પાંખ વગરનું ખતરનાક પક્ષી : કેસોવારી

0
86

આપણા રાજ્યમાં અને દેશમાં આપણે કાગડો , પોપટ , ચકલી ,મેના અને કબુતર જેવા પક્ષીઓ વિષે સાંભળ્યું હોય છે પણ આજે આપણે જે પક્ષી વિષે વાત કરવાના છીએ એ થોડું અલગ પ્રકારનું પક્ષી છે , સૌથી પેહલા તો એ કે આ પક્ષી આપણા ભારત દેશનુ નહિ પણ ઓસ્ટ્રેલીયા નું છે , પણ મૂળ વતન ઓસ્ટ્રેલીયા અને ન્યુ ગીની .

આથી સ્વાભવિક રીતે આપણા દેશ્મ્માં આ પક્ષીના દર્શન થતા નથી . આથી પરની બાગ કે ખાસ પ્રકારના પક્ષી માવજતના સ્થળોએ જ આ ભાઈ સાહેબના દર્શન થાય છે . અને એક વાત સાંભળી લો ! આ ભાઈને જોવા નું મન થાય ને જોવાનો મોકો મળે તો એક વાત યાદ રાખવી કે અ ભાઈ ને પુરા આદરથી જ જોવા ! કેમકે જરા સરખો અટકચાળો તમને દવાખાને પોહ્ચાડી શકે છે ને તમને મફતમાં ૧૦૮ ની મુસાફરી કરવાનો લ્હાવો ન જોઈતો હોવા છતાં મળશે . કેમકે અ પક્ષી ઓપોત મેના કે કબુતર જેવું ભોળું નથી પણ બાર ખાંડીના મિજાજ ધરાવતું ખતરનાક છે , ઘણા માણસો એનો અટકચાળો કરવા જતા દવાખાનામાં પોહચી ગયાના દાખલા ઘણા દેશોમાં નોંધાયા છે , એમાં તમેય ન આવી જાવ એનો ખ્યાલ રાખવો .
આમ તો કોઈ પણ પક્ષી માનવીથી દરે છે ને એ પાસે આવતા જ એ ઉડી જાય કે ભાગી જાય ! પણ આજના આપણા મહેમાન કેસોવારી થોડું અલગ છે . કેમકે વૈજ્ઞાનિકો તેને કેસોવારીની સાથે ધ કિલર બર્ડ તરીકે પણ ઓળખે છે . હવે આ વાક્યમાં જ બધું આવી ગયું . ખુંગ ફૂ નાં એવા દાવ અજમાવે કે ઘડી ભર તો જેટલી ને જેકી ચેન પણ આંખો ચોળતા રહી જાય કે મારું હાળું આ દાવ આપણને આપણા ગુરુએ કેમ ન શીખવ્યો ?
પાંખ વગરનું ખતરનાક પક્ષી : કેસોવારી
હવે આટલા બધા વખાણ કરી દીધા છે તો હવે તેના વિષે પૂરી માહિતી અને જ્ઞાન મેળવીએ .
પાંખ વગરનું શા માટે છે કેસોવારી ?
સૌથી પેહલા આ કેસોવારી છે તો શાહમૃગ જેવી વિશાલ પણ એની પાંખો એટલી ટૂંકી છે કે તમે એને પાંખ વગરનું પક્ષી ખી શકો , હવે પાંખ  જ ન હોય એને પંખી કેમનું કેહવાય ? એને પાંખો તો છે પણ એટલી ટૂંકી કે એની મદદથી એ ઉડી તો ન જ શકે ! હવે આ બીજી રોણ નીકળી હો ભાઈ ! એક તો પાંખો નહી તોય પક્ષી અને એય પાછું ઉડી પણ ન શકે ! આ પક્ષી છે કે કોઈ જનાવર હે !

પણ કેસોવારીને પાંખો આટલી ટૂંકી કે ન બરાબર હોવાનું પણ કારણ છે કે કેમકે હજારો જાતના પક્ષીઓ એય ને પંખો ફફડાવતા મન થાય ત્યારે આકાશમાં ઉડી શકતા હોય ને કેસોવારી ને ઉડવાનો લ્હાવો નમળે એ તો ભાઈ જબરી વાત કહેવાય પણ એનીન પાછળ પ્રકૃતિ છે !
હા , જરા માંડીને વાત કરીએ .
વાત એમ છે કે આજથી લાખો વરસ પેહલા કેસોવારીના પૂર્વજો હવામાં ઉડતા ઉડતા ( એ તો ઉડી જ શકતા હો ) એક ભૂલ કરી બેઠા . ઉડતા ઉડતા એ ઓસ્ટ્રેલીયા અને ન્યુ ગીની પોહચી ગયા . કેમકે અહીનું વાતવરણ એવું હતું કે તેમની પાસેથી એમની પાંખો જ છીનવી લીધી , કી રીતે તો એ પણ વાંચો !


પક્ષી ઉડે શા મટે ? એક તો ખોરાક શોધવા , બીજી કોઈ ખતરો છે એવું લાગે તો જીવ બચાવવા ભાગવા , કેમકે ઉડ્યા પછી જંગલના રાજા સિંહ પણ બીચારા લાચાર થઈ જાય ને ! હવે કેસોવારીના પૂર્વજો ઓસ્ટ્રેલીયા ને ન્યુ ગિનીમાં આવ્યા તો આય તો એમને એયને જલસા થઇ ગયા . કેમકે અહી ને તહી વેરાયેલા અનાજના દાણા રેઢે ઢીબાતા હતા , બીજું દીપડા કે માનવી જેવા કોઈ જોખમ નોહતા …હવે જો મફતમાં વગર મેહનતે ખોરાક મળતો હોય તો ઉડવુંય શા માટે ભાઈ ? એ બધા તો એયને ચાલતા જાય ને ખોરાક ચણતા જાય . ન કોઈ ચિંતા બસ મોજે દરિયા . એટલે એમણે પાંખોનો ઉપયોગ જ બંદ કરી દીધો . બસ આ જ ટર્નીંગ પોઈન્ટ , જ્યાંથી કેસોવારીની પંખો ટૂંકી થવા લાગી . કેમકે શરીરમાં જે અંગનો ઉપયોગ લાંબા ગળા સુધી ન થાય એને ઉત્ક્રાંતિ એક સમયે મિટાવી દે છે . એ પ્રકૃતિનો નિયમ છે . આમ તો આ ફેરફાર કરવામાં પ્રકૃતિ કરોડો વરસ લગાડે , પણ આ કેસોવારીના કેસમાં તો પ્રકૃતિએ હેર કટિંગ સલુનની જેમ કામ કર્યું . કેમકે આ નવા પ્રદેશમાં કદાચ કેસોવારીને સલામત રાખવા માંગતી હતી .
પાંખ વગરનું ખતરનાક પક્ષી : કેસોવારી
થયેલું એમ કે પવન કેસોવારીને અ અજાણ્યા પ્રદેશોમાં લઇ આવ્યો હતો . પણ કાળક્રમે અ બન્ને પ્રદેશો દક્ષીણ તરફ ખસી ગયા . હવે અંતર વધુ હતું તો તુંન્કાયેલી પાંખ ને પવન બન્ને એના દુશ્મન બન્યા . કેમકે જો દરિયો પાર કરવા જાય તો સીધી સાગર સમાધિ ! એ તો ત્યાં જ વસી ગયા . ને આખરે કેસોવારીએ ઉડવાનું જ વ્બંદ કરી દીધુ , ને પંખો ગુમાવી દીધી . પછી કુદરતના નિયમ પ્રમાણે એનું કદ પણ નાનું થયું . બસ એમ જ સમજી લો કે જેવો દેશ એવો ભેષ કેસોવારીએ લીધો !

આજના કેસોવારીનું શરીર !
આજે પાંખો ગુમાવ્યા બાદ એ આકશમાં ચડવાને લાયક નથી , માત્ર જમીન પર ચાલી શકે છે . આથી ચાલવા માટે કુદરતે એના પગ જરા લાંબા કરી દીધા છે . ભાગવા માટે કામ લાગે ને જરૂર પડે તો સામે આવેલા શત્રુને પંજાના તીક્ષ્ણ ન્હોરથી દવાખાને પણ પોહચડી શકવા પણ !


બીજા પક્ષીના સુંવાળા પીછાના બદલે વાળ જેવા એના પીંછા છે . એ પણ કાંસકાથી હોલેલા હોય ને એવા . જે હરવા ફરવા નાં કામમાં મદદરૂપ થાય છે , નહિતર અહી થી તહીં અટવાયા કરે ! માથા પર જુવો તો આજના હેલ્મેટનો કાયદો એને લાગુ પડતો હોય એમ એના માથા પર કલગી છે , જે ખરી રીતે તો ૬ કે ૭ ઈંચનું હાડકું છે હાડકું ! જાણે લડતી વખતે માથાને બચાવવા શિર સ્ત્રાણ ન પેહર્યુ હોય એમ ! એનાથી માથાનું રક્ષણ થાય છે . કેમકે આડી આવતી બધી વસ્તુને એ આ માથાથી એક બાજુ કરતું જાય છે . દોડવું હોય તો આ ભાઈ સાહેબ કલાકના ૪૮ કિલોમીટર કે ભીહ્ પડી હોય ત્યારે ૫૫ કિલોમીટરની ઝડપે દોડે છે .
કેસોવારીનું ઈંડુ ….એમ …
મરઘીના નવ ઈંડા ભેગા કરો ત્યારે કેસોવારીનું એક ઈંડું થાય . કેમકે કેસોવારી ૫ ફીટ કે ૬ ફીટ તો ઊંચું હોય છે . વજન લગભગ સરેરાશ ૮૫ કિલોગ્રામ ! તો ઈંડું લગભગ ૫૦૦ ગ્રામનું ! માળો ન બાંધી શકતું આ પક્ષી – માદા કેસોવારી – જમીન પર જ લીલા રંગના બે થી ત્રણ ઈંડા મુકે છે . નર કેસોવારી ઈંડાની રખેવાળી કરે છે , બોલે તો સિક્યુરીટી ! ઈંડાને સેવે પણ છે પછી ઈંડામાંથી પીળા રંગના કાળા રંગની પટ્ટી વાળા બચ્ચા જન્મે ત્યાં સુધી તેમના માટે ખોરાકની પણ વ્યવસ્થા કરે છે .
હવે અ ઈંડા જ્યાં હોય ત્યાં જો માનવી પોહચી જાય તો શરમાળ ગણાતું અ કેસોવારી પોતાનો ગરમ મિજાજ બતાવે છે , ને સાથે કુંગ ફૂ નાં એવા દાવ બતાવે કે માનવી ખો ભૂલી જાય ! સામે આવેલા ખતરાને સંકજામાં લેવા પેહલા તો એ આગળ પાછળ કે ડાબે જમણે ખસે છે ને પછી ………………….અચાનક છલાંગ લગાવે છે ! હવે ૮૫ કિલોગ્રામનું પક્ષી જરાય દોડ્યા વગર જગ્યાએ ઉભા ઉભા જ આ રીતે કી રીતે છલાંગ લગાવી શકે એ પક્ષીઓના વિદ્વાનો પણ જાણી શક્યા નથી . પણ કુદકો માર્યા પછી પગથી એવી કિક મારે કે માણસની બધી કિક નીકળી જાય . કેમકે એક કિક જેમ તડબુચ ચિરાયું હોય ને એમ માણસનું પેટ ચીરી નાખે છે , સો બી કેરફુલ હો ભાઈ !
કેસોવારીનું મુખ્ય શસ્ત્ર એના પગ જ છે . ત્રણ ત્રણ અંગુઠાના બનેલા પંજા છે . જે ખુબ જ કાતિલ સાબિત થાય છે . કેસોવારીના ઘામાં આવ્યા ને તો ભાગવું અશક્ય કેમકે માંસ ૪૮ કિલોમીટરની ઝડપે ભાગી શકતો નથી . અવારનવાર કેલાક માણસો એની હડફેટે ચડ્યા ને ઘાયલ થયાની ઘટનાઓ બનતી રહે છે .
જોકે હવે ઓસ્ટ્રેલીયામાં એ એકલું નથી , માનવી પમ છે , પણ તે બધા કેસોવારીને ઓળખે છે . એટલે તેને છંછેડતા નથી નહિતર માણસ સળી કર્યા વગર રે ? પણ આ કેસોવારીને તો એ બધા દુરથી જ સલામ કરે છે , તમારે પણ એમ જ કરવું ! જીવ વ્હાલો હોય તો હો જ ! જોકે આજે પણ ઓસ્ટ્રેલિયામાં તેનો પણ શિકાર થી રહ્યો છે . આ પક્ષીને હેમખેમ રાખવા કુદરતે લાખો ને કરોડો વર્ષ મેહનત કરી છે . પણ માણસ ક્યારેય એની કિંમત સમજ્યો છે ?? આપણે ભલે કહ્યું કે કેસોવારી ખતરનાક છે પણ માણસ નાં કારણે એનું ભવિષ્ય થોડું પણ આશાસ્પદ લાગતું નથી …. કડવું છે પણ સાચું છે !!

Leave a Reply