પિરામિડ નિર્માણના ઉદ્દેશ્ય

0
18

પિરામિડ નિર્માણના ઉદ્દેશ્ય
( ૧ ) સાંસ્કૃતિક ઉદ્દેશ્ય
આ યુગમાં પિરામિડ બનાવવા પાછળ સંસ્કૃતિ વિષયક બાબત ખૂબ જ મહત્વની હતી . કેમકે મિસ્ર ના ફેરોહ રાજા પોતાની સંસ્કૃતિના સ્થાયીકરણમાં ખૂબ જ વિશ્વાસ રાખતા હતાં. આથી આ ઉદ્દેશ્યની પૂર્તિ કરવા માટે તેમણે પિરામીડોનું નિર્માણ કરાવ્યું . હર્બટ જે મુલર નામના ઇતિહાસકાર લખે છે કે પિરામિડ મિસ્ર વાસીઓના દીર્ઘકાલીન વિચારોનું પ્રતીક છે .
( ૨ ) ધાર્મિક ઉદ્દેશ્ય
ધાર્મિક ઉદ્દેશય માટે પણ પિરામિડ બનાવવામાં આવતા હતાં . મિસ્ર વાસીઓની માન્યતા અનુસાર પ્રત્યેક મનુષ્યમાં આત્મા ( એમની ભાષામાં ‘ કા ‘ ! ) રહેતી હોય છે. આ કા મનુષ્યના મૃત્યુ પછી પણ મરતી નથી . કા ને દીર્ઘજીવી બનાવવા માટે લોકો શરીર ને ભૂખ , તરસ , હિંસા અને ક્ષય થી બચાવે છે . પ્રત્યેક માનવીનાં શબની સાથે કબરમાં એનાં ધન , હથિયાર અને સામગ્રી પણ મુકવામાં આવતી જે આ સમયની પરંપરા હતી. ફેરોહ રાજાની કબરમાં તો તતેનાં દાસ દાસીઓ ને પત્નીઓને પણ દફનાવવામાં આવતાં . બોલો ! જીવતા લોકો ને પણ ! જેથી કરી એ લોકો પરલોકમાં પણ રાજાની સેવા કરી શકે . આ મૃતક ફેરોહની કબર પર વિશાળ ભવન બનાવવામાં આવતા . જેને પિરામિડ નામ આપવામાં આવ્યું . પિરામિડમાં આત્મા ની સંતુષ્ટિ માટે તેની દીવાલો પર ચિત્રો દોરવામાં આવતાં . જેમાં દરબાર , ખેતર , બળદ , રોટલી બનાવતાં હોય એવા , દારૂ પીતા અને ભોજન જમતાં હોય એવા ચિત્રો દોરતા . મિસ્ર ના ચોથા રાજવંશનાં સંસ્થાપક ખુફ્રુ એ કાહીરા પાસે ગિજા નામના સ્થળે સૌથી ઊંચા પિરામિડ નું નિર્માણ કરાવ્યું . આ પીરામિડની ઊંચાઈ 480 ફિટ છે.
હવે આટલાં વિશાલ પિરામિડ ને બનાવવા જબરદસ્ત માનવબળ અને મશીનરી જોઈએ. હવે એ સમયમાં આટલા મોટા પાયા પર આ પિરામિડ આખરે બનાવ્યો કઈ રીતે ? એનાં અનેક જવાબો છે .

હેરોડોટ્સ નામના યુનાની ઇતિહાસકાર નું માનવું છે કે એ આ પિરામિડ બનાવવા એક લાખ ચાલીસ હજાર માનવીઓએ પોતાનો પરિશ્રમ વ્હાવ્યો હતો. અને એ પણ એકધાર વીસ વર્ષ સુધી ! આજે આ પિરામિડ વિશ્વની સાત અજયબીમા સામેલ કરવામાં આવેલો છે. જોકે આધુનિક ગણના અને ગણતરી મુજબ વધુમાં વધુ 12,000 લોકોએ જ આ પિરામિડ બનાવ્યો હશે. એનો અલગ લેખ બની શકે એમ છે.
વિલ ડ્યુરેટ નામના એક બીજા ભાઈ એમ કહે છે કે કળાએ આજ સુધી માનવી માટે આનાથી વધુ કર્યું નથી .
સેવાઇન ભાઈ તો એમ કહે છે કે પ્રથમ યુગની વિશેષ પ્રાપ્તિ પિરામીડોનું નિર્માણ છે . આ માત્ર જનશક્તિ ના પ્રયોગનો નમૂનો જ નથી પણ ફેરોહ રાજાઓને આધીન શક્તિનું પ્રતિબિંબ છે.

આ પણ વાંચો : પિરામિડ યુગ
સુદેવનું મિસ્ર ના રાજાઓ ઇષ્ટદેવ તરીકે પૂજા કરતાં હતા. આથી સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે તેમણે આ વિશાળ પિરામિડ બનાવેલા જેથી પિરામિડ ઉઓર સૌથી પહેલા સૂર્યકિરણ પડી શકે.
સ્ફીન્કસ
ગીજા પિરામીડની પાસે નર અને સિંહ ની મૂર્તિ જેવી લાગતી મૂર્તિ નું નિર્માણ કરવામાં આવ્યું છે. તેનું અડધું શરીર માનવનું છે ને ચેહરો સિંહ નો . જેને સ્ફીન્કસ નામથી ઓળખવામાં આવે છે . તેની ઊંચાઈ 25 ગજ અને લંબાઇ ૫૦ ગજ જેટલી છે . જેને પ્રાચીનકાળમાં ‘ હું ‘ ના નામથી ઓળખવામાં આવતી હતી એનો અર્થ થાય છે સુરક્ષાનો ચોકીદાર . આધુનિક સમયમાં મિસ્રવાસીઓ તેને અબુલ હોલ નામથી ઓળખે છે. જેનો અર્થ થાય છે ભયનો પિતા. મૂર્તિકલા સાથે સબંધ ધરાવતા ચાર્લ્સ પેરીએ લખ્યું છે કે આપણે માનવું પડશે કે મિસ્રના કલાકારોએ એવી કલાકૃતિઓ આપી છે કે જેની તુલનાયુરોપની આધુનિક કલાકૃતિઓ સાથે કરી શકીએ તેમ છીએ.
આર્થિક ઉદેશ્ય
તે સમયે પિરામિડના નિર્માણના કારણે લોકોનેરોજગાર પણ મળતો હતો. સામાન્યરૂપે પૂરના સમયે પીડિત લોકોને રોજગાર દેવા માટે પિરામિડ બનાવતા હતા. બેન ફિંગર નામના ઇતિહાસકારો લખે છે કે ઘણા બધા મનુષ્ય પિરામિડને ખોટા અભિમાની સ્મૃતિ સમજાશે પણ સંભવતઃ તે નાઇલ નદીના પુરને કારણે બેરોજગાર બની જતા તેમને રોજી દેવા માટે બનાવવામાં આવતા હતા. નદીમાં પૂર આવતું હતું ત્યારે ખેતર પાણીથી ભરાઈ જતા હતા. સમય જતા જોકે તેમાં ફેરોહ રાજાઓએ જનતા પાસેથી પોતાની મન્સુબી મુજબ કામ લેવાનું શરૂ કર્યું . પણ નિરંકુશ ફેરોહ રાજાનો વિરોધ પ્રજા કરી શકતી નહિ .
પિરામિડ યુગની શાસન વ્યવસ્થા
બે રાવંશજોએ મિસ્રને આ યુગમાં પોતાની રાજધાની બનાવી હતી . ત્રીજા રાજવંશે મેમ્ફિસ ને પોતાની રાજધાની બનાવી હતી. ત્રીજા વંશે મેમ્ફીસ ને રાજધાની બનાવી તેના પેહલા 500 વરસ સુધી મિસ્ર જ રાજધાની હતું . આ સમયે ફેરોહ રાજા નિરંકુશ હતા . તેમના અધિકાર અસિમિત હતાં . મિસ્રવાસીઓની ધારણા હતી કે તેમનાં ફેરોહ રાજા સૂર્યના પુત્રો છે. તે ન્યાય અને ઈશ્વરના પ્રતિનિધિ છે. પણ તેમનાં પર ન્યાય લાગુ થતો નોહતો . મતલબ બધા કાયદા માત્ર પ્રજા માટે ! રાજની બધી શક્તિઓ ફેરોહના હાથમાં કેન્દ્રિત હતી અને એ પણ વંશ પરંપરાગત . ફેરોહનું મુખ્ય કર્તવ્ય રાજ્યમાં શાંતિ અને વ્યવસ્થા બનાવી રાખી અને પ્રજાની ભલાઈ માટે કાર્યો કરવાના હતું .
આ સમયની વ્યવસ્થા ખૂબ જ સુંદર હતી . ફેરોહ અરજીઓ સાંભળવાનું કાર્ય કરતા હતા . નદીના કિનારે કિનારે રાજ્ય જિલ્લાઓમાં વહેંચાયેલું હતું જેને નોમ નામથી ઓળખવામાં આવતું હતું .પ્રત્યેકનો નોમનો એક ધર્મ , એક દેવતા , એક સરદાર અને એક કબીલો હતો . રાજા પાસે કોઈ સ્થાયી સેના નોહતી પણ જરૂર પડે ત્યારે નોમની સેના તે મંગાવતા હતા. એમના મતાનુસાર કાનૂન વ્યવસ્થા અને સમૃદ્ધિના દ્રષ્ટિકોણથી આ સમયમાં ખૂબ જ ઉન્નતી થઇ હતી અને પ્રજાવાસીઓના રહેણીકરણી નું સ્તર ઉન્નત થયું હતું. પણ જયારે ફેરોહ રાજાઓએ પોતાના કૃપાપાત્ર સામંતો ને મોટી મોટી જાગીર દેવા માંડી ત્યારે જાણે ફેરોહ રાજાએ પોતે જ પોતાના પુરાતન રાજ્યના રાજત્વ ના મૃત્યુદંડ ના કાગળ પર સહી કરી દીધી.

Leave a Reply