ટીપું સુલ્તાનનો ઘુરકિયા કરતો ને અંગ્રેજને ફાડી ખાતો ‘ રોબોટ વાઘ ‘ !

0
86
આજથી સવા બસો વર્ષ પહેલા અંગ્રેજો સામે લડેલા ટીપુસુલતાન અને વાઘ શા માટે કહેવાય છે તમને ખબર છે? સામાન્ય રીતે તે અંગ્રેજો સામે વાઘની જેમ લડેલો એ વાતો ખુબ જાણીતી છે ને કહેવામાં પણ આવે છે , તો પણ તેના સિવાય પણ એક બીજું ખાસ કારણ છે !

એ શું વાત છે ?

જાણો !

હવે આ ટીપું સુલતાનના જીવનમાં વાઘ ડગલે ને પગળે સાથે જ રહેતો હતો . કેવી રીતે તો વાંચો. તેનાં લશ્કરનો સિમ્બોલ જ વાઘ હતો . આ વાઘ જેટલું હિંસક એટલું જ હિંમતવાન . તેના માટે ટીપું આ પ્રાણી પર આફરીન હતો . ટીપુ સુલ્તાને ઠેર ઠેર તેના પ્રતીક દોરાવ્યા અને કોતરાવ્યા હતા . ત્યાં સુધી કે તેની લશ્કરી છાવણીમાં દાખલ થનાર ને જ્યાં જુએ ત્યાં વાઘ જ વાઘ દેખાય . એના સૈનાના ધ્વજ પર પણ કેસરી ને કળા રંગનો વાઘ ભરતકામ કરેલો હતો . વાઘની છાપવાળો બિલ્લો દરેક સૈનિકના યુનિફોર્મ પર હંમેશા પહેરવાનો હતો . ત્યાં સુધી કે કાળમુખી ટોપના મોઢા નો આકાર પણ ઝડબુ ફાડીને ત્રણ નાખતા વાઘ ના મોઢા જેવો હતો એ જ રીતે બંદૂકના હાથા તલવારની મૂઠ અને લોખંડની ઢાલ પર પણ નાના-મોટા વાઘના નકશીકામ કરાવતો હતો. હદ તો ત્યાં થાય કે એણે સિંહાસન પણ વાઘનાં શિલ્પ પર જ ગોઠવ્યું હતું . જંગલમા શિકાર કરવા જાય તો ઓન માત્ર વાઘનો જ તે શિકાર કરતો . આ બધું ટીપું નો વાઘ પ્રત્યેનો લગાવ બતાવે છે પણ એમાં એક ખૂબ જ મહત્વની બાબત બાકી છે અને એ છે

ઘુરકિયા કરતો , અંગ્રેજને ફાડી ખાતો રોબોટ વાઘ !

હવે આજથી સવા બસો વર્ષ પહેલા કયા રોબોટ હતાં ?

પણ ટીપું પાસે રોબોટ વાઘ હતો ! બોલો લ્યો !

આ કઈ નાનું એવું રોબોટયું ન હતું .આ વાઘ હતો 6 ફિટ લાંબો ને પુરા કદનો . જેને એ ફાડી ખાતો હતો એ અંગ્રેજ પણ પુરા કદનો ! પણ રમકડું ! પણ આ વાઘ હલનચલન કરી શકતો . ત્યાં સુધી કે ઘુરકવાનો અવાજ સુદ્ધા કરી શકતો . સુધી મજેદાર વાત તો એ કે વાઘ જેને કોળિયો બનાવતો હતો એ મરણચીસ નાખતો હતો .

આમ તો ટીપુ સુલતાને આ રમકડું તૈયાર કરાવ્યુ હતો છતાં આ વાઘ પૂરો છ ફીટ લાંબો હોવાને લીધે રમકડું પણ સાચુ હોય તેવું જ લાગતું હતું . અને રમકડું પાછું- રોબોટ જેવો સ્વયંસંચાલિત એટલે વાસ્તવિક લાગવામાં કઇ રહે ?

ટીપુ સુલતાનના દરબારમાં આવતા નવા મહેમાનો તો બિચારા વાઘ નો અવાજ પહેલી વાર સાંભળ્યા પછી ડરી જ જતા ! કેમકે આવી નવાઈભરી વસ્તુ એ સમયે બીજે ક્યાંય હતી જ નહિ ! બીજી તરફ ટીપું ખુશ થતો કેમકે હુમલાખોર પ્રાણીઓમાં વાઘ તેનું પ્રિય ને એના હુમલાનો ભોગ બનનાર અંગ્રેજ ! જે ટીપું ને દીઠા ન ગમતા . ટીપુ પોતે બધા અંગ્રેજોના છેવટે આવા જ હાલ કરવા માંગતો હતો પરંતુ ગોરી ફોજ સામે તે અનેક વખતે લડ્યો હોવા છતાં તેનું સ્વપ્ન આખરે અધૂરો જ રહ્યુ .

આજે આ વાઘ કયા છે ?

અફસોસ સાથે કહેવું પડે છે કે તે આપણી અનેક વિરાસતોની જેમ ટીપુંનો આ વાઘ આજે પણ લંડન ના વિક્ટોરિયા આલ્બર્ટ મ્યુઝીયમ માં છે . ત્યાં તેને રાખવામાં આવ્યો છે પણ હવે તે પહેલાની જેમ ત્રણ પાડતું નથી અને જેને તે ફાડી ખાતો એમ ગોરો અંગ્રેજ પણ તરફડીયા મારતો નથી. છતાં મ્યુઝિયમની મુલાકાતે અને ખાસ કરીને રોબોટ વાઘ જોવા માટે આવનારા પ્રેક્ષકો ચકરાવો પડી જાય છે કે સવા બસો વર્ષ પહેલા ટીપુ સુલ્તાને એવો તો કયો કરતબ કર્યો હતો ? કે આ રીતે વાઘનો રોબોટ બનાવ્યો ! એ બનાવનાર પણ કેવો ચતુર અને ભેજાબાજા હશે ? આમેય આ ટીપું અંગ્રેજોને બવ ભારે પડેલો ને આજે પણ મ્યુઝિયમના ઘણા ખરા અંગ્રેજ પ્રેક્ષકોને આ વાઘ પર આજે પણ ગુસ્સો ચડે છે ! કેમ ? કેમકે અંગ્રેજને આ વાઘ ફાડી ખાય છે ને ?

પણ આ રોબોટ વાઘ બનાવ્યો કઈ રીતે ? તો જાણીએ આ રમકડાં આ વાઘની પુરી હકીકત !

મૂળ વાત એ છે કે ટીપુ સુલતાનને પણ સવા બસો વર્ષ પહેલા અંગ્રેજો સામે જેવો તેવો ગુસ્સો ન હતો. મીર જાફર જેવા ગદ્દારોના કારણે એ દેશમાં શાસનની સ્થાપના કરવામાં સફળ થયા . જોકે એમા ભરતીયો નો જ વાંક હતો. બધા સાથે મળી લડ્યા હોત તો અંગ્રેજો ભાગી ગયા હોત ! પણ સૌ પોતપોતાનું રજવાડું સંભાળી બેસી રહ્યા. નિજામ પાસે અંગ્રેજોની ફોર કરતા દસ ગણી મોટી ફોજ હતી . પણ બીજા પર અંગ્રેજો હુમલા કરે , રાજ્યો જીતી લે એમાં મારે કેટલા ટકા ? ના વિચારવાળા નિજામ ( નિજામને અંગ્રેજોએ કહેલુ તમે વચ્ચે ન પડે તો તમારા ઓર હુમલો નહીં કરીએ ! ) જેવા સ્વાર્થી ભારતીયોના કારણે જ ભારતનું પતન થયું.

આ બધામાં બે જ મહારાજા અંગ્રેજોનો વિરોધ કરવામાં બહાદુર બન્યા ! એક મૈસુરનો હૈદરઅલી ને બીજો એનો દીકરો ટીપું ! 22 વર્ષ સુધી તે અંગ્રેજો સામે લડ્યો. સામ્રાજ્યના તેણે વધુ મોટું અને મજબૂત બનાવ્યું . હૈદરઅલી અંગ્રેજોના હાથે એક જ વાર હાર્યો . જનરલ હેકટર મનરો નામના ગોરા કમાન્ડરનીની ફોજ સામે લડ્યા છતાં તેનોબહુ ખરાબ રીતે પરાજય જથયો. પછી 1882માં અચાનક મૃત્યુ પામ્યો અને ટીપુ મૈસુરનો રાજા બન્યા.

હવે આગળની વાત કરતા પહેલા ઇ વાઘ રોબોટ કેમ અને ક્યારે બનાવ્યો તેના વિશે વાત કરી લઈએ.

સુંદર વનનો વાઘ

વાત એમ છે કે સરસો 1792 ના વર્ષમાં ટીપુસુલતાન એ વાઘના સિમ્બોલ વાળા શસ્ત્રને સૈનિકોનું એક મોટું લશ્કર આગળ કહ્યું તેમ ખડું કર્યું હતું . કેમકે વાઘ એને એટલો ગમતો કે સપનામાં પણ એ અંગ્રેજો પર ત્રાટકતો દેખાતો. એક નોંધપોથીમાં ટીપૂ એ આવા સપના નું વર્ણન કરતો લેખ પણ લખેલો. અફસોસ સાથે કહેવાનું કે રોબોટ ની જેમ આ નોંધપોથી પણ અંગ્રેજો ના વિક્ટોરિયા આલ્બર્ટ મ્યુઝિયમ માં આજે પણ પડેલી છે.

ટીપુ પોતાને પણ વાઘ માનતો હતો અંગ્રેજોને ફાડી ખાવા માટે જ પોતાનો જન્મ થયો છે એવું તે માનતો હતો . પરંતુ 1892થી વાત બની અંગ્રેજ ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલિસ ના લશ્કરે શ્રીરંગ પટ્ટનમ પર હુમલો કર્યો. બેંગ્લોર થી ૧૨૦ કિલોમીટર દક્ષિણમાં આવેલા આ કિલ્લાને અંગ્રેજોએ સજ્જડ રીતે ઘેરી લીધો . ટીપું બહાદુરી પૂર્વક લડ્યો પણ આખરે ખોરાક પાણી ને શસ્ત્રો ખૂટી પડતા તેણે કોર્ન વોલીસના શરણે જવાનો વારો આવ્યો .

હવે એ ગોરો પોતાનું ધાર્યું કર્યા વગર રે ? એટલે તેણે ટીપું ને જીવતો રહેવા તો દીધો પરંતુ તેનું અડધું રાજ્ય આંચકી લીધુ જીતી લીધેલા પ્રદેશો અંગ્રેજોએ મરાઠા ઓનેપાછા આપી દીધા . ટીપું આજે પુત્રોને કેદ પકડવામાં આવ્યા. જેથી એ પુત્રો અંગ્રેજોના કબ્જામાં ત્યાં સુધી ટીપું ફરીવાર લડવાનો વિચાર જ ન કરે !

આ માટે એ અંગ્રેજે બેઉને અંગ્રેજી મદ્રાસ પહોંચાડી દીધા અને ત્યાં સતત બે વર્ષ માટે તેમને નજરકેદમાં રાખવાનો હુકમ આપ્યો . આ રીતે ટિપુ સુલ્તાનનું ઘોર અપમાન થયું છતાં તેણે ને બેસી રહેવું પડ્યું કેમકે તેના દીકરા અંગ્રેજના કબજામાં હતા.

આમ કુલ બે વખત ટીપું હાર્યો . કેમકે પહેલીવાર જનરલ હેક્ટર munro નામના અંગ્રેજ અમલદારે તેને પરાજય આપ્યો હતો.

હવે કુદરત નામની પણ કઈક બાબત હોય છે ને ! એના થોડા સમય પછી એક ખૂબ જ વિચિત્ર ઘટના બની. મૈસૂરમાં ટિપુ ના સમાચાર મળ્યા કે કલકત્તા પાસે સુંદર વનમાં આ જ અંગ્રેજના દીકરાને વાઘે ફાડી ખાધો…એ ઓન એકનો એક દીકરાને !

ટીપુસુલતાન ખુશ હુઆ જાણે મોગેમ્બો ખુશ હુવા !

કુદરતનો ઇન્સાફ ! કુદરતની સજા મળી ! તેના એક માત્ર દીકરો મોત થયું ! બે પુત્રોને બંદી તરીકે પકડીને તેમને મદ્રાસના કારાવાસમાં ત્રાસ અપાયો તેની જ પાસે જા કુદરતે એ સજા કરી , એ પણ કોના મારફત ! ટીપુંના બેહદ માનીતા પ્રાણી વાઘ મારફત જ ! વાઘને જ આ કામ સોંપ્યું કુદરતે !

સાચેસાચ કુદરતે તેના માટે ન્યાય કર્યો છે વળી એ પણ થયું કે ગોરા અંગ્રેજને ફાડી નાંખતા વાઘ નું દ્રશ્ય તેણે નજરોનજર જોવા મળ્યું હોત તો કેવું સારું થાત ? ઠીક છે ન મળે તો કાંઈ નહિ કાંઈ વાંધો નહીં સિમ્બોલ તરીકે કારીગરોને ટીપુ સુલતાન ના કહેવા પ્રમાણે સુંદરવનના વાઘ નું બાવલું તૈયાર કરવામાં એમને શી મુશ્કેલી પડવાની હતી ? ગોરા અંગ્રેજો નું પુતળું બનાવવાનું પણ એટલું જ સરળ હતું ! પરંતુ સાચું દ્રષ્ય જેવું દ્રશ્ય સર્જવું હોય ત્યારે નિર્જીવ વસ્તુને કઈ રીતે જીવતી બતાવવી ? ગોરો ચીસો નાખતો હોય , વાઘ ફાડી ખાવા ઘુરકતો હોય અને તેના પગ નીચે અંગ્રેજ દબાયેલો ચીસો પાડતો હોય તો જ ખરી મજા આવે જે ?

આ જાતના હલનચલન અને અવાજો માટે કયો તુક્કો લડાવવો એ ટીપુ ના કારીગરો ને ખબર ન હતી , એટલે કે પોતાના ફ્રેન્ચ મિત્રોને કશીક યુક્તિ શોધી કાઢવા માટે વિનંતી કરી !

હવે એક વાત ખાસ યાદ રાખવાની કે ભારત પર રાજ કરવા માટે ફ્રેન્ચ તથા અંગ્રેજ વચ્ચે શરૂઆતમાં ભારે સ્પર્ધા હતી . આ સ્પર્ધામાં અંગ્રેજો ફાવ્યા અને ફ્રેંચ પાછળ રહી ગયા. જો કે બંને વચ્ચે દુશ્મની તો ચાલુ જ હતી. યુરોપમાં તેમની વચ્ચે એકધારું યુદ્ધ પણ થતું હતું . નેપોલિયનનું સૈન્ય અંગ્રેજો સામે લડતું હતું . એટલે દુશ્મનનો દુશ્મન એટલે આપણો મિત્રા !

આમેય આ જ કારણથી એ સમયે કેટલાક ફ્રેન્ચોએ તે સમયે રહી ટીપુ સુલતાનને શાસ્ત્રો બનાવવામાં મદદ કરતા હતા. હબે આ બધા મૂળ તો કારીગરો એટલે તેમાંના એક જાણે ટીપુંને તના કારીગરો ને વાઘ બનાવવામાં મદદ કરી.

પેહલા કારીગરોને છ ફીટ લાંબો પરંતુ અંદરના ભાગે પોલો એવો વાઘ તૈયાર કરવા સૂચના આપી. બને એટલું મજબૂત લાકડું વાપરવામાં તેને કહેલું .ગોરા અંગ્રેજો એ જ રીતે બાવવું બનાવવાનું કહ્યું. ફુલ સાઈઝના બંને રમકડા કેટલાક મહિના પછી તૈયાર થયા ત્યારે ફ્રેન્ચ કારીગરે અંદરનું પોલાણ માપી તે મુજબના યંત્ર તૈયાર કરવા માંડ્યા .તેમાં ઓન અનેક મહિનાનો સમય લાગ્યો .છતાં ૧૭૯૨નું વર્ષની પુરું થાય એ પહેલા તેણે રોબોટ વાઘને ને ટીપુ સુલતાનના દરબારમાં હાજર કરી દીધો !

અને પછી શું થયું એનું વર્ણન તો કોઈ ઐતિહાસિક ગ્રંથ માં જોવા મળતું નથી પરંતુ તે પોતાને રોબોટ વાઘ ગમ્યો હોય એટલી વાત તો ચોક્કસ હતી. એની રચનામાં ખરેખર અજાયબી હતી. ઘડિયાળની જેમ એના જમણા પડખા માં ચાવી ખોલવા માટે એક છિદ્ર હતું . ચાવી અપાયા બાદ પછી અંદર કમાન ચડે અને ત્યારબાદ એક પછી એક ઠેસી ને ખસેડી દેવાઇ એટલે જાતજાતના ચક્રો અંદરોઅંદર ફરવા માંડતા હતા. વાઘ નીચે દબાયેલા અંગ્રેજના બાવલામાં પણ ઘણા ચક્રો હતા . ઉચ્ચારોનો પણ ખરા અને ઘુરકિયાના અને ચીસચીસના જુદા જુદા અવાજો કરતા વાજા પણ ખરા ! કઅંગ્રેજ પોતાનો ડાબો હાથ વાઘના મોત તરફ વાળે તેને દૂર કરવાનો પ્રયત્ન કરતો હતો આ રીતે ટીપું એ કલપેલું દ્રશ્ય વાસ્તવિક બન્યું !

જો કે સમય પસાર થતો ગયો. શ્રીરંગ પટ્ટનમ આવેલા પોતાના મહેલમાં ટીપુ સુલતાને રોબોટ વાત મુકાવ્યો . ફુરસદ મળે એટલે પોતે જ આ બીમારીને વાહનો પરાક્રમ જોતો અને ખુશ થતો પણ માત્ર રમકડા જોયા કરીને શું વળે ? ભલે અંગ્રેજ બાવલું ચીસો પાડતું હોય તેમની આજુબાજુના પ્રદેશમાં જીવતા જાગતા અંગ્રેજો તાકાતવાન બની રહ્યા હતા.

આખરે ૧૭૯૯ ના માર્ચમાં ગોરો અફસર કર્નલ આર્થર વેલ્સલી ચડી આવ્યો. એ પણ ૨૫૦૦૦ સૈનિકોની ફોજ સાથે !એ સમયે ટીપું કિલમાં હતો ! કિલ્લો ઘેરી સંદેશો મોકલવાયો કે અંગ્રેજોની શરણાગતિ સ્વીકારી લો . બાકી રહેલા મૈસુરના અડધો ભાગ આપી દો . ચાર દીકરાને પણ બંદીવાન તરીકે સોંપી દો !પણ ટીપુંએ કહ્યું જીવનભર ઘેટા બકરાની જેમ જીવવા કરતા એક દિવસ વાઘની જેમ નિડરતાપૂર્વક જીવવું વધારે સારું ! હું લડવા માંગુ છું .

ટીપુંનું આ આખરી યુદ્ધ હતું. યુદ્ધ શરૂ થયું . દિવસો સુધી તોપો છૂટી અને તોપમારો ચાલ્યો. ગાબડા પડતા રહ્યા . ઘોડા પર બેસીને ટીપુ તેના સૈનિકોને હિંમત આપતો હતો. પરંતુ આમ ક્યાં સુધી લડવું !

આખરે મે 19, 1999ના રોજ બપોરે ટીપુસુલતાન સમાચાર મળ્યા કે તેનો સેનાપતિ તોપ મારામાં માર્યો ગયો અને વળી અંગ્રેજી સૈન્યએ કિલ્લામાં પ્રવેશ કર્યો છે. ટીપૂ એ તરત પોતાની તલવાર હાથમાં લીધી. દુશ્મનનો સામનો કરવા પોતાના સૈનિકો જોડે એ પણ શામેલ થયો .

મરવાનું તો જાણે નક્કી જ હતું છતાં મોતને ભેટતા પહેલા ટીપુ શક્ય એટલા દુશ્મનોને ખતમ કરવા માગતો હતો . પણ એ હતા કોણ ? અંગ્રેજો ? ના ! એમાં અંગ્રેજો તો તો બહુ થોડા હતા. ફોજમાં ભારતીય જ વધારે હતા . દેશદ્રોહ કરવામાં તેમણે સહેજ પણ શરમ ન રાખી હતી .

પૈસા માટે તેઓ ભારતને ગુલામ બનાવવાનો નીકળી પડ્યા હતા અને છેવટે તેમણે ત્રણ ગંભીર ઈજા પહોંચાડી અને લોહીલુહાણ કરી મુક્યો. આખરે ટીપુંના સૈનિકો એ ડોલીમાં બેસાડીને લઈ જવા લાગ્યા એવામાં કેટલાક સૈનિકો ત્યાં આવ્યા .

ટીપુંના હીરા જડિત કમર પટ્ટા પર એક સૈનિકની નજર પડી . આ મૂલ્યવાન કમરપટ્ટો માટે તેણે હાથ લંબાવ્યો કે તરત ઉભા થવા જેટલી તાકત ન હોવા છતાં ટીપુંએ પોતાની તલવાર વીંઝી . જવાબમાં એ ગોરા સૈનિકે પિસ્તોલ વડે ટીપુંનું લમણું વીંધી નાખ્યું !

ઇતિહાસ પૂરો ! ભારતનો ઇતિહાસ કે સાથે જ પૂરો થયો. પંજાબના રણજીતસિંહ સિવાય એક પણ બીજો રાજા કે મહારાજા ભારતમા ન રહ્યો કે જે અંગ્રેજો સામે લડી દેશના ગુલામ થતો બચાવે. રણજીતસિંહ ૧૮૩૯ સુધી અંગ્રેજોના ટક્કર આપી પણ છેવટે તો આપણો દેશ લુચ્ચા , ખતપટી ને બદમાશ અંગ્રેજોને તાબે થવાનો જ વારો આવ્યો. અંગ્રેજો લુટારા પણ હતા . ભારતની 35000 અમૂલ્ય કલાકૃતિઓ તેમણે પોતાની દેશ ભેગી કરી દીધી. જેમાં ટીપુસુલતાન આપેલા રોબોટ વાઘનો પણ સમાવેશ થતો હતો.

આજે પણ તે વાત અફસોસ સાથે કહેવી પડે છે કે આ વાઘની સાથે બીજી 35,000 કલાકૃતિઓ પણ લંડનના વિક્ટોરિયા આલ્બર્ટ મ્યુઝીયમમાં છે. જેમાં આ વાઘે ૧૯૯૦ માં ઘુરકિયા કર્યા. પરંતુ હવે તે ચૂપ છે વાઘની અંદરના યંત્ર બરાબર કામ આપતા નથી. અંગ્રેજો તેનું સમારકામ પણ કરવા માંગતા નથી, કેમકે રોબોટ વાઘ એમને ફાડી ખાતો હોય એવું દ્રશ્ય તેમને જોવું ગમતું નથી.

Leave a Reply