ગાય ભેંસ ની જેમ વાગોળનારૂ એક માત્ર પક્ષી : વોટ્સિન

0
41

તમે ગાય ,ભેંસોને ઘાસ ચારો ખાઈને પછી આરામથી વાગોળતી જોઈ હશે ! એમાં કઈ નવું નથી પણ ક્યારેય કોઈ પક્ષીને એયને આરામથી ઝાડની ડાળી પર બેસી વાગોળતા જોયું છે ??? નહી ને ! તો થઇ જાગવ તૈયાર કેમ કે આજે આપણે દુનિયાના એક માત્ર વાગોળ નારા પંખીડા વિષે વાત કરવાના છીએ .
વોટ્સિન

સૌથી પેહલા તો આ વિચિત્ર પક્ષીનું નામ છે વોટ્સિન …અંગ્રેજીમાં લખાય ( ગુ ગલમાં સર્ચ કરવામાં કામ આવશે ! ) Hoatzin . હા કૈક અલગ જ સ્પેલિંગ છે પણ બોલાય તો વોટ્સિન જ હો કે ! હવે આ પક્ષીને ગામના પાદરમાં ગોતવા નીકળી ન પડતા કેમકે આ પક્ષીનો વસવાટ દક્ષીણ અમેરિકા છે . ત્યાના ઇક્વાડોર , પેરુ , ચીલી , વેનેજુએલા , કોલમ્બિયા , ગુયાના અને સુરીનામ જેવા દેશોમાં અ પક્ષી વસે છે . અહી બારમાસી જંગલ છે . એટલે માનવીનો બહુ ત્રાસ લાગતો નથી . સામાન્ય માનવીને આ અજાબ પક્ષી તો માત્ર ફોટામાં જ જોવા મળે છે . અને એક વાર તમે એને જોઈ લો ને ફરી ક્યારેય તમારે એને ઓળખવામાં પ્રયત્ન જ નહી કરવો પડે કેમકે એનો દેખાવ જ એટલો સ્પેશિયલ છે કે તમે એને ભૂલી જ ન શકો . લંબાઈમાં લગભગ ૨ ફીટ , વજન માત્ર પોણા કિલો જેટલું એટલે કે એક કિલો પણ નહિ , જાણે કાયમ ગુસ્સામાં હોય એમ આંખો હંમેશા લાલઘૂમ જ રહે છે .બ્રાઉન રંગના પીંછા અને છેડે સફેદ ધારવાળા પીંછાં એની આખી પીઠ ઉપર હોય છે . લાંબી પુંછડી ને ફ્લાવેલી હોય ત્યારે એનો દેખાવ પેલા જાપનના પંખા જેવો લાગે હો ! તેનું માથું એના શરીર ના પ્રમાણમાં નાનું લાગે , ને માથા પર વિખરાયેલા વાળ જેવા પીંછા હોય . એ જોઈએ ને ઘડીક આપણને મન થાય કે લાવ ને આને કાંસકો લઇ માથું ઓળી દઈએ !
હવે આ પંખીડાને બહુ મોટી પાંખો હોવા છતાં હવામાં બહુ લાંબો સમય ઉડી શકતું નથી . ઉડવામાં એને બહુ તકલીફ પડે છે . કારણ છે – તેના શરીર નો આગળનો ભાગ આગળ તફર નમી પડે છે એ , કેમકે તેનું અન્નાશય તે ભાગમાં આવેલું છે . બિલકુલ ગળાની નીચે . છાતીમા રહેલા તેના આ અન્નાશાયનું વજન તેના શરીરના વજન કરતા ૧/૩ ભાગ જેટલું હોય છે . અને હોય જ ને ! કેમ્મકે મુખ્ય જઠર કરતા અન્નાશ્ય નું કદ લગભગ ૫૦ ગણું વધારે છે . અને એમાય પાછો ઠાંસી ઠાંસીને ખોરાક ભરાય પછી એનું બેલેન્સ પણ ન રહે ડાળી પર બેસતી વખતે , એમાં ઉડી તો ક્યાથી શકે ! જોકે આટલી બધી તકલીફ સાથે એ પક્ષી જીવે છે તો થોડી મદદ કુદરત પણ કરે છે . આગળ તરફ ઝુકી પડતા શરીરી ને બેલેન્સ કરવા કુદરતે પાછળ લાંબી પૂંછડી નો બંદોબસ્ત કર્યો છે .
વોટ્સિન
જોકે તોય વોટ્સિન ને ઉડવાનું તો ફાવતું જ નથી . મોટી આફત આવે ત્યારે આ ભય ઉડીને તાત્કાલિક તો ભાગી ન શકે એટલે એના માળા એ નદી તરફ લંબાતી ડાળી પર જ બનાવે છે . આવી ડાળી પસંદ કરી ડાળો વચ્ચે ઘોડીયા જેવી ઝોળી બનાવવવા વેલા ને રેશાથી બાંધી દે છે . વણીયર , સાપ , કાન્ચીડા જેવા શિકારી પ્રાણી કાંઠા તરફ ઝૂલતી ડાળ તરફ જવાનું જોખમ ન લે આથી એનો માળો ને એના ઈંડા સલામત રહે છે .

હવે જેને પોતાને જ ઉડતા ન ફાવતું હોય એના બચ્ચાનું શું થાય ! ઈંડું તોડી બચ્ચું બહાર આવે કે તરત એ ડાળી પર હરવા ફરવા નું શરુ કરી દે છે . એ પણ વિથઆઉટ ટ્રેનીંગ ! ઝાડની ઘટા એ જ કાયમી વસવાટ નું સ્થળ એટેલ ડાળી પર પકડ જમાવા માટે એને વધારાના પંજા છે . આગલી ધારે જાણે નહોર ફૂટી હોય એમ જ માની લો . બીજા પક્ષીને હોય એવા બીજા પંજા તો ખરા જ ! ડાળી પરથી તે ક્યારેય પડતું નથી , બોલે તો આંબલી પીપળી રમવાનો એક્કો . જરાય ખતરો જણાય તો દોડવા માંડે , ને પછી તોય ખતરો ન ટળે તો સીધા નદીમાં કુદી જાય છે , હા નદીમાં ! નદીમાં તણાતું બચ્ચું ફરીવાર કોઈ ઝાડ પર ચડી જાય છે ને ઝાડ વટાવતું વળી પોતાના ઝાડ પર આવી જાય છે . આ પક્ષી એ રીતે ખાસ છે કેમકે આરીતે નહોરવાળું એક માત્ર્વ પક્ષી એ છે બીજું હતું પણ હવે એ નામશેષ થઇ ગયું છે . એ હતું દુનિયાનું સૌથી પેહલી આડી પક્ષી આર્કીઓપ્ટેરીક્સ ! જે આજથી ૧૪ કરોડ વર્ષ પેહલા કેટલાક ડાયનાસોર જ હતા , જે પક્ષીમાં રુપાંરિત થયા હતા .
પણ એના જેવા ન્હોર વાળું પક્ષી વોટ્સિન આજે પણ એવા જ રહ્યા છે કેમકે એ જ્યાં રહે છે એ બારમાસી વર્ષા વન ખાસ બદલાયા નથી . આથી પર્યાવરણ મુજબ આ પક્ષી પણ એમ્ જ રહ્યું છ જે છેલ્લા ૨.૫ કરોડ વર્ષ પેહલા જ ઉદ્ભ્યું છે . એને અને પેલા આદિ પક્ષી સાથે ન ધારી લેતા . કેમકે જે ન્હોર નાના બચ્ચાને હોય છે એ માત્ર ટેમ્પરરી હોય છે , થોડું ઉડવાનું શીખ્યા બાદ એ ન્હોર ધીમે ધીમે જતા રહે છે . જોકે ઉડવાનું એ કાચું લાયસન્સ ક્યારેય પાકું બનતું જ નથી , મતલબ એ ક્યારેય પાકું ઉડતા શીખતું જ નથી . પણ એની આ ખામી સામે એનામાં જે ખૂબી છે એ દુનિયાના બીજા એકેય પક્ષીમાં નથી .બીજા પક્ષીઓ દાણા ખાય , જીવડા ખાય તો ઘણા ફળ ખાય પણ આ વોટ્સિન આમાંથી કઈ ખાતું નથી . બીજા પક્ષી જેની સામે જુવે નહી ને સુંઘે પણ નહી એવા જાડા , રબ્બરીયા પાંદડા અને એય કાચા ને કાચા ! એ એનો ખોરાક છે .

હવે હોજરીમાં પાંદડાનું પાચન થાય નહી કેમકે એના રેસા જ્યાં સુધી છુટા ન પડે ત્યાં સુધી તે પચે કઈ રીતે ? એટલે એનો એક જ ઉપાય કે પાંદડા ને બસ ચાવ્યા રાખો . વાગોળ્યા રાખો ! તો જ એના સેલ્યુલોજ ને ટેનિન જેવા પદાર્થોનું પાચન થાય . આથી પાંદડા ખાનારા જનાવરોને કુદરતે વાગોળ વાનો બંદોબસ્ત કરી આપ્યો છે . જેમાં રહેલા બેક્ટેરિયા થકી પાંદડા નરમ બને છે , ને આખરે પ્રવાહી રાગડામાં બદલાઈ જાય છે . જોકે જનાવરોમાં આ સુવીધા આપવાનું બીજું કારણ એ પણ હોઈ શકે કે જિબ્રા , હરણ , સાબર અને જંગલી ભેંસ જેવા પ્રાણીઓને શિકારી પ્રાણીઓનો ભય હોય છે એટલે ગમે ત્યારે ભાગવાનું થાય , ઘાસ ખાવામાં જ રહે તો એનો જ કોળીયો થઇ જાય . આથી `તેઓ જ્યાં ઘાસ મળે ત્યાં ઝટપટ ખાઈ લે ને પછી એકાદ સુરક્ષિત સ્થળ મળે ત્યાં તે આરામથી વાગોળી પેહલા જઠરમાં ખોરાકને નરમ બનાવી પછી જઠર ૧ , ને પછી જઠર ૨ ને ત્યાંથી જઠર ૩ માં ને ત્યાંથી આખરે જઠર ૪ માં ખોરાક પોહચે છે જ્યાં તેનું પાચન થાય છે .
કૈક આવી જ સુવિધા કુદરતે વોટ્સિન ને આપી છે . વધારાન જઠર એટલે કે અન્નાશયમાં કાચા પાંદડાં નરમ થાય છે .ત્યાં સુધી કે ઝેરી પાંદડા ને તેના ઝેરનો પણ તેમાં ખાત્મો થઇ જાય છે . જોકે આ ખૂબી તેનું અસ્તિત્વ ટકાવવા માટે જ ખીલવી છે . વાગોળ વાની ખૂબી પણ જનાવરો જેવી જ . ત્યાં સુધી કે તેની નજીક જાવ તો તમને ગોબર ને ગમાણ જેવી વાસ આવે ! વાગોળતા પ્રાણી જેવી જ ગંધ તેની પાસેથી આવે છે . જાણે પોતાનું પરફ્યુમ ન ફેલાવતું હોય ?

Leave a Reply