આદિમાનવથી સ્થાયી જીવનની સફર

0
82

માનવી …આમ જોવા જઈએ તો આજનો સુધરેલો દેખાતો માણસ એક સમયે આવો નહતો . જોકે આ વિશે આજ સુધી ઘણાં સંશોધનો થયાં છે અને વખતો વખત એવું જ સાબિત થયું છે કે આગાઉ જે સંશોધન થયું એ ભાઈ ખોટું હતું ! જેમકે ઘણાં બધા ઇતિહાસકારો એવું શોધવામાં સફળ રહ્યા કે માનવીએ 11,000 વર્ષ પહેલા ઓજારો ઉપયોગમાં લીધાં . પણ સામે પક્ષે 20000 હજાર જૂની કુહાડીઓ ઓસ્ટ્રેલિયા માંથી મળી આવી ! સાથે સાથે ઇ. 1974 , માં 20,000 હજાર જુના હાડકામાંથી ટ્રાન્સસિલવેનિયા માં એક એલ્યુમિનિયમની ખીલી મળી આવી છે. હવે અપને જાણીએ છીએ કે એલ્યુમિનિયમ એ સામન્ય વસ્તુ નથી . એ બનાવવું પડે છે ! હવે જો ખરેખર માનવીએ 11000 વરસ પહેલા જ ઓજારોનો ઉપયોગ શીખ્યો હોય તો 20,000 હજાર જૂની કુહાડીઓ અને એલ્યુમિનિયમ ની ખીલી ક્યાંથી ટપકી શકે ! નવાઈની વાત એ કે એ ખીલી પર એક મિલિમિટરની ઓક્સાઇટનું પડ ચડાવવામાં આવેલું હતું . મતલબ આ પાઠમાં આપવામાં આવેલી માહિતી આખરી સત્ય છે એમ માની લેવું નહીં . આ આજ સુધીની સમજવામાં આવેલી બાબતો છે એવું જ સમજવું . તો આ વાક્યો અને તેનું મહત્વ સમજમાં રાખી આજનો આ પાઠ ‘ આદિમાનવીથી સ્થાયી જીવનની સફર ‘ શરૂ કરીએ .

સૌથી પહેલાં તો પાઠનું નામ ‘ આદિમાનવીથી સ્થાયી જીવનની સફર ‘ સમજીએ .

આદિમાનવ એ હકીકતમાં બીજુ કંઈ નથી પણ આજનાં માનવીએ કરેલી સજમુતી છે કેમકે આજ સુધી કયાંય એ પોતે જોવા ગયો નથી કેમકે આજ સુધી જે સાબિત થયેલું છે એનું ખંડન કરતાં પુરાવા મળતા રહ્યા છે . કેમકે માનવી પોતે માત્ર વધુમાં વધુ 5000 થી 6000 વર્ષ પહેલાંની વાત જ જાણી શક્યો છે . હવે આ કરોડો વર્ષથી માનવીનું અસ્તિત્વ છે એવા અસંખ્ય સાબીતિઓ મળી આવી છે જેમાં હિમાલયનો ઘણો ખરો પ્રદેશ આજે પણ સંશોધનનીની રાહ જોઇને ઉભો છે . કેમકે ” આદિમાનવ ” નામની કોઈ વસ્તુ કે બાબત અહીં આ પૃથ્વી પર હતી કે કેમ એ આજે પણ સંશોધનની બાબત છે . પણ સામા પક્ષે ભારતીય ઇતિહાસ એમ કહે છે કે માનવી હજારો નહિ પણ લાખો વર્ષથી આ પૃથ્વી પર વસી રહ્યો છે . કેમકે ભારતીય સંસ્કૃતિ પણ એ મુજબ જ લાખો કરોડો વરસ જૂની છે . ભલે તમને આ નવાઈ લાગે પણ જે મુજબ અત્યારે સંશોધન થઈ રહ્યા છે અને એ સંશોધનને લગતી બાબતો સામે આવી રહી છે એ મુજબ તો આદિમાનવનું અસ્તિત્વ જ નથી રહેતું . જોકે આ બાબતનો એક અલગ પાઠ કે લેખ થઈ શકે એમ છે . હવે આપણે પાઠની વાત કરીએ તો એ મુજબ

શરૂઆતમાં આદિમાનવ આ પૃથ્વી પર ભટકતું જીવન ગાળતો હતો . એક જગ્યાએથી બીજી જગ્યાએ એ ભયકતો રહેતો . શિકાર કરવા અને એને શોધવામાં જ એનો મોટા ભાગનો સમય પસાર થઈ જતો . માનવીની આ અવસ્થા ને આજના સંશોધકો ઠાવકી ભાષામાં Hunter and Catchers તરીકે ઓળખે છે . જેનો અર્થ છે શિકાર કરવો અને એકઠું કરવું . હરણ , સસલું જેવા પ્રાણીઓ , માછલીઓ , પક્ષીઓ , ફળ , કંદમૂળ તે મેળવતો અને ભેગા કર્યા કરતો .

જોકે આ સરળ વાત નોહતી . એ ખૂબ જ મુશ્કેલ હતું . કેમકે આ પ્રાણીઓ , પક્ષીઓ ને માછલીઓ સરળતાથી હાથમાં આવે એમ નોહતા . ખૂબ જ દોડવું પડતું , રાહ જોવી પડતી ત્યારે તેને તે મળતા . ને હમેશા માનવી માફ કરજો આદિમાનવ તેના આ પ્રયત્નોમાં સફળ થતો જ એવું ન હતું . તેણે અનેક પ્રયત્નો કરવા પડતા . આ માટે તે એક સ્થળેથી બીજા સ્થળે ફરતો રેહતો . જોકે તો પણ ક્યાં ફળ ને કંદમૂળ ખાવા ક્યાં ન ખાવા એ પણ તેને ખબર નોહતી . તેમાં ઘણી વાર તેનું મૃત્યુ પણ થતું . જ્યાં તેને શિકાર મળી રહેતો ત્યાં રોકાઈ જતો . આ રીતે તે ભટકતું જીવન ગાળતો હતો .

ભારતમાં આદિમાનવનાં વસવાટનાં સ્થળો

આખી દુનિયામાં આદિમાનવ હતા તો સ્વાભાવિક છે કે ભારતમાં પણ આદિમાનવ હતાં . જેમના સ્થળોને આજના કહેવાતા ઇતિહાસકારોએ શોધી કાઢ્યા છે . આ આદિમાનવો પથ્થર અને લાકડાનો હથિયારમાં ઉપયોગ કરતાં હતા. મતલબ એના હથિયાર બનાવતાં હતાં . ક્યારેક હથિયારમાં હાડકાનો પણ પ્રયોગ કે ઉપયોગ કરવામાં આવતો હતો . આ સમયે આદિમાનવ પથ્થરનો ઉપયોગ કરતો આથી આ સમયને પથ્થરનાં યુગ – પાષાણ ( પથ્થર ) યુગ કહેવામાં આવે છે .

આ પથ્થરનાં વિવિધ આકારમાં કાપી તેનો ઉપયોગ એ શિકારમાં , ચામડા ઉતારવામાં , છાલ કાઢવામાં , શિકારને મારવા કરતો . પ્રાણીઓનાં ચામડાનો ઉપયોગ એ શરીરને ઢાંકવા માટે કરતો. આ અદિમાનવો ભારતમાં ક્યાં ક્યાં વસતા એ સ્થળો નીચેના નકશામાં જુવો .

આ અદિમાનવો જ્યાં શિકાર , લાકડું , પાણી અને રેહવાની અનુકૂળતા આવે ત્યાં રહેતો . વરસાદ અને જંગલી પ્રાણીઓથી બચવા એ ગુફામાં પણ વસતો . વિંધ્ય પર્વતમાળામાં આવી ગુફાઓ મળી આવી છે. નર્મદા ના કિનારાઓ પર પણ આવી ગુફાઓ મળી આવી છે. મધ્ય પ્રદેશમાં ભીમબેટકામાં તો આખે આખી વસાહત મળી આવી છે . એમ કહો તો ખોટું નહિ . કેમકે અહીં એ સમયની અનેક ગુફાઓની આખી કોલોની જ મળી આવી છે. ભીમબેટકામાં હરણ , ભાલા , શિકાર કરતાં હોય એવા લગભગ 500 થી પણ વધુ ચિત્રો મળી આવ્યા છે જે એવું કહેવાય છે કે આ ચિત્રો આદિમાનવે બનાવ્યા છે. એ ચિત્રોમાં પ્રાકૃતિક રંગો પૂરવામાં આવેલા છે .

દક્ષિણ ભારતમાં કુરનૂલમાં પણ આવી ગુફાઓ મળી આવી છે. જેમાં સ્વાભાવિક રૂપે જ આદિમાનવે વસવાટ કર્યો હોય એવું માનવામાં આવે છે. જયાંથી મળેલી વસ્તુઓ દર્શાવે છે કે એ સમયે માનવી અગ્નિથી પરિચિત હશે . માનવી અગ્નિ નો ઉપયોગ 11,000 વર્ષ પહેલાં શરૂ કર્યો . એવું આજના ઈતિહાસકારો કહે છે . આ અગ્નિ ના કારણે પછી આદિમાનવ ના જીવનમાં ખૂબ જ પરિવર્તન આવ્યું. કેમકે આ જ અગ્નિ થી તેણે માંસને શેકીને ખાવાનું શરૂ કર્યું , શિકારી પ્રાણીથી તે રક્ષણ મેળવતો થયો .

અગ્નિ બાદ બીજા એક આવિષકારે આદિમાનવનું જીવન બદલાવનાર પરિબળ હતું ચક્ર ! લાકડાંના થડ અને જાડા ઝાડમાંથી એ ચક્ર બનાવતાં !

બદલાતું પર્યાવરણ

ભૂગોળ મુજબ 12000 વર્ષ પહેલાં પૃથ્વીના વાતાવરણમાં અને તાપમાનમાં આમૂલ પરિવર્તન આવ્યું . જેનાથી ઘાસના મેદાનોની રચના થઈ . જેનાં પર નભતાં હરણ , ગાય , બકરી , ભેંસ જેવાં પ્રાણીઓની સંખ્યામાં વધારો થયો. જે અદિમાનવો માટે ખૂબ જ ઉપયોગી થઈ પડ્યો. આદિમાનવે પ્રાણીઓની રીતભાત નો અભ્યાસ કરવા લાગ્યો જેનાથી તેનો પણ માનસિક વિકાસ થયો .

આ પરિવર્તનોની સાથે માનવી ઘઉં , જવ જેવા ધાન્યના સંપર્કમાં આવ્યો . આદિમાનવો બાળકો , સ્ત્રી સાથે આ ધાન્યના દાણા વીણતો જેમાંથી આગળ જતા ખેતીનો વિકાસ થયો. જેનાં માટે તેણે નદી કિનારે વસવું પડ્યું . આ નદીમાંથી તેને ખેતી માટે પાણી મળી રહેતું. આથી તેના ભટકતા જીવનનો અંત આવ્યો . નદી કિનારે જ તેણે રહેવા માટેની વ્યવસ્થા ઉભી કરી . આ નવા જીવનમાં તેનો પ્રથમ સાથી હતો કૂતરો ! આ સિવાય તે ગાય , ભેંસ , બકરીબ, ભૂંડ જેવાં પ્રાણીઓથી પણ પરિચયમાં આવ્યો . આ તેનાં પશુપાલન જીવનની શરૂઆત હતી જે આજે પણ ચાલુ છે . ગાય નો ઉપયોગ દૂધ માટે ક્યારથી શરૂ કર્યો તેનું સંશોધન હજી ચાલી રહ્યું છે .

સ્થાયી જીવન : ભોજન , રહેઠાણ , પોશાક

આદિમાનવે ખેતીની શરૂઆત કરી . પશુપાલનની શરૂઆત કરી ત્યારથી તેનાં ભટકતા જીવનનો અંત આવ્યો . કેમકે ખેતીમાં જે તે સ્થળે રેહવું પડે છે. તેને છોડી જઇ શકાતું નથીં. કેમકે બીજને ઉગવા માટે સમય લાગે છે , પાકને પાણી આપવું પડે છે , અનાજ ને વાઢવું પડે છે ! પાક થયા પછી એને સાચવવા ઘડા અને માટીના વાસણો બનાવ્યા. માટીમાંથી ઘડા અને માટલાં બનાવ્યા . તેણે માટીના ઘર પણ બનાવ્યા. આથી તેનું ભટકતું જીવન પૂર્ણ થયું.તેનાં સ્થાયી જીવનની શરૂઆત થઇ . જેમાં પછી આસપાસના ફળ , કંદમૂળ પણ તેના જીવનનો ભાગ બન્યા . ખેતી માટે ઓજાર બનાવ્યા. ખુરપી , દાંતરડું અને છીણી જેવા ઓજાર બનાવ્યા . આ આદિમાનવે ઉપયોગમાં લીધેલાં તેનાં અવશેષો નીચેના સ્થળોએ મળી આવ્યા છે.

ઉપર ના કોષ્ટકમાં આવેલું મેહરગઢ એ ભારતનું જૂનામાં જૂનું ગામડું છે . તેમાં અનેક અવશેષો મળી આવ્યા છે. મેહરગઢમાં ઘઉં અને જવની ખેતીની શરૂઆત થઈ હતી . આદિમાનવે આ અનાજ ને સંઘરવા માટેના કોઠારો પણ બનાવેલાં . મેહરગઢમાં લંબચોરસ આકારના ઘર પણ મળી આવ્યા છે જેમાં આ કોઠારો અનાજનો સંગ્રહ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતાં .

મેહરગઢમાં મળેલા અવશેષો બતાવે છે એ આદિમાનવો મૃત્યુ બાદ શબને દફનાવતા . શબની સાથે કોડીઓ , વસ્તુઓ પણ મુકવામાં આવેલી મળી આવેલી છે. એક કબરમાં તો શબની સાથે બકરી પણ દટાયેલી મળી આવેલી છે જે તેની ધાર્મિક માન્યતાઓ દર્શાવે છે.

આવું જ એક ગામ મહારાષ્ટ્રમાં મળી આવ્યું છેબ જેનું નામ છે ઇનામ ગામ ! અહીં બાળકોના મૃતદેહ દટાયેલી અવસ્થામાં મળી આવ્યા છે . અહીંના લોકો ગોળ ઘરમાં વસતા હતા . બાજરો અને જવની ખેતી થતી હતી એવા અવશેષો મળી આવ્યા છે.

તો આ હતી આદિમાનવથી સ્થાયી જીવનની સફરની વાત ! પણ યાદ રાખજો કે આ માત્ર ને માત્ર અનુમાન છે , ઇતિહાસને જાણવાની એક દ્રષ્ટિ છે ‘ ઇતિહાસ ‘નથી . આથી આ તમામ વાત પથ્થરની લકીર નથી. હજી સંશોધન આવશ્યક છે .

  • સમજૂતી : મહેશ ગોહિલ
જો તમે આવી જ સાહિત્ય રચના , લોકસાહિત્ય , ઇતિહાસ અને ગુજરાતની યશગાથાઓ વાંચવા માંગતા હોય તો આજે નહીં અત્યારે જ અમારા ફેસબુક પેજ ‘ યશગાથા ગુજરાતની ‘ ને લાઈક અને શેર કરજો . અમારી વેબસાઈટ ‘ ‘ યશગાથા ગુજરાતની ‘ ને સબ્સ્ક્રાઇબ કરો અને પ્રકાશિત થતાં લેખ સૌથી પહેલાં મેળવો.

લેખ ગમે તો લાઈક અને શેર કરજો . કોઈ અન્ય પ્રશ્ન કે માહિતી માટે કમેન્ટ કરો . આપનો કિંમતી સમય આપવા બદલ આભારી છીએ .

Leave a Reply