામાં આવતાં . મકાનનું દ્વાર બહાર શેરીમાં પડવાના બદલે અંદર તરફ પડતું. નગરમાં બે રાજમાર્ગ બનાવવામાં આવતા – એક ઉત્તરથી દક્ષિણ તરફ અને એક પૂર્વથી પશ્ચિમ તરફ ! તેને સમાંતર શેરીઓ બનાવવામાં આવતી. તેનાથી નગર ચોરસ કે લંબચોરસ એકમમાં વહેંચાઈ જતું . ખાસ વાત એ નગરના મકાન હતાં . બે અને ત્રણ માળના મકાન મળી આવ્યા છે. મકાનમાં આજના જેવી આધુનીક સુવિધાઓ હતી. જેમાંની ખાસ હોય તો એની ગટર ની સુવિધા ! પાણીના નિકાલ માટે મકાનમાંથી નાની ગટરમાં પાણી , જતું ત્યાંથી મોટી ગટરમાં અને ત્યાંથી નગરની બહાર નીકળી જતું. પાણી મકાન સુધી પોહચડવા માટે પણ સુવિધા હતી . નદીના પાણી નગરમાં અને નગરમથી બહાર કાઢવા માટે ખૂબ આધુનિક સુવિધા હતી. મકાનમાં ટેબલ , ખુરશી , ન્હાવા માટેની સુવિધા હતી. લોથલમાં અને ધોળાવીરા માં તો નદીમાં પુર આવે તો પણ પાણી નગરમાં ન રોકાય એવી વ્યવસ્થા હતી.

આ વાત થઈ એમનાં મકાનની પણ એની સાથે કેટલાક જાહેર સ્થળની પણ એ સમયે રચના કરવામાં આવતી હતી . જેમાં કેટલાક વિશાળ મકાન , જાહેર સ્નાનાગાર મુખ્ય છે. મોહેં જો દડો , હડડપ્પા , ધોળાવીરા માંથી જાહેર સ્નાનાગાર મળી આવ્યા છે. મજાની વાત એ છે કે એની બરાબર વચ્ચે એક સ્નાન કુંડ પણ છે બોલો ! અને ત્યાં કપડા બદલાવવા માટે બન્ને તરફ કેટલીક ઓરડીઓ પણ બનાવવામાં આવતી . આ સ્નાનાગાર નો ઉપયોગ ધાર્મિક વિધિ કે ઉત્સવોમાં થતો હશે . વાત રહી વિશાળ મકાનની તો મોહેં જો દડામાંથી મળી આવેલા સ્તંભ વાળા મકાનને સભાગૃહ માનવામા આવે છે. આ સિવાય લોકો અનાજનો સંગ્રહ કરવા કોઠાર પણ બનાવતાં . રાવી નદીના કિનારેથી આવા અન્નનો સંગ્રહ કરવા માટે બનાવેલા 12 જેટલાં અન્નભંડારો મળી આવ્યા છે .

લોથલ એ આ સભ્યતાનું એક મહત્વનું નગર હતું . આ નગર ગુજરાતના અમદાવાદ જિલ્લા ના ધોળકા તાલુકામા આવેલું હતું . આ કોઈ સામન્ય નગર નોહતું પણ એક આંતરરાષ્ટ્રીય બંદર હતું. અહીંથી એક પ્રાચીન ધક્કો મળી આવેલ છે જે આખું ઈંટોનું બનેલું છે.

જે બંદરે આવેલા જહાજોમાંથી માલસામાન લેવા ચડાવવા માટે ઉપયોગી હોય છે. સાથે સાથે અહીંથી માલસામાન મુકવા માટેની વખારો પણ મળી આવી છે. અહીંથી મળી આવેલા અવશેષો સાબિત કરે છે કે એક સમયે લોથલ ખૂબ જ સમૃદ્ધ અને ઉન્નતિ વાળું ધિકતું બંદર હશે .

ધોળાવીરા કચ્છ જીલાના ભચાઉ તાલુકાના ખડીબેટ વિસ્તરમાં આવેલું ધોળાવીરા હડડપ્પા સભ્યતાનું ખૂબ જ મહત્વનું નગર હતું . સામન્ય રીતે આ સભ્યતામાં નગર બે ભાગમાં જોવા મળે છે . પણ ધોળાવીરા ત્રણ ભાગમાં વિભાજીત કરવામાં આવેલું હતું .

  1. સિટાલ – કિલ્લો

2 . ઉપલુ નગર

  1. નીચલું નગર

પાણીનો સંગ્રહ કરવા માટેની વ્યવસ્થા આજે સ્ટેડિયમ એ ધોળાવીરની વિશેષતા છે.

કાલીબંગન રાજસ્થાનનું કાલીબંગન એ કૃષિ ક્રાંતિનું કેન્દ્ર છે. અહીંથી મળેલા ખેડેલા ખેતર એની સાબિતી પુરી પાડે છે. તો સાથે સાથે અહીંથી મળી આવેલ તાંબાના ઓજાર અહીંના ધાતુ વિજ્ઞાનનો વિકાસ દર્શાવે છે. તાંબાના ઓજારોનો ખેતીમાં ઉપયોગ થતો.

આ રીતે હડડપ્પા સભ્યતામાં નગર આયોજન ખૂબ જ ઉચ્ચ કક્ષાનું હતું. ખેતી ક્ષેત્રે પણ ખૂબ જ વિકાસ થયેલો હતો . જેમાં ઇજનેરી વિદ્યા , કલા અને કૌશલ્યનો પરિચય મળી રહે છે. શાસકોની આવડત , ઇજનેરોની બુદ્ધિ , કારીગરોની કલાશક્તિ પણ ખૂબ જ ઉન્નત હતી .

હાડડપીય સભ્યતાનું આર્થિક જીવન

હડડપ્પા માં આર્થિક જીવન ખૂબ જ વિકસિત હતું . અહીંના લોકો ખેતી , વેપાર , પશુપાલન કરતાં . ખેતીમાં ઘઉં , જવ , સરસવ , ચોખા , વટાણા , તલ , કપાસ ની ખેતી કરતા . ખેતીમાં ખેતર ખેડવા હળનો ઉઓયોગ કરતા હતા . પશુપાલનમાં ગાય , ખૂંધ વાળો બદલ , બકરી , ભેંસ પાળતા . લોકો આંતરિક વેપાર કરતા .તો સાથે સાથે આંતરરાષ્ટ્રીય વેપાર પણ કરતાં હતાં . લોથલ , ઘોઘા , ધોળાવીરા ધિકતા બંદરો હતા . જે છેક યુરોપ , આફ્રિકા , ચીન દેશો સાથે વેપાર કરતા હતા . અહીંનું સુતરાઉ કાપડ છેક યુરોપ , ઇજિપ્ત , મેસોપોટોમિયા અને આફ્રિકા સુધી પોહચતુ એવુ ઇતિહાસકારો માને છે. આ ઉપરાંત માટીકામ , સુથારી કામ , ધાતુ કામ , મણકા બનાવવાની કલા અને શિલ્પ બનાવવાના કામ પણ કરવામાં આવતા હતાં .

હડપ્પીય સભ્યતાનું સમાજજીવન

હડડપ્પા સભ્યતા ના લોકો મુખ્યત્વે ખેતી કરતા હતા આથી તેમના ખોરાકમાં ઘઉં , જવ ,બાજરો , તલ , સરસવ , વટાણા , ખજૂરનો ઉપયોગ કરતાં હતા . પશુપાલન પણ કરતા આથી તેમના ખોરાકમાં દૂધ અને દૂધની બનાવટોનો પણ છૂટથી ઉપયોગ થતો . અહીંથી માછલી પકડવાનો ગલ ( હૂક ) પણ મળી આવ્યો છે . આથી ખોરાકમાં માછલી નો પણ ઉપયોગ થતો હશે એવું માની શકાય ! અહીંના લોકો મુખ્યત્વે બે પોષકનો ઉપયોગ કરતા . એક કમર નીચે અને એક ડાબા ખભાથી નીચે જમણા હાથ તરફ જતાં કપડાનો ઉપયોગ થતો . સ્ત્રી અને પુરુષ બન્નેએ ધાતુ કે હથીદાંતના બનેલા સોયાથી સિવેલા કપડાં પહેરતા એવા અવશેષો મળી આવ્યા છે . જોકે મોટા ભાગના કપડાં સિવ્યા વિનાના કપડાં પહેરતા ! કપડાં મોટા ભાગે સુતરાઉ રહેતા !

હવે આજની જેમ એ સમયે પણ માણસો થોડા ફેશનેબલ તો હતા જ ! આ ફેશન – સારા દેખાવાની ઘેલછા કઈ આજકાલની થોડી છે. આ લોકો પણ આભૂષણો પહેરતા . કંઠ હાર ( ગળાનો હાર ) , વીંટી , કાંડાનું કડું સ્ત્રી પુરુષ બન્ને પહેરતા હતા . સ્ત્રી કાનમાં કુંડલ , પગમાં ઝાંઝર , કેડે કંદોરો પેરતી . આ આભૂષણો સોના , ચાંદી કે કિંમતી પથ્થરમાંથી બનાવવામાં આવતા .

સિંધુ ખીણની સભ્યતાના લોકો માટી , કાંસા , લાકડા ના વાસણો બનાવતા . જેમાં ગ્લાસ , કથરોટ , કુલલ્ડ , વાટકા , રકાબી ને ગાગરનો સમાવેશ થાય છે. એટલું જ નહિ એ લોકોએ પોતાના બાળકોના મનોરંજન માટે રમકડાં પણ બનાવ્યા છે.

જેમાં પક્ષીઓના આકારની સિસોટીઓ , ગાડાં , પક્ષી , પશુઓ , લખોટી , સ્ત્રી પુરુષની મૂર્તિઓ બનાવેલી મળી આવી છે. એ લોકો થોડા ટેકનિકલી પણ હતા . ઝાડ પર ચડતો વાનર કે માથું હલાવતા પશુ પણ એ બનાવી જાણતા હતા . આ પરથી એમની કલ્પના શક્તિનો અણસાર આવી શકે છે.

હડડપ્પા સભ્યતાનું ધાર્મિક જીવન

અહીંની મૂર્તિઓ , સિક્કા પરથી તેમનાં ધાર્મિક જીવનની માહિતી મળી છે . આ મૂર્તિઓમાં માતૃકાદેવીનો પ્રભાવ જોવા મળે છે .જે ધરતીમાં પ્રત્યે નો ભાવ દર્શવે છે. ધરતી જ અન્ન આપે છે. આ સિવાય વૃક્ષ પૂજા , નાગપૂજા , પશુપૂજા , સ્વસ્તિક પૂજા પણ થતી . કાલી બંગનમાં અગ્નિ પૂજા ના અવશેષો મળી આવ્યા છે.

હડડપ્પા સભ્યતાના લોકોના મૃતદેહ ને દાટવાના અને અગ્નિ સંસ્કાર કરવાના બન્નેના અવશેષ મળ્યા છે. દાટેલા મૃતદેહો સાથે કેટલીક વસ્તુઓ પણ મળી આવી છે. જે એમના મૃત્યુ બાદના જીવન વિશેની માન્યતા બતાવે છે.

લિપિ અને ભાષા

હડડપ્પા સભ્યતાના સ્થળોએથી મુદ્રિકા , તામ્રપત્ર , મુદ્રા મળી આવેલી છે. તેના પર કંઈક લખ્યું છે પણ એ શું લખ્યું છે એનો કક્કો હજી શીખવાનો બાકી છે. મતલબ કોઈને એ વાંચતા આવડતું નથી .એ લિપિ આજે ઓન ઉકેલી શકાય નથી. જોકે એ પાકું છેકે એ લિપિમાં માત્રાવાળા અને જોડાક્ષર નો ઉઓયોગ થયેલો છે.

ગુજરાતમાં હડડપ્પા સભ્યતાના સ્થળો

ગુજરાતમાં સુરેન્દ્રનગરમાં રંગપુર , અમદાવાદમાં લોથલ , રાજકોટમાં રોજડી ( શ્રીનાથજી ) , કચ્છ માં દેશળપુર , ધોળાવીરા , સુરાકોટ , જામનગરમાં લાખા બાવળ , આમરા , ભરૂચ જિલ્લામાં કિમ નદીના કિનારે ભાગા તળાવ જેવા સ્થળોએ હડડપ્પા સભ્યતાના અવશેષો મળી આવ્યા છે . અને હજી ભારતના ઘણા પ્રદેશ પોતાનું સંશોધન થાય એની રાહ જોતા ઉભા છે.

હડડપ્પા સભ્યતાનો અંત

રોગચાળો , પુર , બાહ્ય આક્રમણ કે અન્ય કારણસર તેનો અંત થઈ ગયો . આવું માનવામાં આવે છે.

આપણાં પ્રાચીન ગ્રંથ

ઋગ્વેદ અને તેનું અધ્યયન

એક અજબ વાત છે. દુનિયાનો સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદ છે. પણ એની રચના જે સભ્યતા માં થઈ એ ભારતીય સભ્યતા દુનિયાની સૌથી પ્રાચીન સભ્યતા નથી . બોલો ! જે ગુરુ છે એ શિષ્યોથી નાના છે એના જેવું થયું. કેમકે આ ઋગ્વેદ છે એ મહાન ભારતીય રચના છે. જેને આજે કોઈ પડકારી શકે એમ નથી. ઋગ્વેદ એક વેદ છે . તેના જેવા અન્ય ત્રણ વેદ પણ છે. બધું મળી વેદ કુલ ચાર છે : ઋગ્વેદ , યજુર્વેદ , સામવેદ , અથર્વ વેદ !

જેમાં ઋગ્વેદ સૌથી પ્રાચીન છે. જેમાં 10 મંડળમાં 1028 પ્રાર્થનાઓ છે જેને સુક્ત કહેવામાં આવે છે. ઋગ્વેદ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે. તેમાં પ્રાચીન સમયના સામજિક , આર્થિક , રાજકીય , સામાજિક , વૈજ્ઞાનિક , આધ્યાત્મિક અને આ સૃષ્ટિ માં હોઈ શકે એ તમામ વિષયોનું જ્ઞાન સમાયેલું છે. જોકે એ માટે તમારે સંસ્કૃત શીખવુ પડે . કેમકે વેદો સંસ્કૃર ભાષામાં છે. અને સંસ્કૃત ભાષા એટલી વિશાળ છે કે એક જ શબ્દોના અનેક અર્થ થતાં હોય ક્યાં અર્થમાં શબ્દ પ્રયોગ થયો છે એ મુજબ આખો અર્થ જ બદલાઈ જતો હોય છે. એમાંથી જ આર્યો ( એ કોઈ જાતિ નોહતી કે એ કોઈ અલગ સભ્યતાના માનવીઓ નોહતા . આર્ય એટલે શ્રેષ્ઠ માનવી ! બીજું કંઈ જ નહીં ) ના એ પ્રાચીન જીવન વિશે માહિતી મળે છે.

ઋગ્વેદમાં પ્રજાકીય જીવનના ઉલ્લેખ મળે છે. ગણ , સભા અને સમિતિઓ જેવી રાજકીય રચનાઓ સંસ્થાઓ એ સમયે હતી . સભા સમિતિ કરતા નાની સંસ્થા હતી . જેમાં રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા અને રાજ્યના પ્રશ્નો ની ચર્ચા કરતા ને ન્યાય અપવમાં આવતો . સમિતિ રાજાની ચૂંટણી કરતી . રાજા ને મદદ કરવા સેનાધ્યક્ષ અને પુરોહિત ની નિમણૂક કરવામાં આવતી. રાજાનું એક કામ ગવેષણા પણ હતું. જેનો અર્થ થાય યુદ્ધ કરવું ! ઋગ્વેદમાં રાવી નદીના કિનારે 10 રાજાઓના યુદ્ધ નું વર્ણન આવે છે.

ઋગ્વેદમાં આર્યોના સામજિક જીવનની પણ માહિતી મળે છે . સમાજ કર્મ ના આધારે વિભાજીત હતો . વર્ણ કે જ્ઞાતિઓમાં વહેંચાયેલો ન હતો. સમાજ પિતૃ પ્રધાન હતો . સમાજનું એકમ કુટુંબ હતું. સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી . સમાજમાં સ્ત્રીઓને દેવી સમાન ગણવામાં આવતી . બન્ને સમાન હક હતા. સ્ત્રી સ્વતંત્ર હતી . તે અભ્યાસ કરી શકતી. અપાલા , લોપામુદ્રા , ગાર્ગી , ઘોષા એ ઋગ્વેદની ઋચા ની રચના પણ કરેલી . સમાજમાં સ્ત્રીનું સ્થાન ઊંચું હતું. ધાર્મિક તેમજ યજ્ઞમાં તેની હાજરી અનિવાર્ય ગણાતી . તે સહધર્મ ચારિણી ગણવામાં આવતી . તેને યોગ્ય ઉંમરે જ પરણાવવામાં આવતી મતલબ યોગ્ય ઉંમરે જ લગ્ન થતા .

ઋગ્વેદમાં પ્રકૃતિ પૂજાના ઉલ્લેખ મળે છે. ઇન્દ્ર , વરુણ , અગ્નિ , સૂર્ય ની પૂજાનો ઉલ્લેખ મળે છે. સવારની દેવી ઉષા અને સાંજની દેવી અદિતિનો પણ ઉલ્લેખ મળે છે.

ઋગ્વેદમાં ગાય ઘોડા અને બળદની પૂજા ના વર્ણન આવે છે. જેમાં ઘોડાનો ઉલ્લેખ ઘણીવાર છે. જે પશુપાલનનું મહત્વ સૂચવે છે. જોકે પશુપાલન સામુહિક રુપે કરવામાં આવતું હતું. યુદ્ધમાં ઘોડાનો ઉપયોગ થતો. રથમાં તેને જોતરવામાં આવતો. પશુ માટે પણ યુદ્ધ થતા જે સામન્ય હતું . પશુ ને જ સંપત્તિ માનવામાં આવતી . શરૂઆતના ચરણમાં ખેતી ગૌણ હતી.

  • સમજૂતી : મહેશ ગોહિલ
જો તમે આવી જ સાહિત્ય રચના , લોકસાહિત્ય , ઇતિહાસ અને ગુજરાતની યશગાથાઓ વાંચવા માંગતા હોય તો આજે નહીં અત્યારે જ અમારા ફેસબુક પેજ ‘ યશગાથા ગુજરાતની ‘ ને લાઈક અને શેર કરજો . અમારી વેબસાઈટ ‘ ‘ યશગાથા ગુજરાતની ‘ ને સબ્સ્ક્રાઇબ કરો અને પ્રકાશિત થતાં લેખ સૌથી પહેલાં મેળવો.

લેખ ગમે તો લાઈક અને શેર કરજો . કોઈ અન્ય પ્રશ્ન કે માહિતી માટે કમેન્ટ કરો . આપનો કિંમતી સમય આપવા બદલ આભારી છીએ .

Leave a Reply