ગુજરાતની લોકજાતિઓની વેશભૂષા

0
87
ગુજરાતમાં અનેક જાતિઓએ આવીને વસવાટ કર્યો છે. આ દરેક્ જાતિઓ પોતાની સાથે આગવા અને નિરાળા પહેરવેશો લાવી છે. કાઠિયાવાડ, કચ્છ , ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત વગેરે પંથકમાં વસતી લોકજાતિઓનો નોખો-નિરાળો પહેરવેશ જોવા મળે છે. સમાજમાં વસતી વિવિધ લોકજાતિઓને ઓળખવા માટં અત્યંત ઉપયોગી બની રહેલા પહેરવેશોને આ પ્રમાણેના વિભાગોમાં મૂકી શકાય

(૧) પુરુષોની પહેરવેશ: તેમાયુવાન, આધેડ અને વૃદ્ધ પુરુષોની પહેરવેશ;

(૨)સ્રોઓનો પહંરવેશ:તેમાં કુંવારી, પરણેલી, યુવાન અને વૃદ્ધ અને વિધવા નારીંઓનો પહેરવેશ

(૩) લગ્ન પ્રસંગે પરણવા જતાં વરલાડાનો અને

(૪) નાના… દીકરા-દીકરીનો પહેરવેશ.

આ પહેરવેશમાં પાછા ભરેલા અને છાપેલા પહેરવેશ તો ખરા જ.

પુરુષોનો પહેરવેશ: લોકજીવનમા રૂપની રૂડી નારીઓના પહેરવેશમાં જેટલું વૈવિધ્ય જોવા મળે છે તેટલું પુરુષોના પહેરવેશમા’ જોવા મળતું નથી. સૌરાષ્ટ્રના પુરુષોના પહેરવેશમાં જે વૈવિધ્ય * જોવા મળે છે તે ગુજરાતના પુરુષોના પહેરવેશમા‘ ભાગ્યે જ જોવા મળે છે. પાઘડી, અંગરખું, કેડિયું. ચોરણો, કબજો (બંડી), દરબારી કોટ વગેરે ષુરૃષોનો મુખ્ય પહેરવેશ ગણાય છે. ચોરણી, પાઘડી અને અગરખું મધ્ય એશિયામાંર્થી આવીને સૌરાષ્ટ્રમાં સ્થિર થયેલી લોકજાતિની દેણગી મનાય છે.

ઘાટ-સુઘાટની પાઘડીઓ:

પાઘડી એ પુરુષોની વેશભૂષાનું આગવું અંગ ગણાય છે. પ્રાચીન પરંપરાથી લોકજીવનમાં પહંરાતી આવેલી પાઘડી માનવીની મદાંનગીનું સાચું દર્શન કરાવે છે. પાઘડી મુછાળા મરદના રૂપને નિખારે છે એટલું જ નહીં પણ યુદ્ધધીંગાણે માનવીનુ રક્ષણ કરે છે. ગુજરાતના વિવિધ પંથકોમાં વિધવિઘ ઘાટની પાઘડીઓ પ્રચલિત છે. આજે જોવા મળતી અસંખ્ય પ્રકારની પાઘડીઓ સ્વતંત્ર સલ્તનત અને મોગલકાળમાં વિકાસ પામી હોવાનું માનવામા આવે છે. ગુજરાતની પાઘડીઓમાં ગુજરાતી. અમદાવાદી, વડોદરાની બાબાશાહીં અને ગાયકવાડી, ખંભાતી, સુરતી. પટ્ટણી વગેરે આઠ. દસ પ્રકારો જોવા મળે છે.જ્યારે કરછ અને સૌરાષ્ટ્રમાં તો લોક્સમાજના અઢારે વરણની અલગ અલગ ઘાટની પાઘડીંઓ જોવા મળે છે. તેમાં મોરબીની ઈંઢોણી જેવી ચક્કર ઘાટની, ગોંડલની ચાંચવાળી, જામનગરનીં જામશાહી (ઊભા પૂળા જેવી). બારાડીની પાટલીયાળી , બરડાની ખૂંપાવાળી , ભાલ, ઝાલાવાડ અને ઓખાની આંટિયાળી. સોરઠની સાદી પણ ગીરની કુંડાળા ઘાટની ગોહિલવાડનીં લંબગોળ (ભાવનગરી). પરજિયા ચારણની જાડા ઘા ઝીલનારી. રબારી અને મોટાભાઈ ભરવાડની ગોળ અને આંટિયાળી, નાનાભાઈ ભરવાડનીં અવળા આટાવાળી , જૂનાગઢ વિસ્તારના બાબીઓની બત્તી, સિપાઈઓનો સાફો, મૈરનીં પટાદાર અને કપાળે છાજલી રચતી નોખનિરાળા ઘાટની પાઘડીઓ લોકતરણની ઓળખ સહજમાં આપી દે છે: એમ પીંગળશીભાઈ ગઢવી કહે છે:

વરણ વાણિસો વેપારી કે વસવાયાની જાતિ;

ચારણ, લાહાણ, સાધુ જ્ઞાતિ પાઘડીએ પરખાતી.’

પાઘડીઓના રંગોની રૂડપ:

પાઘડીઓના રંગોની રૂડપ તો કોઈ અનેરા પ્રકારની જ છે. લગ્ન પ્રસંગે વરરાજા ગુલખારની પાઘડી બાંધે છે… ભરવાડો માથે રાતા છેડાવાળા ભોજપરા’ બાંધે છે. કોળી લોકો ચણોઠી જેવી લાલ કે ધોળા રંગની પાઘડી પહેરે છે. ઝાલાવાડમા’ કાળી, ટપકીવાળી પાઘડી વધુ પ્રચલિત છે. ભાલપ્રદેશમાં રંગબેરંગી બાંઘણીઓની પાઘડી વધુ જાણીતી છે. ભરવાડો પાઘડી ઉપર ભરેલા પટ્ટા બાંધે છે. જુવાનિયાઓ રાતી, લીલી કે કથાઈ રગનીં પાઘડીંઓ બાંધે છે.

ચોરણા અને ચોરણિયું :

ચોરણો એ પુરુષોની પહેરવેશ છે.સૌરાષ્ટ્રના લોકજીવનમાં વિવિધ પ્રકારના અઢી પાટા , ત્રણ પાટા ને સાડા ત્રણ પાટા ચોરણા ને ચૂડીદાર ચોરણિયું પહેરાતી આવી છે. કાઠિચાઘાડના ક્ણબી પટેલો , રાજપૂતો , ભાલ પ’થકના કોળી , વોરા, ક્ણબી વગેરે ચૂડીદાર ચોરણા પહેરે છે. જ્યારે સૌરાષ્ટ્રના ભરવાડ, રબારી. કોળી, દેવીંપૂજક અને અન્ય કાટિયાવરણ જાતિઓ ત્રણ ત્રણ ડોરણાંવાળી ચોરણી પહેરે છે. ચુંવાળિયા, તળપદા, ધેડિંયા અને ખાંટ કોળી લબડઘબડ ચોરણો પહેરે છે. ડોરણાંવાળી ચોરણીનો નીચેનો ભાગ કાપેલો હોય છે અને તેને છેડે કપડાના બોરિંયા’ બનાવીને ટાંકેલા હોય છે. આવા ચોરણા પહેરવામાં અને કાઢવામાં સરળ રહે છે. વિવિધ પ્રકારના ઘાટ અને ઘેર એ ચોરણાની વિશેષતા છે. જુવાનિયાઓ મેળો મહાલવા જાય છે ત્યારે ઘોયેલી રૂપાળી ચોરહિણું ચડાવૈ છે ને રંગીન ફૂમતાંવાળાં નાડાં લટકાવે છે.

કલાપૂર્ણ કેડિયાં: પાઘડી, ચોરણો ઘેરદાર અને કસોવાળા કેડિંયાં એ માનવીનો પૂર્ણપોષાક્ ગણાય છે. આ પોષાક્ માનવીને શોભાસજ્જા આપે છે. એના રૂડાં રૂપને નિખારે છે એટલું જ નહીં, પણ ઘરકામ કે ખેડયવાડયના શ્રમ વખતે પોષાક્ અત્યંત સગવડભર્યો પણ બની જાય છે.ખભાથી કાંડા સુધી કરચોલીવાળી ચૂડીંદાર બાંયું, ડબલ પડખાં , ફરતો ચપટીદાર ઘેર અને કસો ટાંકેલા બગલાનીં પાંખ જેવા ધોળા કેડિચામાં હોશિંલો દરજી છૂટા હાથે પોતાની કળા ઠાલવે છે. જુવાનિયાના કેડિયા માથે રાતા, લીલા અને વાદળી દોરાથી ભાતીગળ મોરલા ભરે છે. ફૂલવેલનીં શોભન ભાતો આલેખે છે. સૌરાષ્ટ્રના વિવિધ જાતિના લોકો વિઘવિઘ પ્રકારના કેડિયા પહેરે છે. આયરો, કહલ (ચૂડ)વાળા અને પીઠ ઉપર ભરત ભરેલા કેડિયાં પહંરે છે. કેડિયાંના રંગો અને ભરત ઉપરથી આયર અને સતવારા જુદા ઓળખાઈ આવે છે. જામનગર તરફના કોળી ચીણવાળા’ પાસાબંધી કેડિયા પહેરે છે. રંગીન અને ભરત ભરેલા કંડિયાં જુવાનિયાઓના મન મોહી લે છે. મોટી ઉંમરના પુરુષો સાદાં અને ધોળા કેડિયા પહેરે છે. ભરવાડ લોકો ચોરણાનીં જગ્યાએ રાતી , લીલી, વાદળી ફુલવાળી બોરી (પછેડી) અને કેડિંયાની જગ્યાએ તૂઈ મૂકીને મોરલા ભરેલા કબજા પહેરે છે.

લોકનારીઓનો પહેરવેશ

ગુજરાતની લોક્નારીંઓનો પહેરવેશ એની શોભાસજ્જા અને રૂપરંગની રૂડપને કારણે સવિશેષ સમૃદ્ધ બની રહ્યો છે, આ પહેરવેશમાં પ્રયોજાએલા રંગોમાથી નૈસર્ગીક સૌંદર્ય જાણે કે સાદ પાડી ઊઠે છે. લોકનારીઓના પહેરવેશને ત્રણ વિભાગભાં મૂકી શકાય .

( ૧ ) ક્ષત્રિય નારીંઓનો પહેરવેશ

( ર ) મદયમવર્ગનીં નારીઓનો પહેરવેશ,

( ૩ ) પછાતવર્ગની નારીંઓનો પહેરવેશ.

જુદી જુદી જાતિઓની સ્રોઓનીં ઓળખ માટે તેમનો પહેરવેશ અત્યંત ઉપયોગી બનીં રહે છે, વિવિધ વસ્રો પહેરનાર સી પરણેલી છે કે કુંવારી, દીકરી છે કે વહુ, માંડેલીં (સઘવા) છે કે વિધવા છે તે તેના પહેરવેશ પરથી સ્પષ્ટપણે પરખાઈ આવે છે.

આયરાણીઓનો પહેરવેશ:

સૌરાષ્ટ્રમાં વસતી આયર સ્રોઓ ઘેરા લાલ ફે પીળા રંગના થેપાડા’ અને લીલા અગર રાતા રંગના કપડાં પહેરે છે, અને કાળું ઓઢણું ઓટં છે. કાઠી જાતિની સ્રોઓ કાળા રંગનો ઓઢણાં , રાતી જીમીં, લીલો કમખો, રાતી બાંધણી કે કોથમરીં ભાતનીં ચૂંદડી ઓઢે છે. ભરવાડ, રબારી અને જામનગર તરફના સતવારા જાતિની સ્રોઓ ઊનનું થેપાઠું, પેટ સુધીનું અને પીઠ ખુલ્લી દેખાય તેવું લીલા રંગનું કાપડું પહેરે છે અને મોટી ખાપું ભરેલી ગુલાબી છેડાવાળી ઘાબળી ઓઢે છે,

ભરવાડ સ્ત્રીઓનો પહેરવેશભાલ પંથકનીં નાનાભાઈ ભરવાડની સ્રોઓ કાળી પરમેટાનીં જીમિયું ને મોળિયા મૂકેલાં કાપડાં પહેરે છે. રાતી કે લીલી ચૂંદડીં ઓઢે છે. જ્યારે મોટાભાઈ ભરવાડની સ્રોઓ ઊનનો ટંગલિચો, સરમલિયું, ઘૂંહલું અને બાવનબાગનું મોળિયાં મૂકેલું લાંબી સાળનું કાપડું પહેરે છે અને ઊનના ઢાળવા, કીડિંયાં, ગલબકડીં કે ગલેટ ઓઢે છે. ગુજરાતની રબારી સ્રોઓ ખડીં છાપેલા ઊંચા ઘાઘરા, સાચા કાપડા’ અને ભરત ભરેલા’ રૂપાળાં ઓઢણાં ઓઢે છે.

કચ્છી જતાણીઓનો પહેરવેશ:

કચ્છમાં વસતી જતાણીઓ ખભાથી પગ સુધીનો આભો પહેરે છે. તેના કોઠાના ભાગ ઉપર મનોહરનું ભરત ભરેલું હોય છે. આભાને બટનને બદલે દોરી હોય છે. માથે લાલ ચૂંદડીં જેવું ઓઢણું ઓઢીને તેના બે છેડા લટકતા રાખે છે. પોરબંદર પંથકમાં વસતી મેર ક્ન્યાઓ ધોળા રંગનો ઢાંસિયો (ઢારવો) જીમીનીં જેમ કંડયે વીંટે છે. કાળા રંગનું કાપડું અને કાળા રંગનું ઓંઢણું ઓઢં છે. પરણેલી સ્ત્રી ગુઢા રાતા રંગનો ઢાંસિયો પહેરે છે, વહુ જયારે સાસરેથી પિયર જાય ત્યારે ગામનો સીમાડે આવે એટલે રાતો ઢાંસિયો કાઢીને ઘોળો પહેરી લે છે.

ગીરકાંઠાની ચારણ સ્ત્રીઓનો પહેરવેશ;

ગીરકાઠામા વસતા માલઘારીં ચારણની સ્રોઓનો સામાન્ય પહેરવેશ કાળા કે રાતા રંગનું ચસોચસ થેપાડું, ઘેરા રંગનીં છૂટી કસવાળું કાપડું અને ઓઢણું છે. ગુજરાતમાં વસતી વણઝારા નારીઓ છાપેલા ઘાઘરા, કોસંબીવાળું કે આખી બાંયનું કસોવાળું લાંબી સાળનું કાપડું પહેરે છે. મારવાડી, વાઘરીં સ્રોઓ ઊંચા ઘેરદાર ઘાઘરા, રાતાં, પીળા કે લીલાં ઓઢણાં ને કાચળી પહેરે છે. કુંવારી કન્યા આખી બાંયનું કુરતું પહેરે છે. આદિવાસી નારીઓનો પોષાક્ પણ બહુરંગી અને વિવિધતાભર્યો જોવા મળે છે. બનાસકાંઠા વિસ્તારની આદિવાસી સ્રોઓં ધેરદાર ઘાઘરી, ઓઢર્ણી ને કાચળી પહેરે છે. જ્યારે કુંવારી ક્ન્યાઓ કાચળીને બદલે કબજો પહેરે છે. ડાંગ જિલ્લાની આદિવાસી ભીલ સ્રોઓ ઊંચી ઘાઘરી, કમખો, સફેદ લાલ અને ક્થ્થાઈ રંગની ઓઢણી ઓઢે છે. ગુજરાતના લોકજીવનમાં સાડલાનીં છત્રીસ જેટલી જાતો અને ભાતો જાણીતી છે. હોશિલી નારીંઓ કરછ અને જામનગરનીં બાવનબાગની બાંધણી કે પાટણનું પટોળું પહેરીને મંગલ પ્રસંગને આનંદથી માણે છે.

વરકન્યાના લગ્ન પ્રસંગના પોષાકો: લગ્ન જેવા મંગલ પ્રસંગે વિશિષ્ટ પ્રકારનાં વસ્રો પહંરવાનો રિવાજ ગુજરાતની તમામ જાતિઓમાં જોવા મળે છે.રાજપૂત,ગરાસિયા, રબારી, કોળી, આયર. સતવારા, ભરવાડ, વણઝારા જાતિઓના વરરાજાઓંના રૂડારૂપાળા દમામદાર પહેરવેશ એની આગવી વિશિષ્ટતાને કારણે આપણું દયાન ખેંચે છે. સતવારા જાતિના વરરાજા યોરણી ને તેના ઉપર પગ સુધી લટકતી સાળવાળી આંગડી ( ઝુરડાં ) પહેરે છે . તેનાં પર અતલસનું પડલું (સાડલો) વીંટે છે. આ પડલાનીં શરીર પર ચોકડીં મારીને તેના બે છેડા લટક્તા રાખવામાં આવે છે. કમરે ભેટ બાંધીને આભલા ભરેલું મોસરિંયું (પહોળો પટ્ટો) વીટે છે. વિભાશાહી (જામનગરી) પાઘડી બાંધે છે. પાઘડી પર જરીવાળો પટ્ટો ખોસી પાઘડીંમાં પીંછી (કલગી) લગાડી તેમાં ગ્લોબ મૂકી પાવર વડે લાલ લીલો પ્રકાશ કરે છે. પગમાં ગૂંથણીવાળા ઓખાઈ જોડાં પહેરે છે. હાથમાં મખમલના મ્યાનવાળી તલવાર રાખે છે.

જૂના સમયમાં રાજપૂત વરરાજા ચોરણી ને કેડિયું પહેરતા. કેડે ભેટ બાંધીને માથે ભરત ભરેલો ગૂઢા રંગનો નતિયો પહેરતા. નતિયો આજે તો લોકજીવનમાંથી સાવ જ વિસરાઈ ગયો છે. નતિયાનું સ્થાન પાઘડી અને સાફાએ લીધું છે. વણઝારા વરરાજા તો વળી માથે ઝગમગતો મુગટ મૂકે છે.

ક્ન્યાઓનો રંગબેરંગી પહેરવેશ:

જેમ વરરાજાનો લગ્ન પ્રસંગનો ખાસ પોષાક છે, તેમ ક્ન્થાનો પણ્ લગ્ન પ્રસંગનો ખાસ પોષાક જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં લગ્ન પ્રસંગે દીકરીને ફૂલખંભાનીં ભાતનો ઘાઘરો, બાઘર્ણીનું ઘરચોળું અને પાનેતર પહેરાવવાનો રિવાજ આજેય એવા ને એવા સ્વરૂપે જળવાઈ રહ્યો છે. ગુજરાતની કેટલીક જાતિઓમાં ધોયા વગરનો પાટ કે મલમલનીં સફેદ સાડી કન્યાને પીંઠી ચડાવૈ ત્યારથી તે માંડવે પઘરાવે ત્યાં સુધી પહેરાવવામાં આવે છે. આયર કન્યા લગ્ન પ્રસંગે સોનેરી કિનારીવાળી ઓઢર્ણી, રાતા રંગનું થેપાડુ અને સળીવાળું રેશમી કે કિનખાબનું કાપદુ પહેરે છે. સૌરાષ્ટ્રની ભરવાડ અને રબારી કન્યાઓને લગ્ન પ્રસંગે રાતા રંગની જીમી, લીલા રંગનું કાપડું અને ગુલાબી પાલવવાળી કાળી ધાબળી પહંરાવવામાં આવે છે.

બાળકોનો પહેરવેશ:

લોકજીવનમાં બાળકો માટેના જાતજાતના અને ભાતભાતના સાદા અને ભરત ભરેલા પોષાકો જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં ભરવાડ, રાજપૂત રબારી. આયર. ગરાસિયા અને કાંટિંયાવરણમાં નાના છોકરાને દાડમ, ડોડવડીં અને ફેવડા ભાતનું ભરત ભરેલું ફૂલગુલાબી અતલસનું ક્રેડિંયું કે ભરત ભરેલા કબજા. લીલી અતલસનીં ભરત ભરેલી રૂડીંરૂપાળી ચોરર્ણી, ગોખરૂ ને સતારા ટાંકી ભરેલી ભાતીગળ ટોપી કે રાતી મજલીનનું માથાબંઘણું બાંધે છે. જામનગર પંથકમાં વસતા સતવારા બાળકો, ભરત ભરેલી અને ભરત વગરની આંગડી, ચોરણી ને માથે કાનટોપી જેવો નતિયો પહેરે છે.

જૂના કાળે છોકરાઓને આગલાં ટોપલાં પહેરાવવાનીં એક્ પરંપરા લોકજીવનમાં પ્રચલિત હતી. દીકરાનો જન્મ થાય એટલે ફોઈબા આગલાટોપલા લઈ એને બોલાવવા અને હરખ કરવા આવતાં.

દીકરિંયુંનો પ્રતીકાત્મક પહેરવેશ : દીકરાની જેમ સૌરાષ્ટ્રની નાની નાની દીકરિંયુંના પણ ભરેલા ને સાદા પહેરવેશ જોવા મળે છે. ચાર-પાંચ વરસથી માંડીને બાર-તેર વરસનીં દીકરિંયું ધોળી , લાલ, લીલી , પીળી, ઘરબંઘની ભરત ભરેલી ઘાઘરિંયું, પોલકાં ને માથે રાતા-ગૂઢા કે લીલા રંગનો ભરત ભરેલો મોસલો પહેરે છે. શ્રી ખોડીદાસ પરમાર નોંધે છે કે લોકજીવનમાં પહંરવેશનીં સાથે નિયત થયેલા નિયમો અને પ્રતીકો હોય છે. જ્યારે યુવાન કન્યા ઋતુઘર્મમાં પ્રવેશે ત્યાંરે પ્રથમ ઋતુધર્મ પ્રસંગે લીલી અતલસની કાપડી સિવડાવીને પહેરાવાય છે. તે પછી કન્યા મોસલો કાઢીને માથે ઓઢર્ણી ઓઢવાની શરૂ કરી મરજાદી પોષક પહેરવો શરૂ કરે છે. ભરવાડ, રબારી, પંચોલીંની કન્યાઓં ભરેલી ઘાઘરિયું પહેરતી નથી. તેઓ ઋતુઘર્મમાં પ્રવેશે ત્યારથી સાદી ઘાઘરિયું છોડીને જીમીં પહેરવાની શરૂઆત કરે છે.

પહેરવેશમાં રંગોની રૂપસૃષ્ટિ :ગુજરાતના લોક્જીવનમાં, પહેરવેશ અને તેનાં રંગોનું જેટલું વૈવિધ્ય જોવા મળે છે. તેટલું ભાગ્યે જબીજા કોઈ પ્રદેશમાંલોકોમાં જોવા મળે છે. ગામડાં ગામમાં રહેતા લોકોના પહેરવેશ પર દ્રષ્ટિપાત કરતા તેમાં લોકજીવનનીં પ્રકૃતિપરાયણતાનાં સાચા દર્શન પ્રકૃતિની સાદગી , સરળતા અને સંયમમાં દીપી ઊઠે તેવા કાળા, મજીઠિયા, રાતા ને લીલા રંગનું સૃષ્ઠ સંકલન લોક્જીવનનીં વેશભૂષામાં નજરે પડે છે. રબારી અને ભરવાડોનો પોષાક તો જાણે ભાતીગળ રંગોનો રંગીન મેળો જ જોઈ લો ! એવો રંગીન પહેરવેશ સતવારા જ્ઞાત્તિમાં જોવા મળે છે. આયરાર્ણીની લાલ ઊનની ઘાબળી, કીડિયાભાતનું ઓંઢણું ને નાગરીં કોરના પોમચાના રંગ-રૂપમઢયા પોષાક્ જોતાં જ સહજ રીતે થયેલું રંગોનું આયોજન ઊડીને આંખે વળગે છે. ફુદરતે દીઘેલા અને માનવીએ ઝીંલેલા નિસર્ગના રૂડા રંગોને લોકજીવને પોતાના પહેરવેશમાં સહજ રીતે રમતા મૂક્યા છે. ચોમાસાનીં મોસમમાં પ્રકૃતિ લીલીછમ બનીને મહોરી ઊઠે છે ત્યારે રાતા, પીળા કે કાળા ચટકીલાં રંગોના વસ્રો પહેરીને મેળે જતા માનયીઓનો પહેરવેશ કુદરતના સૌ’દર્યમાં ઓર ખીલી ઊઠે છે.

લેખક : જોરાવરસિંહ જાદવ

       જો તમે આવી જ સાહિત્ય રચના , લોકસાહિત્ય , ઇતિહાસ અને ગુજરાતની યશગાથાઓ વાંચવા માંગતા હોય તો આજે નહીં અત્યારે જ અમારા ફેસબુક પેજ ‘ યશગાથા ગુજરાતની ‘ ને લાઈક અને શેર કરજો . અમારી વેબસાઈટ ‘ ‘ યશગાથા ગુજરાતની ‘ ને સબ્સ્ક્રાઇબ કરો અને પ્રકાશિત થતાં લેખ સૌથી પહેલાં મેળવો.

લેખ ગમે તો લાઈક અને શેર કરજો . કોઈ અન્ય પ્રશ્ન કે માહિતી માટે કમેન્ટ કરો . આપનો કિંમતી સમય આપવા બદલ આભારી છીએ .

Leave a Reply